દાહોદમાં 1 માસમાં 100થી વધુ લગ્નો યોજાસે

દાહોદ
2 વર્ષ બાદ ફરી શુભ લગ્ન: દેવઉઠી અગિયારસથી 25 દિવસ માટે 95 ટકા ગાર્ડન, હોટલ, બેન્ડ, કેટરિંગ, ફરાસખાના બુક
દાહોદમાં 1 માસમાં 100થી વધુ લગ્નો યોજાશે : 400થી 500 લોકોને જ તેડવાનું આયોજન પરિવારો દ્વારા કરવામાં આવ્યું
દાહોદમાં દેવઉઠી અગિયારસ સાથે જ શણરાઇયોની ગુંજ શરૂ થશે. લગ્નની સીઝન માટે બજારમાં સંતોષકારક ઘરાકી છે. વેપારી, ગાર્ડન, હોટેલ સંચાલક, કેટરિંગ સંચાલક, મીઠાઇ બનાવનારાના મોઢે મલકાટ છે. વેપારીઓના જણાવ્યા મુજબ કોરોના બાદ પ્રથમ વખત સારી ઘરાકી છે. જિલ્લામાં પણ લગ્નોના આયોજન હોવાથી ત્યાં પણ લગ્નસરાની ખરીદી મોટા પ્રમાણમાં થઇ રહી છે. સૌથી ખાસ વાત એ છે કે લોકો બેફિકર છે અને ખુશ પણ છે. દેવઉઠી અગિયારસથી માંડીને 10 ડિસેમ્બર સુધી લગ્નોના જુદા-જુદા મૂહૂર્ત છે.
રીપોર્ટ: નિલેશ આર નિનામા
(દાહોદ જિલ્લા )