જામનગરના ખગોળ મંડળ દ્વારા અત્યાધુનિક ટેલિસ્કોપ ઉપરાંત હાઇટેક કેમેરાના માધ્યમથી ‘આકાશ દર્શન’નો કાર્યક્રમ

જામનગરના નભોમંડળમાં સોમવારે સાંજે અલૌકિક અવકાશી ઘટના બની હતી. જેના નિદર્શનનો કાર્યક્રમ જામનગરના ખગોળ મંડળ દ્વારા આયોજન કરાયું હતું. અત્યાધુનિક ટેલિસ્કોપના માધ્યમથી અવકાશી ઘટનાના નિદર્શનનો કાર્યક્રમમાં 250 જેટલા બાળકો જોડાયા હતાં.
જામનગરના નભોમંડળમાં સોમવારના સાંજે 6 વાગ્યે ગુરૂ ગ્રહના ચંદ્ર, અને શનિ ના વલયો, તેમજ શુક્રની કળાનું અવલોકન થાય તે અંગેની અવકાશી ઘટના બની હતી. જેનું અવલોકન કરવા માટે જામનગરના ખગોળ મંડળ દ્વારા અત્યાધુનિક ટેલિસ્કોપ ઉપરાંત હાઇટેક કેમેરાના માધ્યમથી ‘આકાશ દર્શન’નો કાર્યક્રમ બેડેશ્વર વિસ્તારથી ઢીંચડા રોડ પર આવેલી તપોવન વિદ્યાલયમાં રાખવામાં આવ્યો હતો.
તારાઓ, નક્ષત્ર, રાશીનો પણ પરિચય કરાવ્યો હતો. આ ઉપરાંત શર્મિષ્ઠા તારા મંડળ અને અભિજીત, શ્રવણ તથા હંસપૂછ તારાઓનું પણ નિદર્શન કરીને તેનો પરિચય કરાવ્યો હતો અને મોટી સંખ્યામાં બાળકો સહિત વાલીઓ જોડાયા હતાં તેમ જામનગર ખગોળ મંડળના કિરીટ શાહ દ્વારા જણાવાયું હતું.