હળવદ પોલીસ સ્ટેશનના લોક,આપ રૂમમાં ચિત્રોડી ગામનો હત્યાનો આરોપીએ આત્મહત્યા કરતાં ચકચાર
હળવદ પોલીસ સ્ટેશનના લોક,આપ રૂમમાં ચિત્રોડી ગામનો હત્યાનો આરોપીએ આત્મહત્યા કરતાં ચકચાર
હળવદ તાલુકાના ચિત્રોડી ગામના રહેવાસી અને દિધડીયા ગામના બે સગા ભાઈ વાડીમાં પાણી ના વારા બાબતે બોલાચાલી થતાં નાના ભાઈ અને મોટોભાઈ એ વચેટ ભાઈને મુકેશભાઈ કુકાભાઈ સારલા છરીવડે હુમલો કરી હત્યા કરી હતી ત્યારે પોલીસે એ આરોપી મુન્નાભાઈ ઝડપી પાડયો હતો જ્યારે ત્યારે મંગળવારે રાત્રે પોલિસ સ્ટેશન લોકઅપ રૂમમાં બાથરૂમ માં ગળે ફાંસો ખાઈ ને આત્મહત્યા કરતા ચકચાર મચી જવા પામ્યો છે બનાવની જાણ પોલીસને થતાં ડી વાય એસ પીપ્રાંત અધિકારીઓ પોલીસ સ્ટેશન ની દોડી ગયા હતા મૂતક કયા કારણોસર આત્મહત્યા હત્યા કરી છે તેનુ કારણ અંકબંધ પોલીસે એ મૂતક ની લાશનો કબજો લઈને પી એમ માટે મોકલી આપેલ હતી
મોરબી જિલ્લાના હળવદ તાલુકાના ચિત્રોડી ગામના રહેવાસી ખેત મજૂરી કામ કામ કરીને પેટીયું રળતા
મુકેશભાઈ કુકાભાઈ સારલા,રઘાભાઈ કુકાભાઈ સારલા અને મુન્નાભાઈ કુકાભાઈ ત્રણે ભાઈઓ એક જ વાડીમાં ખેત મજૂરી કામ કરતાં ત્યારે થોડા દિવસ પહેલા વાડીમાં પાણી પીવડાવવા બાબતે બોલાચાલી થતાં મોટાભાઈ અને નાના ભાઈ એ વચેટભાઈ ને છરી વડે હુમલો કરી હત્યા કરતા ચકચાર મચી જવા પામ્યો ત્યારે પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો ત્યારે આરોપીઓને પોલીસે મુન્નાભાઈ કુકાભાઈ સારલા ઝડપી પાડ્યો હતો ત્યારે મંગળવારે રાત્રે પોલિસ લોકઅપમાં બાથરૂમમાં ચાદર ફાડી ને ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરતાં ચકચાર મચી જવા પામી હતી બનાવની જાણ પોલીસને થતા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી પરંતુ અગાઉ મુન્નાભાઈ સોશિયલ મીડિયામાં વિડિયો વાયરલ કર્યો હતો મને ખોટી રીત આરોપી બનાવી દિધો છે મેં હત્યા નથી કરી તેવો વિડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ કર્યો હતો ત્યારે. હાલ તો કયા કારણોસર ગળાફાંસો ખાઈ ને આત્મહત્યા કરી છે તેનુ કારણ અંકબંધ છે ત્યારે પોલીસે તપાસ બાદ સાચી હકીકત બહાર આવી શકે પોલીસે એ મૂતક ની લાશનો કબજો લઈને પી એમ માટે મોકલી આપેલ હતી
રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