ભાવનગર કોળી સેના દ્વારા મોડી રાતે ધાબળા વિતરણ કરવામાં આવ્યું

ભાવનગર કોળી સેના દ્વારા મોડી રાતે ધાબળા વિતરણ કરવામાં આવ્યું
Spread the love

કાતિલ ઠંડીમાં સેવાના સથવારે ગરીબોની રાત ટૂંકી બનાવતી કોળી સેના
જ્યારે – જ્યારે ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને મુશ્કેલી કે ભીડ પડે છે ત્યારે ભગવાન તો તેમની મદદ કરવાં આવી શકતાં નથી પણ ભગવાનના હાથ બની સેવાભાવી લોકો ચોક્કસ મદદમાં આવી જાય છે.

ભાવનગર કોળી સેના દ્વારા જાણીતા સેવાભાવી અને ભાવનગર શહેર કોળી સેનાના પ્રમુખશ્રી કાળુભાઈ જાંબુચાના નેતૃત્વમાં મોડી રાતે ભાવનગરના રોડ- રસ્તા પર ઠંડીમાં ઠૂઠવાતા ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોને રાતના અંધારામાં, કડકડતી ઠંડીમાં ધાબળા વિતરણ કરવામાં આવ્યું હતું.

ભાવનગર કોળી સેના દ્વારા માનવતાનો સાદ સાંભળી ભાંગ્યાના ભેરુ બની અત્યારે જ્યારે કાતિલ ઠંડીનો માહોલ છે ત્યાં આ ઠંડીનો ગરીબ ગુરબાઓ સામનો કરી શકે તે માટે અડધી રાતે મદદે આવ્યાં હતાં.

કાળુભાઈ જાંબુચા સાથે કોળી સેનાની ટીમના વિષ્ણુભાઈ કાંબડ, હર્ષદભાઈ સોલંકી, હિરેન ભાઈ વાઘેલા ,વિમલભાઈ બારૈયા, ભરતભાઈ ચુડાસમા, રમેશભાઈ જાદવ, ચેતન બાટીયા, રાજુભાઈ સોલંકી સાથે મળીને સંપૂર્ણ ટીમે આ ધાબળા વિતરણ કરીને ગરીબોની બન્યાં હતાં.

ઈમ્તિયાઝ હવેજ,ભાવનગર

IMG-20211218-WA0078-0.jpg IMG-20211218-WA0079-1.jpg

Admin

Imtiyaj Havej

9909969099
Right Click Disabled!