જામનગર ના મોટી વેળાવળ ખાતે સાંસદ પૂનમબેન માડમ ના વરદ હસ્તે 66 કે.વી.ના પાવરના સબ સ્ટેશનનુ લોકાર્પણ

જામનગર જિલ્લા ના લાલપુર તાલુકા ના મોટી વેરાવળ ગામ ખાતે ૬૬ કે.વી. સબ સ્ટેશનના લોકાર્પણ પ્રસંગે સાંસદ પૂનમબેન માડમે કહ્યું હતું કે, લોકોનો આધાર સ્તંભ ગણાતી સુવિધાઓ એટલે કે આંતર માળખાકીય સુવિધાઓનો વિકાસ કરવો એ સરકારનું મુખ્ય લક્ષ્ય છે. સુવિધા સમયસર મળે અને ગુણવત્તાયુક્ત મળે જેથી લોકો સુખાકારીમાં વધારો થાય તે માટે સરકાર સતત નવતર પગલાઓ લઇ રહી છે.
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી એ વીજળી, પાણી જેવી પાયાની સુવિધાઓની વ્યવસ્થાઓ નિર્માણ કરવા વિશે સતત દરકાર લીધી છે. વળી ગુણવત્તાયુક્ત સુવિધાઓ માટે તેમાં સતત અપડેશન થકી કામ કરવામાં આવે છે. ત્યારે નવા ૬૬ કે.વી. બનવાથી આસપાસના વિસ્તારોના ગ્રામજનોને પૂરતા દબાણથી વીજળી મળશે તેમજ નવા વીજ કનેક્શનો પણ હવે ખેડૂતોને માટે પ્રાપ્ય બની શકશે.
ખેડૂતો માટે વીજળી અને પાણીનો પૂરતો પુરવઠો ખૂબ આવશ્યક છે જેથી તેઓ કૃષિ વિકાસમાં યોગદાન આપી શકે અને આ અંગે સરકાર સતત અગ્રતા આપીને કાર્ય કરી રહી છે. ગુજરાત સરકાર ગ્રીન એનજીર્ના ઉત્પાદનમાં પણ અગ્રીમ છે. આવનારા દિવસોમાં શહેરી કક્ષાની દરેક સુવિધાઓને ગ્રામ વિસ્તારોમાં પહોંચાડી આદર્શ ગ્રામના નિર્માણમાં આગળ વધવા સરકાર કટિબદ્ધ છે તેમ સાંસદ એ ઉમેર્યું હતું.
👇🏼
YouTube ચેનલના માધ્યમથી ભદ્ર સમાજમાં બનતી તમામ ઘટનાઓ, પ્રસંગોને સૌથી પહેલાં આપના સુધી પહોંચાડવા માંગીએ છીએ. જેથી કોઈપણ સમાચાર તાત્કાલિક અસરથી આપ જાણી શકો તે માટે આજે જ ગાંધીનગરથી પ્રસિદ્ધ થતાં લોકાર્પણ દૈનિક અખબારની YouTube ચેનલને નીચે આપેલી લીંક દ્વારા SUBSCRIBE 👆🏽 અને Like 👍🏽 અને 🔔 બેલ આઈકોનમાં જઈને All કરવા અનુરોધ છે.
👇🏼
https://www.youtube.com/channel/UCwyrALFi5uFObB_lYbPQhRg/featured
☎️ 📡
લોકાર્પણ YouTube ચેનલમાં જોડાવા
તથા એજન્સી માટે આજે જ સંપર્ક કરો:
ભરતસિંહ રાઠોડ (મો) +91 95744 73777
લોકાર્પણ YouTube ચેનલમાં આપના
સમાચાર-વિડીયો મોકલવા માટે સંપર્ક કરો:
ચિંતનકુમાર શાહ (મો) +91 84011 11947