ડભોઇ નજીક મોરપુરા ગામ પાસે ઘાસના પૂળા ભરેલ આયશર ટેમ્પો સળગી ઉઠ્યો

ડભોઇ નજીક મોરપુરા ગામ પાસે ઘાસના પૂળા ભરેલ આયશર ટેમ્પો સળગી ઉઠ્યો
Spread the love

ડભોઇ નજીક મોરપુરા ગામ પાસે ઘાસના પૂળા ભરેલ આયશર ટેમ્પો સળગી ઉઠ્યો- મોટા પાયે આર્થિક નુકસાન ”

આજરોજ ડભોઇ તાલુકાના મોરપુરા અને વસઇ ગામની વચ્ચે મુખ્ય રસ્તા ઉપર જીબીના જીવંત વાયરો પ્રમાણમાં નીચા હોવાથી ગ્રામજનોને આપત્તિ નું કારણ બને છે જેનો આજરોજ જીવંત દાખલો બનવા પામ્યો હતો જેમાં આ માર્ગ ઉપરથી એક આઈસર ટેમ્પો નંબર જી.જે ૦૬-વાય -૬૬૭૫ માં ગાડીના ડ્રાઈવર હરેશભાઈ ઘાસની ૨૦૦ જેટલી ધાંસડી ભરીને લઈ જઈ રહ્યા હતા તેવામાં અચાનક આ ઘાસની ભરેલો ટેમ્પો જીઈબીના જીવંત વાયરને અડીજતા સમગ્ર ટેમ્પામાં આગ ભભૂકી ઉઠી હતી અને સમગ્ર ધાંસડીઓ ભરેલો ટેમ્પો આગની લપેટમાં આવી ગયો હતો અને જોતજોતામાં લાખો રૂપિયાનું નુકસાન થઇ જવા પામ્યું હતું. જાણવા મળતી માહિતી મુજબ આગની ઘટનામાં કોઈ જાનહાની થવા પામી ન હતી આગની ઘટનાને પરિણામે આસપાસના ગ્રામજનો સ્થળ ઉપર દોડી આવ્યા હતા અને ગ્રામજનોમાં ભયની લાગણી ફેલાઈ ગઈ હતી તેમજ ઉપસ્થિત ગ્રામજનો જીબીના આ નિષ્ફળ વહીવટ બાબતે પોતાના આક્રોશ ઠાલવી રહ્યા હતા.

IMG-20211114-WA0013.jpg

Avatar

ચિરાગ તમાકુવાલા

Right Click Disabled!