ભરૂચના આમોદ તાલુકાના કાંકરિયા ગામના ધર્માંતરણ કેસમાં વધુ 6 આરોપીઓની ધરપકડ

ભરૂચના આમોદ તાલુકાના કાંકરિયા ગામના ધર્માંતરણ કેસમાં વધુ 6 આરોપીઓની ધરપકડ
Spread the love

ભરૂચ: આમોદ પોલીસ સ્ટેશનનાં કાંકરીયા ગામના ધર્માંતરણની ગેરકાયદેસર પ્રવૃત્તિ બાબતે અગાઉ કુલ -૦૪ આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે. જેના નામ આ મુજબ છે. (૧) અબ્દુલ અજીજ પટેલ (અજીતભાઈ છગનભાઈ વસાવા) (૨) યુસુફભાઈ જીવણભાઈ પટેલ (મહેન્દ્રભાઈ જીવણભાઈ વસાવા) (૩) ઐયુબ બરકત પટેલ (રમણભાઈ બરકતભાઈ વસાવા) (૪) ઇબ્રાહીમ પુના પટેલ (જીતુભાઈ પુનાભાઈ વસાવા ) તમામ રહે કાંકરીયા, તા.આમોદ, જિ.ભરૂચ. આ આરોપીઓની જામીન અરજી નામદાર કોર્ટે રદ્દ કરતાં હાલ આ આરોપીઓ જ્યુડિશયલ કસ્ટડીમાં છે.
ઉપરોક્ત ગુન્હાની તપાસ દરમ્યાન બીજા ખુલવા પામતા આરોપીઓની શોધ તપાસ કરતા નીચે મુજબના કુલ -૦૬ આરોપીઓ મળી આવેલ છે. તેઓ તમામની ધોરણસર અટક કરી નામદાર કોર્ટમાં આજરોજ દિન-૧૪ ના રિમાન્ડ રિપોર્ટ સાથે રજુ કરવામાં આવનાર છે.

આરોપીઓના નામની વિગત:- (૧) યાકુબ ઈબ્રાહીમ શંકર રહે.- પાંજરાપોળ ઓફિસની પાસે માલીનો ટેકરો સમી તા.સમી જિ.પાટણ (૨) રીઝવાન મહેબુબભાઈ પટેલ રહે.- ધનજીશા જીન પાલેજ જિ.ભરૂચ (૩) ઠાકોરભાઈ ગીરધરભાઈ વસાવા રહે.- પુરસા નવી નગરીની સામે સીફા રેસીડેન્સી તા.આમોદ જિ.ભરૂચ (૪) સાજીદભાઈ અહમદભાઈ પટેલ રહે.- અમીજી સ્ટ્રીટ આછોદ તા.આમોદ જિ.ભરૂચ (૫) યુસુફ વલી હસન પટેલ રહે.- બચ્ચોકા ઘર ચાર રસ્તા તા.આમોદ જિ.ભરૂચ (૬) ઐયુબ બસીરભાઈ પટેલ રહે.-૧૦, નુરાની સોસાયટી જંબુસર એસ.ટી. ડેપો કાવી રીંગ રોડ તા.જંબુસર જિ.ભરૂચ

ઉપરોક્ત આરોપીઓ પૈકી આરોપી નં. (૧) અને (૨) નાઓ દ્વારા કુલ અંદાજિત રકમ રૂ.૧૪,૦૦,૦૦૦/- જેટલી માતબર રકમ કાંકરીયા ગામે ઈબાદત ગાહ બનાવવા તેમજ લોભ લાલચના ભાગરૂપે ધર્માંતરણ પામેલા નાગરિકોને રોકડ સહાય કરવામાં આવેલ છે.

