75 માં આઝાદી ના અમૃત મહોત્સવ નિમિતે ડભોઇ સત્તર ગામેં પટેલ વાડી ખાતે કાર્યક્ર્મ યોજાયો

75 માં આઝાદી ના અમૃત મહોત્સવ નિમિતે ડભોઇ સત્તર ગામેં પટેલ વાડી ખાતે કાર્યક્ર્મ યોજાયો
Spread the love

75 માં આઝાદી ના અમૃત મહોત્સવ નિમિતે ફિલ્ડ આઉટરિચ બ્યુરો ગોધરા દ્વારા ડભોઇ સત્તર ગામ પટેલ વાડી ખાતે કાર્યક્ર્મ યોજાયો

૭૫માં આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે ડભોઇ સત્તર ગામ પટેલ વાડી ખાતે રાખવામાં આવ્યો હતો જેમાં સ્વચ્છતા અભિયાન ને લગતા પોસ્ટરો લગાવી પ્રદર્શનના ભાગરૂપે ખુલ્લુ મુકવામાં આવ્યું હતું. અમૃત મહોત્સવ અંતર્ગત અભિયાન હેઠળ સમગ્ર જિલ્લામાં વિવિધ કાર્યક્રમોનું આયોજન જિલ્લા સમગ્ર જિલ્લામાં કરવામાં આવે છે જેમાં સ્વચ્છતાને લગતા વિવિધ સ્લોગનો લગાડી લોકોને સ્વચ્છતા તરફ લઈ જવાના પ્રયાસો કરવામાં આવે છે. હાલમાં સરકારશ્રીએ 50 માઈક્રોનથી ઓછી જાડાઇ ધરાવતા પ્લાસ્ટિક મટીરીયલ નો ઉપયોગ કરવો નહીં તેમજ ઠેકાણે ગંદકી કરવી નહિં એવા સૂચનો સરકારશ્રીના આદેશને અનુલક્ષીને ડભોઇ નગરપાલિકા દ્વારા ડભોઇ નગરના લોકોને કરવામાં આવ્યા છે. જે અંગેનું જ્ઞાન વધારવા માટે ફિલ્ડ આઉટ રીચ બ્યુરો ગોધરા આયોજિત ડભોઇ સત્તર ગામ પટેલ વાડી ખાતે આઝાદી અમૃત મહોત્સવ અંતર્ગત ચિત્ર પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે જેનું પ્રદર્શન તારીખ 26 અને 27 ના રોજ સવારના ૧૦ થી સાંજના ૬ કલાક સુધી ખુલ્લું મૂકવામાં આવ્યું છે . જેમાં સ્વચ્છતા ને લગતા વિવિધ પોસ્ટરો અને કલાકૃતિઓ મૂકવામાં આવી છે. તેમજ ડભોઇ કોમર્સ કોલેજના સ્ટુડન્ટો ને સ્પર્ધામાં વિજેતા બનેલા સ્ટુડન્ટો ને ઇનામ પણ વિતરણ કરવામાં આવ્યુ હતુ.
આ ફિલ્ડ આઉટ રીચ બ્યુરો ના આયોજક સંજયભાઈ શાહ,
વડોદરા જિલ્લા કેળવણી મંડળના પ્રમુખ શશીકાંતભાઈ પટેલ ડભોઇ, નગરપાલિકા પ્રમુખ, કાજલબેન સંજયભાઈ દુલાની, ડભોઇ નગરપાલિકાના ચીફ ઓફિસર એસ.કે ગરવાલ ,ડભોઇ કોમર્સ કોલેજના આચાર્ય કેયુર પારેખ, બીજા અન્ય પ્રોફેસરો અને વિવિધ કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

IMG-20211026-WA0041.jpg

Avatar

ચિરાગ તમાકુવાલા

Right Click Disabled!