જામનગર : દરેડ નજીક ટ્રેલર-સ્કોર્પીયો અને રીક્ષા વચ્ચે ત્રિપલ અકસ્માત

જામનગરના દરેડ નજીક ગઇકાલે બપોર બાદ ટ્રકનું ટ્રેલર છુટુ પડી જતા સ્કોર્પીયો અને રીક્ષા હડફેટે ચડયા હતા, ત્રણેય વાહનો આજુબાજુ ગોથા ખાઇ ગયા હતા, ત્રિપલ અકસ્માતના કારણે વાહનોમાં નુકશાન થયુ હતું અને અહીંથી પસાર થનારાઓ એકત્ર થઇ ગયા હતા, થોડો સમય ટ્રાફિક વ્યવહારને અસર પહોંચી હતી. દરમ્યાન પંચ-બીની પોલીસ ટુકડી સ્થળ પર દોડી જઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી, સદનશીબે મોટી દુર્ઘટના સહેજમાં ટળી હતી.