સુરત માં ઉકાઈથી બે લાખ ક્યુસેક પાણી છોડાતાં હનુમાન ટેકરીનો ફ્લડ ગેટ બંધ

ગુલાબ વાવાઝોડાના કારણે ઉકાઈ ડેમના કેચમેન્ટ એરિયામાં ભારે વરસાદના કારણે ડેમમાંથી તાપી નદીમાં પાણી છોડાઈ રહ્યું છે. ગઈકાલે રાતથી બેલાખ ક્યુસેક પાણી છોડાતા રાંદેર હનુમાન ટેકરીનો ફ્લડ ગેટ બંધ થઈ ગયો છે. આ ફ્લગ ગેટ બંધ થવા સાથે મોરાભાગળ વિસ્તારમાં વરસાદના પાણીનો ભરાવો થયો છે. જોકે, હાલ વરસાદનું જોર ઓછું હોવાથી ચિંતા કરવાની કોઈ જરૂર નથી તેવું તંત્રએ જણાવ્યું છે. અને તકેદારીના ભાગરૂપે ફ્લડ ગેટ પર ડિ વોટરીંગ પમ્પ મુકી દેવામાં આવ્યા છે.
સુરતમાંથી પસાર થતી તાપી નદીમાં ઉકાઈ ડેમમાંથી બે લાખ ક્યુસેક પાણી છોડવાનું શરૂ કરતાં તાપી નદી બન્ને કાંઠે વહી રહી છે. તાપી નદીમાં બે લાખ ક્યુસેક પાણીનો આવરો શરૂ થતાં સૌથી પહેલાં હનુમાન ટેકરી ખાતેનો ફ્લડ ગેટ બંધ ઘઈ ગયો છે. હાલ ફ્લડ ગેટની ઉપરથી પાણી જઈ રહ્યું છે. દરમિયાન આજે સુરતમાં વરસાદ પણ વરસી રહ્યો છે તેના કારણે મોરા ભાગળ ચાર રસ્તા તથા મચ્છી માર્કેટ સર્કલ ખાતે થોડા પાણી ભરાયા છે. જોકે, હાલ વરસાદનું જોર ઓછું છે તેથી વધુ પાણી ભરાવવાની શક્યતા નહિવત હોવાનું તંત્ર કહી રહ્યું છે. જો વરસાદનું જોર વધે અને પાણીનો ભરાવો થાય તેવા સંજોગોમાં હનુમાન ટેકરી ફ્લડ ગેટ પર ડિવોટરીંગ પમ્પ મુકી દેવામાં આવ્યો છે. સુરત મ્યુનિ. તંત્ર કહે છે, હાલ સ્થિતિ નિયંત્રણમાં છે અને ઉકાઈના ઉપરવાસમાં વરસાદ ઘટી રહ્યો છે તેના કારણે કોઈ ચિંતાનો વિષય નથી.
રીપોટ : ક્રિશાંગ ગાંજાવાલા
સુરત