સુરતમાં કોરોના સંક્રમણ વકર્યું

સુરતમાં કોરોના સંક્રમણ વકર્યું . પાલ રોડના સુમેરુ સિલ્વર લીફમાં એપાર્ટમેન્ટમાં 10 થી 14 વર્ષનાં ત્રણ બાળક સહિત પાંચને કોરોના , એપાર્ટમેટ સીલ કર્યું.
પાલ રોડનાં સુમેરુ સિલ્વર લીફમાં એપાર્ટમેન્ટમાં 10 થી 14 વર્ષનાં 3 બાળક સહિત 5 કેસ છેલ્લા અઠવાડિયામાં પોઝિટિવ નોંધાયા છે, જેને પગલે આ એપાર્ટમેન્ટ સીલ કરી દેવાયું છે. કેસ વધતાં એપાર્ટમેન્ટમાં બાકી રહેલા 47 રહીશોએ 4 જ દિવસમાં રસી લઈ લીધી છે. જ્યારે અન્ય બાળકોના ટેસ્ટ કરતાં 77ના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. પોઝિટિવ આવેલાં બાળકો ઓનલાઈન ભણે છે, પણ સોસાયટીનાં ગણેશોત્સવમાં જમણવારમાં ગયાં હતાં
રીપોટ : ક્રિશાંગ ગાંજાવાલા
સુરત