ભાણવડ નજીક કારની હડફેટે બાઇક સવાર બે પરપ્રાંતિય યુવકોનાં કરૂણ મોત

ભાણવડ નજીક કારની હડફેટે બાઇક સવાર બે પરપ્રાંતિય યુવકોનાં કરૂણ મોત
Spread the love

ભાણવડ-જામનગર ધોરીમાર્ગ પર રવિવારે રાત્રીના પુરપાટ જઇ રહેલી એક મોટરકાર ચાલકે આ માર્ગ પર ડબલ સવારી જઈ રહેલા એક મોટરસાયકલને અડફેટે લેતા તેમાં જઇ રહેલા બે પરપ્રાંતીય શ્રમિકોના કરૂણ મૃત્યુ નિપજ્યા હતા.

આ સમગ્ર બનાવ અંગે ભાણવડ ખાતે રહેતા ત્રિલોકસિંહ મેઘાસિંગ રાવત નામના મૂળ રાજસ્થાનના રહીશ 33 વર્ષીય રાજપૂત યુવાને ભાણવડ પોલીસ મથકમાં ટાટા નેશન કારના ચાલક સામે ધોરણસર ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદમાં જણાવાયા અનુસાર ફરિયાદી ત્રિલોકસિંહની સાથે એક પેઢીમાં કામ કરતા રાજસ્થાન રાજ્યના પ્રતાપગઢ તાલુકાના દેવગઢ પંચાયત ખાતે રહેતા શંકરભાઈ લક્ષ્મણભાઈ મીણા (ઉ.વ.આ. 30) તથા બાલુભાઈ નાકુભાઈ મીણા (ઉ.વ.આ. 23) નામના બે શ્રમિક યુવાનો રવિવારે પેઢીમાં હિસાબનું કામ કરતા ફરિયાદી ત્રિલોકસિંહની પાસેથી રાજસ્થાન પરત જવાનું કહી હિસાબ લઈ અને નીકળ્યા બાદ કોઈ આસામીના જી.જે.10 એ.આર. 7166 નંબરના મોટરસાયકલ પર રાત્રીના આશરે સાડા અગિયાર વાગ્યે ભાણવડ તાલુકાના વેરાળ ગામથી જામનગર તરફ જતા માર્ગે જઈ રહ્યા હતા, ત્યારે આ માર્ગ પરથી પૂરઝડપે અને બેફિકરાઈ પૂર્વક જઈ રહેલા ટાટા નેશન કંપની મોટરકારના ચાલકે બંને શ્રમિકોના મોટરસાયકલ સાથે ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો.
આ ગંભીર અકસ્માતમાં મોટરસાયકલનો બુકડો બોલી ગયો હતો અને મોટરસાયકલ પર જઈ રહેલા શંકરભાઈએ ભાણવડની સરકારી હોસ્પિટલમાં જ્યારે ગંભીર રીતે ઘવાયેલા બાલુભાઈ મીણાને જામનગર લઈ જતા ત્યાં તેમણે પણ અંતિમ શ્વાસ ખેંચ્યા હતા.

આ બંને શ્રમિક યુવાનોના મૃતદેહને અંતિમક્રિયા માટે રાજસ્થાન મોકલી દેવામાં આવ્યા છે. આ સમગ્ર બનાવ અંગે ભાણવડ પોલીસે ટાટા નેશન વાહનના ચાલક સામે આઈ.પી.સી. કલમ 279, 304 (અ) તથા એમ.વી. એકટ મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

images-1.jpeg

Admin

Kapil Methwani

9909969099
Right Click Disabled!