સાબરકાંઠા :હિંમતનગર ના સ્વમિનારાયણ મંદિર ખાતે ગંગા સ્વરૂપ બહેનો તથા વિશિષ્ટ વ્યક્તિ ઓનું સન્માન.

સાબરકાંઠા જિલ્લામાં માન. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની ઉપસ્થિતિમાં ” નાર્યસ્તુ વંદના” કાર્યક્ર્મ યોજાશે.
*હિંમતનગરના સ્વામી નારાયણ મંદિર ખાતે ગંગા સ્વરૂપ બહેનો તથા વિશિષ્ટ વ્યક્તિઓનું સન્માન કરાશે*
*ટાઉન હોલ ખાતે ” આત્મિય સન્માન” દલિત બહેનોનું પૂજન કરાશે*
પૂર્વમંત્રી અને ધારાસભ્યશ્રીના સ્મરાણાર્થે હિંમતનગર તાલુકાની ગંગાસ્વરૂપ બહેનોનું સન્માન કરાશે
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના કાંકણોલ સ્વામિનારાયણ મંદિર ખાતે આજે તા. ૧૦ ડિસેમ્બર ૨૦૨૧ના શુક્ર્વાર સવારે ૧૦:૦૦ કલાકે માન. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની ઉપસ્થિતિમાં ” નાર્યસ્તુ વંદના” કાર્યક્ર્મ યોજાશે. હિંમતનગરના ધારાસભ્યશ્રી રાજેન્દ્રસિંહ ચાવડાના પિતા અને પૂર્વમંત્રી તથા ધારાસભ્યશ્રી સ્વ રણજીતસિંહ ચાવડાના સ્મરાણાર્થે હિંમતનગરની ગંગાસ્વરૂપ બહેનોનું સન્માન કરાશે તથા વિશિષ્ટ સિધ્ધિ હાંસલ કરેલ શનૈકાબેન પી. પટેલ, કુપાલીબેન આર. નાયી, ઉર્વશીબેન જે. પરમાર આ ત્રણ દિકરીઓનું તેમજ ગંગા સ્વરૂપ બહેનોનુ સન્માન કરવામાં આવશે.
આ ઉપરાંત માન. મુખ્યમંત્રીશ્રી હિંમતનગરના ડો. નલીનકાંત ગાંધી ટાઉના હોલ ખાતે અન્ય એક કાર્યક્ર્મમાં સવારે ૧૧:૦૦ કલાકે દલિત મહિલા સંમેલનમાં ઉપસ્થિત રહીને ” આત્મિય સન્માન” દલિત બહેનોનું પૂજન કરાશે. આ કાર્યક્ર્મમાં પ્રદેશ પ્રમુખ શ્રી સી.આર. પાટીલ, સામાજીક ન્યાય અને અધિકારીતા મંત્રીશ્રી પ્રદિપ પરમાર, મહિલા અને બાળ વિકાસ મંત્રીશ્રી શ્રીમતી મનીષાબેન વકીલ તથા ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષ સંધવી ઉપસ્થિત રહેશે.
રિપોર્ટ સત્યમ ભાટ