ડભોઇ લાટી બજાર વિસ્તાર માં રખડતા ઢોરો નો આતંક રાહદારીઓ માં ફફડાટ

ડભોઇ લાટી બજાર વિસ્તાર માં રખડતા ઢોરો નો આતંક રાહદારીઓ માં ફફડાટ
Spread the love

ડભોઇ લાટી બજાર વિસ્તાર માં રખડતા ઢોરો નો આતંક રાહદારીઓ માં ફફડાટ

ડભોઇ નગર માં રખડતા ઢોરો નો ત્રાસ દિવસે ને દિવસે વધી રહ્યો છે. ઠેર ઠેર ઢોરો ના ટોળા રસ્તા પર બેઠેલા જોવા મળી રહ્યા છે. છેલ્લા ઘણા સમય થી આ અંગે ની રજુઆત ડભોઇ નગરપાલિકા માં કરવામાં આવી છે.છતાં કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી. થોડા દિવસો પહેલા જ રખડતા ઢોરો ના કારણે અકસ્માત થી ડભોઇ નાંદોદી ભાગોળ વિસ્તાર માં આશાસ્પદ યુવાન નું મૃત્યુ થયું હતું.આજરોજ ડભોઇ ના લાટી બજાર વિસ્તાર સ્ટેટ બેંક પાસે રખડતા આખલા જંગે ચડતા સમગ્ર વિસ્તાર ને માથે લીધું હતું.આખલા ઓ રસ્તા ની વચ્ચે વચ લડતાં અવર જવર કરતા રાહદારીઓ પણ પોતાની ગાડીઓ પાર્ક કરી સલામત સ્થળે હતી ગયા હતા.જો કોઈ રાહદારી આ લડી રહેલા ઢોરો ની અડફેટે ચડી જાય તો જીવ ગુમાવવા નો વારો આવે.આ ઢોરો લડતા લડતા નજીક માં જ આવેલ એક દુકાન માં ઘુસી જતા દુકાનદાર નો માલ સામન વેર વિખેર કરી નાખતા દુકાનદાર ને નુકશાન વેઠવાનો વારો આવ્યો હતો.દિવસે ને દિવસે વધી રહેલા રખડતા ઢોરો ના ત્રાસ થી ડભોઇ ની જનતા ત્રાહિમામ પોકારી ઉઠી છે.નગરપાલિકા વહેલી તકે રખડતા ઢોરો ને સલામત સ્થળે ખસેડે અને ઢોર છુટ્ટા મુકનાર ઢોર માલિક પર દંડાત્મક પગલાં ભરે.જો કોઈ આધેડ વ્યક્તિ કે કોઈ બાળક આ રસ્તા વચ્ચે લડતાં ઢોરો ની અડફેટે આવી જાય તો જીવ થી હાથ ધોવા નો વારો આવી શકે છે.જેથી રખડતા ઢોરો અંગે ડભોઇ નગરપાલિકા કોઈ કાયમી નિરાકરણ લાવે તેવી લોક માંગ ઉઠવા પામી છે.

IMG_20210927_125631.jpg

Avatar

ચિરાગ તમાકુવાલા

Right Click Disabled!