હથિયાર સાથે મહિલા મુસાફરી કરતી હોવાનો ખોટો ફોન કરનારની શોધખોળ ના ચક્રો ગતિમાન

જામનગર શહેરના પોલીસ કંટ્રોલ રૂમમાં રવિવારે બપોરે એક વ્યક્તિએ જુદા જુદા બે મોબાઈલમાંથી ફોન કરી જણાવ્યું હતું કે, દ્વારકાથી વાયા પોરબંદરવાળી બસમાં એક મહિલા પાસે ખતરનાક હથિયારો છે જે માહિતી મળતા જ પોલીસ કંટ્રોલ રૂમે એલસીબી, એસઓજી, પંચ-બી સહિતની પોલીસને જાણ કરતા પોલીસ ટૂકડીઓ લાલપુર બાયપાસથી અન્ય જગ્યાઓ પર ચેકીંગમાં જોતરાઈ ગઈ હતી, પરંતુ એસટીના ચેકીંગ અને જે સ્ત્રીનું વર્ણન કરવામાં આવ્યું હતું તેની શોધખોળ કરતા કોઈ મળી આવ્યું ન હતું.
પોલીસ દરમિયાન કંટ્રોલ રૂમમાં જે નંબર પરથી ફોન આવ્યો હતો તેની ચકાસણી કરતા મોટા થાવરિયા ગામના મિલન ભાણજીભાઈ મકવાણા નામના શખસનું નામ ખૂલ્યું હતું. પોલીસે મિલનને બોલાવીને પૂછપરછ કરતા પોતે ફેબ્રીકેશનનું કામ કરતો હોવાનું અને બારેક દિવસ પહેલા એક અજાણ્યા નંબર પરથી કોલ આવ્યો હતો કે, હું અકબર બોલું છું, તું મારી બાતમી પોલીસમાં આપી છે.
આવી કોઈ બાતમી તેણે ન આપી હતી. રવિવારે મિલન લાલપુર ચોકડી પાસે હતો ત્યારે અકબર નામના શખસે તેના ફોનમાંથી પોલીસને ખોટી માહિતી આપી હતી જેના આધારે પોલીસે આ શખસ સામે ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે.