ડભોઇ શિનોર ચોકડી ની આસપાસ ની સોસાયટીઓ માં વરસાદી પાણી નો નિકાલ કરતું વહીવટી તંત્ર

ડભોઇ શિનોર ચોકડી ની આસપાસ ની સોસાયટીઓ માં વરસાદી પાણી નો નિકાલ કરતું વહીવટી તંત્ર
ડભોઇ શિનોર ચોકડી ની આસપાસ આવેલ સોસાયટી વિસ્તારો માં વરસાદી પાણી નો નિકાલ રેલવે ની બેદરકારી ના કારણે અટકી જતા તમામ સોસાયટીઓ માં પાણી ભરાઈ જતું હોવાની બુમો ઉઠવા પામી હતી.ઉલ્લેખનીય છે કે ડભોઇ કેવડિયા રેલવે લાઇન ના કારણે થરવાસા નજીક રેલવેની કામગીરી દરમિયાન પાણી નો નિકાલ ની જગ્યા પુરાઈ જતા વરસાદી પાણી નો નિકાલ અટકી જતા શિનોર ચોકડી ની આસપાસ આવેલ તમામ સોસાયટી ઓ માં પાણી ભરાઈ જતું હતું.જે અંગે ની રજુઆત ના પગલે આજરોજ ડભોઇ નગરપાલિકા પ્રમુખ ના આદેશ થી પ્રમુખ ના પતિ ક્લીભાઈ દુલાણી,કોર્પોરેટર બીરેનભાઈ શાહ,પરેશ ભાઈ રબારી તથા સામાજિક કાર્યકર ચિરાગ જોશી,દ્વારા આ કામ નું નિરાકરણ બાબતે થરવાસ પાસે આવેલ રેલવે ના નાળા પાસે થી જે જગ્યા એ થી પાણી નો નિકાલ બ્લોક થતો હતો ત્યાં જે.સી.બી મશીન દ્વારા પાણી નો નિકાલ કરતા શિનોર ચોકડી ની આસપાસ આવેલ સોસાયટી માં ઘેરાયેલ પાણી નું નિકાલ થતા રહીશો માં ખુશી ની લાગણી જોવા મળી હતી.અને રજુઆત ને ધ્યાન માં રાખી આજરોજ ચાલુ વરસાદ માં ખડે પગે ઉભા રહી તાત્કાલિક ધોરણે સમસ્યા નિરાકરણ લાવવા બાબતે નગરપાલિકા પ્રમુખ ના પતિ કાલીભાઈ દુલાણી, કોર્પોરેટર બીરેન શાહ,પરેશ રબારી,અને ભાજપ કાર્યકર ચિરાગ જોશી નો સ્થાનિકો એ આભાર વ્યક્ત કર્યો હતો અને તેઓની કામગીરી ને બિરદાવી હતી.
રીપોર્ટ :- ચિરાગ તમાકુવાલા ડભોઇ