હાલારી હિંગળાજ સંઘ માં આઠમા વર્ષે જામનગર થી પ્રસ્થાન થઈ માતાના મઢ જવા રવાના

જામનગર થી હાલારી હિંગળાજ સંઘ માં આઠમા વર્ષે પર અનેક ભાવિકો જોડાયા પગપાળા માતાના મઢ કરછ જવા વાજતે ગાજતે જામનગર થી પ્રસ્થાન થઈ માતાના મઢ જવા રવાના
જામનગરમાં ભાવિકો વાજતે ગાજતે પગપાળા કચ્છ માતાના મઢ જવા રવાના થયા છે. શહેરના કિશાનચોકથી આઠમાં વર્ષે પદયાત્રી સંઘમાં હજારો શ્રધ્ધાળુ જોડાયા હતાં.
જામનગરમાં દર વર્ષે નવરાત્રિ પૂર્વે ભાવિકો કચ્છ માતાના મઢ માતાજીના દર્શનાથે પગપાળા જાય છે. ચાલુ વર્ષે કોરોનાના કેસ તળિયે પહોંચતા ભાવિકોમાં કચ્છ માતાના મઢ જવા ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. શહેરના કિશાનચોકથી આઠમા વર્ષે જય હિગળાજ પદયાત્રી સંઘના નેજા હેઠળ રવિવારે મોટીસંખ્યામાં ભાવિકોએ કચ્છ માતાના મઢ જવા પગપાળા પ્રયાણ કર્યું હતું. ભાવિકોને વાજતે-ગાજતે માતાજીનાજયઘોષ સાથે કચ્છ માતાના મઢ જવા રવાના થયા હતાં. પદયાત્રી સંઘમાં મોટી સંખ્યામાં ભાઇઓ અનેબહેનો જોડાયા હતાં. પદયાત્રીઓ નવરાત્રિ શરૂ થતાં કચ્છ માતાના મઢ પહોંચી જશે.