સાબરકાંઠા :હિંમતનગર ટાઉન હોલખાતે સેવાપ્રતિભા સ્વં શ્રી રણજીતસિંહ ચાવડા ના સમરણાથે દલિત મહિલાનું સન્માન..

સાબરકાંઠા :હિંમતનગર ટાઉન હોલખાતે સેવાપ્રતિભા સ્વં શ્રી રણજીતસિંહ ચાવડા ના સમરણાથે દલિત મહિલાનું સન્માન..
Spread the love

નારીનું સન્માન ત્યાં દેવતાઓનો વાસ રહે છે
-મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ
શિક્ષણ ના કારણે દલિત દીકરીઓ અન્ય સમાજની સાથે કદમ મિલાવી રહી છે
-પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલ
હિંમતનગર ટાઉન હોલ ખાતે સેવાપ્રતિભા સ્વ. શ્રીરણજીતસિંહ ચાવડા ના સ્મરણાર્થે દલિત મહિલા સન્માન સંમેલનમાં પાંચ દલિત મહિલાઓનું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર. પાટીલ અને મંત્રીશ્રીઓ દ્વારા પગ ધોઇ પૂજન કર્યું હતું.
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે બે અનોખા કાર્યક્રમો યોજાયા હતા. એક સ્વામિનારાયણ મંદિર ખાતે ગંગાસ્વરૂપ બહેનોને લાભાન્વિત કરવાનો અને બીજો કાર્યક્રમ હિંમતનગર ટાઉન હોલ ખાતે દલિત મહિલા સમાજ સન્માનનો કાર્યક્રમમાં માન. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં યોજાયું હતું. જેમાં ગુજરાત પ્રદેશના અધ્યક્ષશ્રી સી. આર. પાટીલ, પ્રભારી મંત્રીશ્રી કુબેરભાઈ ડીડોર, સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રીશ્રી પ્રદિપભાઇ પરમાર, રાજ્યકક્ષાના અન્ન અને નાગરિક પુરવઠા મંત્રીશ્રી ગજેન્દ્રસિંહ પરમાર, મહિલા અને બાળ કલ્યાણ મંત્રી શ્રી મનીષાબેન વકીલ, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી જે.ડી. પટેલ, હિંમતનગર ધારાસભ્યશ્રી રાજેન્દ્રસિંહ ચાવડા, ઇડરના ધારાસભ્યશ્રી હિતુ કનોડીયા,પૂર્વમંત્રીશ્રી રમણલાલ વોરા, રાષ્ટીય મહિલા આયોગના રાજુલ દેસાઇ અને રાષ્ટીય મહિલા મોરચાના કૌશલ્યા કુંવરબા, અનુસૂચિત મોરચાના આગેવાનો અને સંગઠનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.
મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા દલિત મહિલાઓને ચરણ પખાળી પૂજન કર્યું હતું. સાથે મહાનુભાવો દ્વારા પાંચ દલિત મહિલાઓનું પૂજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે જણાવ્યું હતું કે, જ્યાં નારીનું સન્માન થાય છે ત્યાં દેવતાઓનો વાસ રહે છે. આજે હિંમતનગરના ધારાસભ્યશ્રી રાજેન્દ્રસિંહ ચાવડાએ અનોખી પહેલ કરીને ચૂંટાયેલા પ્રતિનિધિએ પોતાના મત વિસ્તારમાં તેમના પિતા સ્વ રણજીતસિંહ ચાવડા ના સ્મરણાર્થે જાગૃતતાપૂર્વક સંવેદનશીલ કાર્યક્રમ કર્યો છે. તેને બિરદાવી અભિનંદન પાઠવું છું. ભારતીય સંસ્કૃતિમાં નારીને એક આગવું સ્થાન આપવામાં આવ્યું છે. જય સીતારામ, રાધાકૃષ્ણ, ઉમા મહેશ મળીએ ત્યારે બોલીએ છીએ તેની પરંપરા આગળ ધપાવી ભારતીય જનતા પાર્ટીએ અનોખી પહેલ કરી છે. આજે મહિલાઓને પુરુષ સમોવડી ઘણી દરજ્જો આપવામાં આવ્યો છે