જામનગર માં સરકારી પ્લોટિંગ માં ગે.કાયદેસર ખડકાયેલ ફટાકડાનો સ્ટોલ કોર્પોરેટરે વિરોધ કર્યો

જામનગરમાં ગુલાબનગર વિસ્તારમાં કોંગ્રેસી મહિલા કોર્પોરેટરે ત્રાટકીને મ્યુ. કોર્પો.એ વેંચેલા એક પ્લોટમાં ખડકાયેલા ફટાકડાના સ્ટોલ વિરૂધ્ધ એસ્ટેટ વિભાગને સ્થળ પરથી રજુઆત કરી એસ્ટેટ વિભાગને જાણ કરતાં મંજુરી વગરનો મનાતો સ્ટોલ ફટાફટ સ્વયંભુ દુર થયો હતો.
ડેપ્યુટી મેયરના વિસ્તાર એવા વોર્ડ નં.11 ગુલાબનગરમાં મહાનગરપાલિકાએ જુની શાક માર્કેટવાળી હાલમાં જ વેંચેલી જગ્યામાં એક ફટાકડાનો સ્ટોલ ઉભો થયાની માહિતી મળતાં વોર્ડ નં.1રના કોંગેસી નગરસેવિકા જેનબબેન ખફીએ સ્થળ પર જઈને મંજૂરી અંગે પુછપરછ કરતાં કોઈ જવાબ મળ્યો ન હતો. દરમ્યાન ગુલાબનગર પોલીસ ચોકીનો સ્ટાફ પણ આવી ગયો હતો. મહિલા કોર્પોરેટરે સ્થળ પરથી એસ્ટેટ અધિકારીને ફોન કરીને મંજુરી અંગે સ્પષ્ટતા માંગતાં તેઓએ પણ આવા કોઈ સ્ટોલની મંજુરી ન ઘોવાનું જણાવ્યું હતું.
મહિલા કોર્પોરેટરે જણાવ્યું હતું કે, મ્યુ.કોર્પો.ના વેચાણ સામે જનરલ બોર્ડમાં વાંધો લેવામાં આવ્યો છે. મારા જાણવા મુજબ હાલ જગ્યા સરકાર હસ્તક છે. એસ્ટેટ વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે, આ સ્થળે કોઈ સ્ટોલને મંજુરી નથી અપાઈ અને જાતે જ સ્ટોલ ઉપાડી લેવામાં આવ્યો છે. ઉલ્લેખનિય છે કે, તહેવારો આવે એટલે એસ્ટેટ શાખાની મીઠી નજર હેઠળ અથવા પહોંચ બહાર જાહેર માર્ગો પર સંખ્યાબંધ સ્ટોલો ખડકાઈ જતા હોય છે.