જી.જી.હોસ્પિટલમાં હડતાલ કરનારા તબીબોનો પગાર આવ્યો રજા ની ગણત માં કપાઈ

જામનગર સહિત રાજ્યની મેડિકલ કોલેજના ઈન્ટર્ની-રેસીડેન્ટ તબીબોએ પોતાની વિવિધ માંગણીઓ ને વાચા અપવા માટે એક અઠવાડિયા સુધી હડતાલ પાડી હતી. આ સમયનો પગાર કાપવાનો સરકારે નિર્ણય લીધો છે. આથી ફરી તબીબો નારાજ થયા છે, અને આ કપાત પગારની નહીં, પરંતુ કેઝ્યુઅલ લીવ ગણવાની માંગ કરી છે. જામનગરમાં મેડિકલ કોલેજના ડીન સમક્ષ આ મુદે રજૂઆત કરવામાં આવી છે.
ગત તા.પ થી 11 ઓગસ્ટ સુધી રાજ્ય ની મેડિકલ કોલેજ ના બોન્ડેડ તબીબો હડતાલ ઉપર ઉતર્યા હતાં અને સાત દિવસ સુધી હડતાલ પાડી હતી. આ હડતાલના દિવસોનો પગાર કાપવા સરકારે નિર્ણય કરતાં તબીબો નારાજ થયા છે. જામનગરના પણ ઈન્ટર્ની અને રેસીડેન્ટ મળી આશરે 4પ0 તબીબો હડતાલમાં જોડાયા હતા, અને તેમાંથી અનેકને ચાલુ માસમાં કપાત પછી જ પગાર અને સ્ટાઈપેન્ડ ચૂકવાયું છે. આથી જામનગરના જુનિયર તબીબ આગેવાનો દ્વારા મેડિકલ કોલેજના ડીન સમક્ષ રજૂઆત કરી છે કે એ હડતાલના સાત દિવસને કપાત પગારની રજા નહીં પરંતુ કેઝ્યુઅલ રજા ગણવી જોઈએ.
👇🏼
YouTube ચેનલના માધ્યમથી ભદ્ર સમાજમાં બનતી તમામ ઘટનાઓ, પ્રસંગોને સૌથી પહેલાં આપના સુધી પહોંચાડવા માંગીએ છીએ. જેથી કોઈપણ સમાચાર તાત્કાલિક અસરથી આપ જાણી શકો તે માટે આજે જ ગાંધીનગરથી પ્રસિદ્ધ થતાં લોકાર્પણ દૈનિક અખબારની YouTube ચેનલને નીચે આપેલી લીંક દ્વારા SUBSCRIBE 👆🏽 અને Like 👍🏽 અને 🔔 બેલ આઈકોનમાં જઈને All કરવા અનુરોધ છે.
👇🏼
https://www.youtube.com/channel/UCwyrALFi5uFObB_lYbPQhRg/featured
☎️ 📡
લોકાર્પણ YouTube ચેનલમાં જોડાવા
તથા એજન્સી માટે આજે જ સંપર્ક કરો:
ભરતસિંહ રાઠોડ (મો) +91 95744 73777
લોકાર્પણ YouTube ચેનલમાં આપના
સમાચાર-વિડીયો મોકલવા માટે સંપર્ક કરો:
ચિંતનકુમાર શાહ (મો) +91 84011 11947