જામનગરમાં યુવક કોંગ્રેસ તેમજ એનએસયુઆઇ દ્વારા ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ આસિત વોરા પર ખોટી નોટોનો વરસાદ કરાયો

જામનગર માં યુવક કોંગ્રેસ તેમજ એનએસયુઆઇ દ્વારા ગૌણ પસંદગી મંડળના અધ્યક્ષ આશિત વોરા પર પેપર લીક કાંડના મામલે ખોટી ચલણી નોટો ફેંકી વિશેષ આશ્ચર્યજનક કાર્યક્રમ આપવામાં આવ્યો હતો, અને તેના રાજીનામાની માગણી કરવામાં આવી છે.
ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ આશિત વોરાની રાજીનામાની માગણી સાથે આજે જામનગર શહેર યુવક કોંગ્રેસ તેમજ એનએસયુઆઇ દ્વારા ડીકેવી સર્કલ પાસે પેપર લીક કાંડના મામલે આશીત વોરાના રાજીનામાંની માગણી કર્યા પછી તેનું કટાઉટ મૂકીને તેના પર બનાવટી ચલણી નોટોનો વરસાદ કરવામાં આવ્યો હતો.
સાથો સાથ એક બાળકને પાટી સાથે ઉભા રાખીને શું આવા પેપર આમારી સાથે પણ બનશે? તેવી બાળકના માધ્યમથી રજૂઆત કરવામાં આવી હતી. જેને લઇને લોકોમાં કુતૂહલ પ્રસર્યું હતું.