હળવદ પોલીસ સ્ટેશનમા PSI,PI સહિત 8 ની બદલી તેમજ 5 પોલિસ કર્મચારીને સસ્પેન્ડ કરતા પોલીસ બેડામાં ખળભળાટ
હળવદ પોલીસ સ્ટેશનમા પી આઈ.પી.એસ આઈ અને ૮ પોલિસ બદલી અને ૫ પોલિસ સસ્પેન્ડ કરતા પોલીસ બેડામાં ખળભળાટ
રેન્જ આઈજીની મોરબી જિલ્લાનાં હળવદ પોલીસ સ્ટેશનમાં વિઝીટ બાદ જિલ્લા પોલીસવડા દ્વારા પોલીસ કર્મચારીઓ અને પીઆઇ તેમજ પીએસઆઇની બદલી કરવા હુકમ કર્યો હતો હળવદ પી આઈ પી.એ.દેકાવાડીયાની મોરબી લીવ રીઝવૅમા પી એસ આઈ પી જી પનારા ને એસ.ઓ.જી પી એસ આઈ મા તો સાથો સાથ હળવદ પોલીસ સ્ટેશનમાંમાં ફરજ બજાવતા પાંચ પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરવા હુકમ કરતા ચકચાર મચી જવા પામી છે.જેમાં હળવદ પોલીસ મથકમાંથી સસ્પેન્ડ કરવામાં આવેલ પોલીસ કર્મચારીમાં વીનેશભાઈ ખરાડી, વિક્રમભાઈ શિહોરા, જયપાલસિંહ ઝાલા, યોગેશદાન ગઢવી અને હરપાલસિંહ રાઠોડને સસ્પેન્ડ કરવા મા આવ્યા હતાં. જીલ્લામાં આંતિકર બદલી થયેલ પોલીસ કર્મચારીઓમાં હળવદ પોલીસ સ્ટેશનમાંમાંથી અરવિંદભાઈ માવજીભાઈ જાપડીયાની મોરબ એ ડીવીઝન, યોગેશદાન ગઢવીની વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં. મુમાંભાઈ ગોવિંદભાઈ કલોત્રાની ટંકારા પોલીસ સ્ટેશનમાં., કિશોરભાઈ ઘેલાભાઈ પારધીની મોરબી એ ડીવીઝન(બિન સવેદનશીલ), ગીરીશભાઈ પરબતસંગ ટાપરીયાની મોરબી એ ડીવીઝન, દેવેન્દ્રસિંહ દેવપાલસિંહ ઝાલાને વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં અને ચંદુલાલ મધુભાઈ ઇન્દ્રિયાને ટંકારા પોલીસ સ્ટેશનમાંખાતે બદલી કરવામાં આવતા પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામી હતી
રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