જામનગરમાં માસ્ક ન પહેરનારા 100 થી વધુ લોકો પાસેથી દંડ વસુલાયો

જામનગરમાં છેલ્લા થોડા દિવસોથી કોરોનાના તેમજ ઓમિક્રોનના કેસ નોંધાઈ રહ્યા હોવાથી પોલીસ ફરી હરકતમાં આવી હોય તેમ માસ્ક ન પહેરનાર શહેરના 109 લોકો દંડાયા છે અને 1.09 લાખનો દંડ વસુલ કરવામાં આવ્યો છે. કોવીડની ગાઈડ લાઈનના પાલન કરાવવામાં આવે છે. જામનગર શહેર-જિલ્લામાં છેલ્લા 14 દિવસમાં કોરોનાના 59 કેસ અને ઓમિક્રોનના 3 કેસ નોંધાતા આરોગ્ય તંત્રમાં દોડધામ મચી જવા પામી છે.
કોરોના વધુ વિસ્ફોટ ન થાય તે માટે તંત્ર હારા સાવચેતીના પગલા લેવામાં આવી રહ્યા છે. ત્યારે પોલીસ તંત્ર દ્વારા પણ કોવીડની ગાઈડ લાઈન મુજબ માસ્ક ન પહેરનાર સામે દંડાત્મક કામગીરી કરવામાં આવી રહી છે. જેમાં માસ્ક ન પહેરી નિયમનો ભંગ કરનાર સીટી એ ડિવિઝનમાં 32, સીટી બીમાં 36 અને સીટી સીમાં ર9 અને ટ્રાફીક શાખામાં 12 લોકો મળીને કુલ 109 લોકો સામે દંડાત્મક કાર્યવાહી કરીને રૂ.1.09 લાખનો દંડ વસુલ કરવામાં આવ્યો છે.
જ્યારે સોશ્યલ ડીસ્ટન્સ ભંગ કરનાર સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે અને સરકારી નિયમ મળેલી છુટછાટ મુજબ કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે શહેરમાં જુદા-જુદા વિસ્તારોમાં યોજાતી ગુજરી બજારો પણ બંધ કરાવવામાં આવે છે. જ્યારે કોરોનાના કેસ વધતા મોટા ભાગના લોકો કોવીડની ગાઈડ લાઈનનું પાલન અનુસરવા લાગ્યા છે.