આરોપી નં. (૩) જેઓ આજથી આશરે ૧૮ થી ૨૦ વર્ષ પહેલા સૌ પ્રથમ હિન્દુ નાગરિકમાં થી મુસ્લિમ ધર્મ અંગીકાર કરેલો છે. તેઓ પણ આર્થિક રીતે નિ:સહાય હોય (ગરીબ) લોભ-લાલચ પ્રહલોભનથી પ્રભાવિત થઈ ના છુટકે મજબુરીથી અને ઈચ્છા વિરૂદ્ધ તેમજ કલેક્ટરશ્રી ઍ પરવાનગી વગર હિન્દુમાં થી મુસ્લિમ ધર્મ અપનાવેલ છે. આ ઈસમની મુખ્ય ભુમીકા એવી છે કે કાંકરીયા ગામના સમગ્ર ધર્માંતરણની ગેરકાયદેસર પ્રવૃત્તિ માં અન્ય હિન્દુ પરિવારને મુસ્લિમ ધર્મ અંગીકાર કરાવડાવવા આ ઈસમ અગ્રેસર તેમજ પ્રવર્તક બની ચુકેલ છે. એટલે કે આ ઈસમની ધર્માંતરણની ગેરકાયદેસર પ્રવૃત્તિ માં અત્યંત શરૂઆતની મુખ્ય ભુમીકા ભજવેલ છે.

આરોપી નં. (૪) અને (૫) તેઓ આછોદ ગામના બૈતુલમાલ ટ્રસ્ટના હોદ્દેદારો છે. તેઓ બરોડા સીટી ડી.સી.બી.પો.સ્ટે.ના ગુ.ર.નં.૦૦૧૩/૨૦૨૧ નો આરોપી સલાઉદ્દીન શેખના આફમી ચેરીટેબલ ટ્રસ્ટ પાસેથી અંદાજીત રકમ રૂ.૩,૭૧,૦૦૦/- જેટલી મતબર રકમ મેળવી ટ્રસ્ટમાં ભળતા માણસોના નામે બનાવતી રસીદો બનાવી જેમાં રૂ.૧૦૦-, રૂ.૨૦૦/-, રૂ.૫૦૦/-, રૂ.૧૦૦૦/- વિગેરે પ્રકારે નાની-નાની રકમોમાં વહેંચણી કરી આ રકમ ખોટી રીતે દર્શાવી વાસ્તવમાં આ રકમ કાંકરીયા ગામના ધર્માંતરણની ગેરકાયદેસર પ્રવૃત્તિ માં વપરાયેલ છે.

આરોપી નં.(૬) જંબુસરની મહમ્મદી મસ્જીદમાં કર્તાહર્તા છે. તેઓની આ મસ્જીદમાં કાંકરીયા ગામના ધર્માંતરણ પામેલ નાગરીકોને આર્થિક સહાય, ખાણી-પીણીની વસ્તુઓ, જીવન જરૂરીયાતની વસ્તુઓ વિગેરેની લોભ લાલચ, પ્રહલોભન આપી આ પોતાની દેખરેખ હેઠળની મસ્જીદમાં જુમ્માની નમાજ પઢવા માટે નાગરીકોને બળજબરી તેમજ લાલચ આપી બોલાવવામાં આવતા એટલુ જ નહિ વધુમાં આ મસ્જીદમાં મૌલવીઓ દ્વારા તેમજ તેઓ પોતાના દ્વારા હિન્દુ ધર્મમાં નફરત પેદા થાય તેવુ ભાષણ કરી મુસ્લિમ ધર્મનો જબરદસ્તીથી જ્ઞાન આપી મુખ્ય ભુમિકા ભજવેલ છે.

આ ગુનાની તપાસ દરમિયાન ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમ ૬.૪-ગ તથા આઈ.ટી.એકટ ૨૦૦૦ ની કલમ ૮૪-સી નો ઉમેરો કરવામાં આવેલ છે.

આ ગુનામાં ઉપર મુજબના આરોપીઓ દ્વારા એકત્ર કરેલ અંદાજીત ફંડ રૂ.૧૪,૦૦,૦૦૦/- ની રકમ પૈકીની રૂ.૭,૦૦,૦૦૦/- જેટલી રકમ રીજવાન દ્વારા બહેરીન (વિદેશ) ખાતેના ઈસ્માઈલ નામના ઈસમ પાસેથી બેંક ટુ બેંક રકમ મેળવવામાં આવેલ છે તથા અન્ય રકમ અલગ-અલગ મુસ્લિમ સંપ્રદાયના નાગરીકો પાસેથી જકાતના ભાગરૂપે મેળવેલી છે.

રિપોર્ટ:- મનિષ કંસારા

IMG-20211216-WA0068.jpg

Admin

Manish Kansara

9909969099
Right Click Disabled!