ગુજરાતની નારી બિચારી બાપડી રહી નથી નારી એ તો તેજસ્વિતાનું પ્રતિક છે. આજે અહીં મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહીને મને જે સન્માનવાનો અવસર મળ્યો છે તેની ધન્યતા અનુભવું છું અને આયોજકોનો આભાર વ્યક્ત કરું છું. તેઓએ વધુમાં ઉમેર્યુ કે કોઈ જાતિ ધર્મ જ્ઞાતિનો સામનો કરવો પડે તેવું નહીં સદભાવનાની જ્યોત પ્રગટાવીએ. છોડમાં રણછોડ આપણે કહીએ છીએ તેમ આપણે એકબીજામાં રણછોડના દર્શન કરીએ. સૌને સમાન જોઈએ, સૌને પ્રગતિના અવસર આપી આગળ વધીએ.
આ પ્રસંગે ભાજપ પ્રદેશ અધ્યક્ષ શ્રી સી. આર. પાટીલે જણાવ્યું હતું કે, આજે દલીતની દીકરીઓ પણ શિક્ષણ થકી અન્ય સમાજની હરોળમાં ઊભા રહી કદમ મિલાવી રહી છે. દલિત સમાજ વર્ષોથી લોકોની સ્વચ્છતા માટે કામ કરી રહ્યો છે. પોતાની જાતને ઘસી નાખી છે રોગચાળામાં પણ આપણને સ્વસ્થ રાખવા નું કામ કર્યું છે. કચરો ઘરે ઘરેથી લે છે તેઓ ન આવે તો લોકો તેમને શોધતા હોય છે આજે ભારતીય જનતા પાર્ટી એ દલિતોને ઉચીત સન્માન આપ્યું છે. મેં પહેલા અને અત્યારે પણ દલિત લોકોને પોતાના ઘરે બોલાવી જમાડવાની ઘરમાં આત્મીયતા વધે તેવા પ્રયાસો કરવા સૌને આહવાન કર્યું છે. અને આને કારણે દલિત અને અન્ય સમાજ વચ્ચે નું અંતર ઘટશે કાર્યકરોને કહ્યું છે કે દલિતોને તેમના અધિકારો અપાવવા સરકારી યોજનાઓનો લાભ અપાવવા સૌને અપીલ કરું છું. ભેદભાવો જરાય ચલાવી લઈશું નહીં. તેમણે વધુમાં ઉમેર્યું કે કુંભમેળામાં દલિત લોકોની સ્વચ્છતાને કારણે આપણને પ્રતિષ્ઠા મળી છે. તેને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દલિતોના પગ ધોઇ અને ઉચીત સન્માન આપ્યું છે તે કાયમ બની રહે. અહીં પાંચ મહિલાઓના પગ પખારવાના અવસરે ધન્યતા અનુભવું છું અને ધારાસભ્યશ્રી ને આ વિચાર આવ્યો તેને બિરદાવું છું.
આ પ્રસંગે હિંમતનગરના ધારાસભ્ય શ્રી રાજેન્દ્ર ચાવડાએ જણાવ્યું હતું કે, પંડિત દિનદયાળના માનવ એકાત્મકતા, સ્વરાજ્થી સુરાજ તરફની પહેલને બિરદાવું છું અને સી.આર. પાટીલના દ્રષ્ટિકોણને બિરદાવી અભિનંદન પાઠવું છું. તેમના વિચારોમાંથી મને પ્રેરણા મળી અને સૌ ઉપસ્થિત દલિત માતા બહેનોનો પણ આભાર માનું છું. આ પ્રસંગે ઈડરના ધારાસભ્ય શ્રી હિતુભાઈ કનોડિયા અને પૂર્વમંત્રી અને પૂર્વ વિધાનસભાના અધ્યક્ષ શ્રી રમણલાલ વોરાએ પ્રાસંગિક પ્રવચન કરીને ડૉ.બાબાસાહેબ આંબેડકરની વિચારધારાને દ્રષ્ટાંત ટાંકી પ્રેરક માર્ગદર્શન કર્યું હતું.
આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, પ્રદેશ અધ્યક્ષ શ્રી સી. આર. પાટીલનું અનુસૂચિત જાતિના વિવિધ મોરચાઓ દ્વારા સ્વાગત સન્માન કરી મોમેન્ટો અર્પણ કર્યા હતા. આ પ્રસંગે વિશાળ સંખ્યામાં મહાનુભવો, લોકો, મહિલાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટ સત્યમ ભાટ

IMG-20211210-WA0037.jpg

Admin

Devendrasinh Zala

9909969099
Right Click Disabled!