દાહોદ જીલ્લામા વાહન ચોરીના બનાવો અટકાવવા તેમજ શોધી કાઢવા પોલીસે ટીમો બનાવી

દાહોદ
ચોરીનો ભેદ ઉકેલ્યો: અમદાવાદથી 3.75 લાખની 7 રેસીંગ બાઇક ચોરનાર ગેંગના બે ઝડપાયા
અમદાવાદથી ચોરેલી 3.75 લાખ રૂપિયાની સાત બાઇક જપ્ત કરાઇ
LCBએ પોકેટ કોપ એપ્લિકેશનના માધ્યમથી ચોરીનો ભેદ ઉકેલ્યો
દાહોદ જીલ્લામા વાહન ચોરીના બનાવો અટકાવવા તેમજ શોધી કાઢવા ટીમો બનાવી પોકેટ કોપના માધ્યમથી વાહન ચેકીંગની ઝુંબેશ હાથ ધરવા માટે એસ.પી હિતેશ જોયસરે એલ.સી.બી. પી.આઇ. બી.ડી.શાહને માર્ગદર્શન કર્યુ હતું. જે અનુસંધાને રવિવારના રોજ પી.આઇ. શાહ તથા સ્ટાફની ટીમો બનાવી મિલ્કત સબંધી તેમજ વાહનો ચોરીના ગુનાઓ અટકાવવા સારુ લીમડી વિસ્તારમા દેપાડા ગામે લીમડીથી લીમખેડા જતા હાઇવે રસ્તા ઉપર ઓવર બ્રીજ નીચે આવતા જતા વાહનોના નંબરોની પોકેટ કોપ એપ્લીકેશન દ્વારા વાહન ચેકીંગમાં હતા.
રીપોર્ટ: નિલેશ આર નિનામા
(દાહોદ જિલ્લા )