દાહોદ જિલ્લામાં જિલ્લા મથક સહિત ગામડે ગામડે વ્યાજના વિષચક્રમાં કેટલાયે ગરીબો ફસાયેલા છે.

દાહોદ
વ્યાજનું વિષચક્ર: દાહોદ જિલ્લાના લીમખેડાના બાંડીબારમાં વ્યાજખોરોની દંબગાઇનો વીડિયો વાયરલ થતાં સરકારી તંત્રની પોલ ખુલી ગઇ
સમગ્ર દાહોદ જિલ્લામાં પ્રસરેલો શોષણખોરીનો ધંધો બિન્દાસ્તપણે ચાલતો હોવા છતાં જવાબદારો જાગતા નથી
દાહોદ જિલ્લામાં જિલ્લા મથક સહિત ગામડે ગામડે વ્યાજના વિષચક્રમાં કેટલાયે ગરીબો ફસાયેલા છે.ગેરકાયદે ધીરધારનો ધંધો કરી શોષણ કરનારી એક આખી જમાત જિલ્લામાં હયાત છે તેમ છતાં જવાબદારોની આંખ આડા કાન કરવાની નીતિ, સામાજીક અગ્રણીઓની અનદેખી અને જનજાગૃત્તિનો અભાવ હોવાને કારણે આ કાળો કારોબાર ફુલ્યો ફાલ્યો છે.ત્યારે દાહોદ જિલ્લાના લીમખેડાના બાંડીબાર ગામના આવા જ એક વ્યાજખોરનો વીડિયો વાયરલ થતાં કેટલાયની પોલ ખુલી ગઇ છે.હાલ તો પોલીસે ફરિયાદીની અરજીને આધારે ગુનો દાખલ કરી ધરપકડ કરી લેતાં વ્યાજખોરો હાલ વ્યાજના નાંણાને બદલે જેલના સળિયા ગણી રહ્યા છે.
રીપોર્ટ: નિલેશ આર નિનામા દાહોદ