જામનગર : વોર્ડ.નં.12ના પૂર અસરગ્રસ્ત લોકોને હજુ સુધી સહાય ન ચુકવાતા આક્રોશ

જામનગરમાં અતિવૃષ્ટિથી થયેલા વ્યાપક નુકસાન અંગે અસરગ્રસ્તોને વળતર ચૂકવવાની માંગણી સામે મુખ્યમંત્રીને ઉદ્દેશીને લખવામાં આવેલા આવેદનપત્ર શહેર મામલતદારને પાઠવાયું હતું. જામનગરના કોંગ્રેસના કોર્પોરેટર અને પૂર્વ વિપક્ષી નેતા અસ્લમ ખીલજીની આગેવાનીમાં આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી કે, તા. 13/9/21ના મહા5ાલિકાના અધિકારીઓની બેદરકારીના કારણે અતિવૃષ્ટિનો અનેક લોકો ભોગ બન્યા હતા. વોર્ડ નંબર બારમાં ઘાંચીવાડ, ગુજરાતીવાડ, પટણીવાડ, વ્હોરાવાડ વગેરે વિસ્તારોમાં ભયંકર તબાહી મચી જવા પામી હતી. અનેક લોકોના જાન-માલને નુકસાન થયુું હતું. લોકોના ઘર 20 ફુટ પાણીમાં ડુબ્યા હતા. આ અંગે તંત્ર દ્વારા સર્વે પણ કરવામાં આવ્યો હતો. અમારા વિસ્તારમાં 8000 થી પણ વધુ ફોર્મ ભરાયા હતા. જેને 60 દિવસનો સમય વિતી ચૂકયો છે. છતાં પણ 10 ટકા પરિવારને 3800 સહાય મળી છે. જે ગરીબોની મશ્કરી સમાન છે. જે ઘરમાં પાણીમાં ડૂબી જવાથી મૃત્યુ થયેલ છે તેને એક રૃપિયો પણ સહાય મળી નથી. ઘરની નુકસાની અંગે મામલતદારે જાત નિરીક્ષણ કર્યું હતું. રોજકામ કરાયું હતું. છતા પણ સહાય મળી નથી. આથી વોર્ડ નંબર 12માં લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. બાકી રહેલા આશરે 6000 લોકોને તાત્કાલિક ધોરણે સહાય ચૂકવી આપવી જોઈએ. અન્યથા ઉગ્ર આંદોલન કરવામાં આવશે. અસલમ ખિલજીની આ રજૂઆત સમયે શહેર યુવક કોંગ્રેસ પ્રમુખ ડો. તૌસિફખાન પઠાણ, શક્તિસિંહ જેઠવા, મહિપાલસિંહ જાડેજા, સહારાબેન મકવાણા સહિતનાઓ જોડાયા હતા.