સાબરકાંઠા :જિલ્લાના હિંમતનગર ના કાંકણોલ સ્વામિનારાયણ મંદિર ખાતે નાર્યસ્તુ વંદના કાર્યક્રમનું આયોજન…

આજ રોજ 10/12/2021 ને સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના કાંકણોલ સ્વામિનારાયણ મંદિર ખાતે માન. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ સાહેબ, પ્રદેશ પ્રમુખ શ્રી સી.આર. પાટીલ, ઉપસ્થિતિમાં ગુજરાત સરકારના પૂર્વ મંત્રી અને ધારાસભ્યા સ્વ. શ્રી રણજીતસિંહ ચાવડાના સ્મરાણાર્થે ” નાર્યસ્તુ વંદના” કાર્યક્રમનું આયોજન કરવામા આવ્યું હતું.
હિંમતનગરની ગંગાસ્વરૂપ બહેનોનું સન્માન કરવામા આવ્યું તથા વિશિષ્ટ સિધ્ધિ હાંસલ કરેલ શનૈકાબેન પી. પટેલ, કુપાલીબેન આર. નાયી, ઉર્વશીબેન જે. પરમાર આ ત્રણ દિકરીઓનું સન્માન કરવામાં આવ્યું . તેમજ ૪૪૫૦ ગંગા સ્વરૂપ બહેનોને સરકારી લાભ આપવામાં કરવામા આવ્યો.
આ કાર્યક્ર્મમાં સામાજીક ન્યાય અને અધિકારીતા મંત્રીશ્રી પ્રદિપ પરમાર, મહિલા અને બાળ કલ્યાણ મંત્રીશ્રી શ્રીમતી મનીષાબેન વકીલ, રાજ્યકક્ષાના મંત્રી શ્રી ગજેન્દ્રસિંહ પરમાર, શ્રી કુબેરભાઈ ડીંડોર, જિલ્લા પ્રમુખ શ્રી જેડી પટેલ, સાંસદ શ્રી દીપસિંહ રાઠોડ, શ્રી રમીલાબેન બારા, ધારાસભ્ય શ્રી હિતું કનોડીયા, પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ શ્રી કું. કૌશલ્યા કુવરબા પરમાર, પ્રભારી શ્રી ભરતભાઇ આર્યા, શ્રી રેખાબેન ચોધરી, તાલુકા ભાજપ પ્રમુખ શ્રી હસમુખભાઇ પટેલ, જિલ્લા મહામંત્રી શ્રી, જિલ્લા મંત્રી શ્રી, આગેવાનો હોદ્દેદારો, કાર્યકર્તા મિત્રો તેમજ મોટી સંખ્યા માં નગરજનો ઉપસ્થિત
રહ્યા.
રિપોર્ટ : અશોકસિંહ લોકાર્પણ