સાબરકાંઠા :હિંમતનગર ખાતે નાર્ય વંદના કાર્યક્રમ…

સાબરકાંઠા :હિંમતનગર ખાતે નાર્ય વંદના કાર્યક્રમ…
Spread the love

નાર્યસ્તુ વંદના કાર્યક્રમ’ની સાથે સાથે
નાર્યસ્તુ વંદના કાર્યક્રમમાં ઉપસ્થિત સામાજીક ન્યાય અને અધિકારીતા મંત્રી શ્રી પ્રદિપ પરમારે જણાવ્યું હતું કે, ધારાસભ્ય શ્રી રાજેન્દ્રસિંહ ચાવડા ‘નાર્યસ્તુ વંદના‘ કાર્યક્રમ યોજીને ગંગાસ્વરૂપ બહેનાના દુખમાં સહભાગી બન્યા છે. પતિના વિદાય પછી પરિવાર ની સમગ્ર જવાબદારીનું વહન બહેન કરતી હોય છે ત્યારે આવી વિષમ પરિસ્થિતમાં પણ તેમણે મદદરૂપ થવા સરકાર હંમેશા પડખે રહી છે.

કાર્યક્રમમાં ઉપસ્થિત મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રીમતી મનીષાબેન વકીલે જણાવ્યું હતું કે, પ્રાચીનકાળમાં નારીઓ શક્તિ સ્વરૂપે અવતરણ કરી દૈત્યોનો નાશ કર્યો હતો, નારી પોતાના રક્ષણ માટે સક્ષમ છે. ભાજપ સરકારના શાસનમાં મહિલાઓની દરકાર કરી અલગથી વિભાગ કાર્યરત કરવામાં આવ્યો. અગાઉના વર્ષોમાં મહિલાઓના ઉત્કર્ષ માટે રૂ. ૪૫૦ કરોડ ફાળવવામાં આવતા હતા પરંતુ આજે રૂ. ૩૫૦૦ કરોડથી વધુની જોગવાઇ કરવામાં આવી છે. બહેનો આત્મનિર્ભર બને તે દિશામાં રાજ્ય સરકાર કામ કરી રહી છે. ગંગા સ્વરૂપ બહેનોને રૂ. ૧૪૫૦ કરોડથી વધુની સહાય પુરી પાડવામાં આવી રહી છે. તેમણે સ્થાનિક સ્વરાજના શાસનમાં મહિલાઓની ભાગીદારી તથા નોકરીમાં અનામત અને અભયમ સહિતની મહિલાલક્ષી યોજનાઓની વિસ્તૃત સમજ આપી હતી.
આ પ્રસંગે જિલ્લા પ્રભારી મંત્રી શ્રી કુબેરભાઇ ડિંડોરે જણાવ્યું હતું કે, રાજય સરકાર દ્વારા દિકરી ના જન્મથી લઇ લગ્ન સહિતના તમામ પ્રસંગે સહાય મળી રહે તે માટે વિવિધ યોજનાઓ અમલી બનાવી છે. જેમાં સુકન્યા સમૃધ્ધિ થી લઇ કુંવરબાઇનું મામેરૂ અને મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ સહિતની ૧૪૮ જેટલી યોજનાઓ મહિલાલક્ષી હોવાનું તેમણે જણાવ્યું હતું.
હિંમતનગરના ધારાસભ્ય શ્રી રાજેન્દ્રસિંહ ચાવડાએ નાર્યસ્તુ વંદના કાર્યક્રમનો વિચારબીજ શ્રી સી.આર. પાટીલે રોપ્યો હોવાનું જણાવતા કહ્યુ હતું કે, મારા પિતા ૧૩ વર્ષના જાહેરજીવનમાં સમાજપયોગી કરાયેલા કામો તેમજ ગરીબ વિધવા મહિલાઓનું સન્માન થકી શ્રધ્ધાજંલિ અર્પણ કરવાનો નમ્ર પ્રયાસ કર્યો છે. આ સેવા યજ્ઞમાં જોડાયેલા હિંમતનગર તાલુકાના તલાટી, આંગણવાડી કાર્યકર, આશા કાર્યકર અને તેડાગર બહેનો, ગંગા સ્વરૂપ બહેનોને સહાય પુરી પાડવામાં મદદરૂપ થઇ સામાજીક જવાબદારી નિભાવી છે. ઉપરાંત કાર્યક્રમમાં ઉપસ્થિત મુખ્યમંત્રી સહિત તમામ લોકોનો આભાર વ્યકત કર્યો હતો.

રિપોર્ટ અર્જુન ભાટ

IMG-20211210-WA0039.jpg

Admin

Devendrasinh Zala

9909969099
Right Click Disabled!