ભાવનગર ખાતે પત્રકાર એકતા સંગઠનનું સ્નેહ મિલન

ભાવનગર ખાતે પત્રકાર એકતા સંગઠનનું સ્નેહ મિલન
Spread the love
  • ગાંધીનગરથી ગૌરાંગ પંડ્યાની ટીમ સહિત પ્રદેશ ઉપપ્રમુખ ગીરવાનસિહ, મહામંત્રી આર.બી રાઠોડની હાજરી…
  • દીપ પ્રાગટ્ય થી કાર્યક્રમ ચાલુ કરી નિયુક્તિ પત્રો આપી નવા સંગઠનની રચના….
  • મિલન કુવાડીયા જિલ્લા પ્રમુખ તરીકે સર્વાનુમતે જાહેર…
  • સૌરાષ્ટ્ર પ્રતિબિંબનાં દીપાવલી અંકનું વિમોચન..
  • જિલ્લાભરમાંથી પત્રકારોની નોંધનીય હાજરી

ભાવનગર સર્કિટ હાઉસ ખાતે ભાવનગર જિલ્લા પત્રકાર એકતા સંગઠનના સ્નેહ મિલનમાં, ખૂબ મોટી સંખ્યામાં પત્રકારો, ગારિયાધાર, પાલીતાણા, મહુવા, તળાજા, વલ્લભીપુર, શિહોર અને ભાવનગર શહેરમાંથી ઉપસ્થિત રહ્યા હતાં. ઝોન-10 નાં પ્રભારી રાજેશ ભાઈ શાહ, બોટાદ પ્રમુખ ધર્મેન્દ્ર લાઠીગરા, ગઢડા નાં પિયુષભાઈ, સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં પ્રદેશ અધ્યક્ષ શ્રી લાભુભાઈ કાત્રોડિયા ,પ્રદેશ ઉપ પ્રમુખ શ્રી ગીર વાન સિહ સરવૈયા, પ્રદેશ મહામંત્રી શ્રી આર બી રાઠોડ, ગાંધીનગરથી ગૌરાંગ પંડ્યા વગેરેએ ખાસ ઉપસ્થિત રહી માર્ગદર્શન આપ્યું હતું. આ પ્રસંગે પૂર્વ ડેપ્યુટી ડીડીઓ બી.જે.સોસા પણ ખાસ આમંત્રણથી હાજર રહ્યા હતા.

 

ગીર વાન સિહ સરવૈયા નાં માર્ગદર્શન, આર.બી.રાઠોડ નું મંતવ્ય,અને ગૌરાંગ પંડ્યા દ્વારા સંગઠન અંગે ચર્ચા બાદ, કાર્યકારી જિલ્લા અધ્યક્ષ ને સર્વાનુમતે પ્રમુખ તરીકે સર્વાનુમતે બહાલી આપી હતી. જેમાં શંખનાદનાં મિલનભાઈ કુવાડીયાની પસંદગી થી ખુશ સૌ સન્માનિત કરવા ઉમટી પડ્યા હતા. પૂર્વ મહામંત્રી શ્રી સંજય ડાભીને જિલ્લા પ્રભારી તરીકે પ્રમોશન આપ્યું હતું. નવનિયુક્ત સૌ હોદ્દેદારોને સન્માનિત કર્યા હતા. સૌરાષ્ટ્ર પ્રતિબિંબ પરિવાર દ્વારા પણ વરિષ્ઠ આગેવાનોનું સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું.

અહેવાલ : ઈમ્તિયાઝ મેમણ (લોકાર્પણ)

Admin

Admin

9909969099
Right Click Disabled!