સાંસદ પુનમબેન માડમનાં હસ્તે જામનગર ની જી.જી હોસ્પિટલ ને કોવીડ-19ની ગ્રાન્ટમાંથી 2 એમ્બ્યુલન્સ લોકસેવા અર્થે અર્પણ

એમ.પી. શાહ મેડીકલ કોલેજ ખાતે સાંસદ પૂનમબેન માડમના અધ્યક્ષસ્થાને એમ્બ્યુલન્સ લોકાર્પણ, પ્રધાનમંત્રી આયુષ્માન ભારત હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચર મિશન લોંચિંગ અને રિલાયન્સ ફાઉંડેશન નિર્મિત નવી 200 બેડની પિડિયાટ્રીક કોવિડ હોસ્પિટલની અને તેનાં ન્યુમોકોકલ વેક્સિનેશન સેંટરની મુલાકાત જેવા ત્રિવિધ કાર્યક્રમો યોજાયા હતા.
આ તકે સાંસદે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રીનો પ્રધાનમંત્રી આયુષ્માન ભારત હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચર મિશન થકી સમગ્ર દેશના નાગરિકોને પ્રાથમિક સારવાર, અર્લી ડિટેક્શનઅને વેલનેસ સંદર્ભે આંતરમાળખાકીય સુવિધાઓના વિકાસને વેગ આપવાનો હેતુ છે. કોવિડ દરમ્યાન આરોગ્યલક્ષી આંતરમાળખાની જરૂરિયાત સર્વે સમજી શક્યા છે ત્યારે પ્રધાનમંત્રીએ કોવિડ દરમ્યાન તત્કાલ વિકસાવેલું આંતરમાળખું હોય, પ્રિવેંટીવ કેરકે100 કરોડ વેક્સિનહોય હરહંમેશ આરોગ્ય આંતરમાળખાને પ્રાધાન્ય આપી ફરી આ યોજના થકી આરોગ્યલક્ષી સર્વગ્રાહી પગલું લીધુ છે.
આગામી 5 વર્ષમાં દરેક જિલ્લા બ્લોકમાં થઇ રાષ્ટ્રીય સ્તરે 4000થી વધુ લેબ, રિસર્ચ માટેનાં કેન્દ્રો, નવા વાયરોલોજી ઇંસ્ટિટ્યુટ થકી આવનારી મહામારી વિશે આગોતરી જાણકારી વગેરે માટે સુદ્રઢ માળખુ તૈયાર કરવામાં આવશે. ગ્રામ્ય સ્તરના નાના સબ સેન્ટરથી મોટા શહેરોની સિવિલ હોસ્પિટલ કક્ષા સુધી આરોગ્ય સુખાકારી માટે વધુ સુવિધાઓને વિકસાવવામાં આવશે. દેશમાં વિવિધ હોસ્પિટલોને આ યોજનામાં આવરી લેવામાં આવ્યા છે જેમાં જામનગર અને દેવભૂમિ દ્રારકાની હોસ્પિટલોને પણ આવરી લેવામાં આવી છે. જેના થકી જામનગરમાં આરોગ્ય સુખાકારીમાં વધારો થશે.
સાંસદ પુનમબેન માડમનાં હસ્તે ગુરુ ગોબિંદસિંઘ સરકારી હોસ્પિટલ, જામનગરને પ્રવર્તમાન વૈશ્વિક કોરોના મહામારીને ધ્યાને લઇ પ્રધાનમંત્રી ખનિજક્ષેત્ર કલ્યાણ યોજના અંતર્ગત ડીસ્ટ્રીક્ટ મિનરલ ફાઉન્ડેશન જામનગરની કોવીડ-19ની ગ્રાન્ટમાંથી 2 એમ્બ્યુલન્સ લોકસેવા અર્થે અર્પણ કરવામાં આવી હતી.
વડાપ્રધાનનાં નરેન્દ્રભાઇ મોદીના હસ્તે પ્રધાનમંત્રી આયુષ્માન ભારત હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચર મિશનનું વારાણસી ઉત્તરપ્રદેશથી રાષ્ટ્રવ્યાપી લોન્ચિંગ કરવામાં આવેલ હતું. જેનું એમ.પી. શાહ સરકારી મેડીકલ કોલેજ તેમજગુરુ ગોબિંદસિંઘ સરકારી હોસ્પિટલ, જામનગર ખાતેજીવંત પ્રસારણ સાંસદ પુનમબેન માડમનાં અધ્યક્ષસ્થાને કરવામાં આવેલ હતું તેમજ સાંસદે રિલાયન્સ ફાઉંડેશન નિર્મિત નવી 200 બેડની પિડિયાટ્રીક કોવિડ હોસ્પિટલની અને તેનાં વેક્સિનેશન સેંટરની મુલાકાત લઇ ન્યુમોકોકલ રસી આપવાની કામગીરીની સમીક્ષા કરી હતી. સાંસદે પિડીયાટ્રીક હોસ્પિટલ ખાતે બાળકોની મુલાકાત લઇ તેના વાલીઓ સાથે સંવાદ કર્યો હતો.
આ પ્રસંગે મેયર બીનાબેન કોઠારી, જિલ્લા પંચાયત પ્રમુખ ધરમશીભાઈ ચનીયારા, ડેપ્યુટી મેયર તપનભાઇ પરમાર, સ્ટેંડીંગ કમિટી ચેરમેન મનીશ કટારીયા, શાસક પક્ષના નેતા કુસુમબેન પંડ્યા, જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઇ મુંગરા, શહેર ભાજપ પ્રમુખ વિમલભાઇ કગથરા, મહામંત્રી પ્રકાશભાઇ બાંભણીયા, વિજયસિંહ જેઠવા, કોર્પોરેટરો, મ્યુનીસીપલ કમિશ્નર વિજય ખરાડી, ડીન નંદિની દેસાઇ, તબીબી અધિક્ષક દિપક તિવારી, આસિ. સુપ્રિટેન્ડન્ટ ધર્મેશ વસાવડા, અધિક ડિન એસ.એસ.ચેટરજી, ડીસ્ટ્રીક્ટ મિનરલ ફાઉન્ડેશન જામનગરનાં પ્રતિનિધિશ્ર તથા હોસ્પિટલ સ્ટાફ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.