કાલાવડ નજીક ખડધોરાજી ગામ ના પાટીયા પાસે કાર અને ટ્રેક્ટર વચ્ચે ગોઝારો અકસ્માત : 1 નું મોત 1 ને ઈજા

કાલાવડ નજીક ખડધોરાજી ગામ ના પાટીયા પાસે કાર અને ટ્રેક્ટર વચ્ચે ગોઝારો અકસ્માત : 1 નું મોત 1 ને ઈજા
Spread the love

જામનગર કાલાવડ ધોરીમાર્ગ પર ખડધોરાજી ગામના પાટિયા પાસે ટ્રેકટર અને કાર વચ્ચે ગોઝારો અકસ્માત સર્જાયો હતો.જેમાં કારના ચાલકનું સ્થળ પર જ કરૂણ મૃત્યુ નિપજ્યું હતું, જ્યારે તેના મિત્રને ઇજા થઇ છે. પોલીસે ટ્રેક્ટર ચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે કાલાવડ તાલુકાના નિકાવા ગામ માં રહેતો પ્રશાંત જયંતીભાઈ મુછડીયા નામનો 21 વર્ષનો યુવાન પોતાના મિત્ર નિખિલ સુરેશભાઈ પરમાર સાથે નિકાવા ગામના પ્રવીણભાઈ પરમાર ની જી.જે.-૩ ડી.એન. 9544 નંબરની કાર લઈને નિકાવા થી ચાંદલી ગામ તરફ જઈ રહ્યા હતા.

જે દરમિયાન ખડધોરાજી ગામના પાટિયા પાસે સામેથી પૂરપાટ વેગે આવી રહેલા જી.જે.-1૦ બી.આર. 3368 નંબરના ટ્રેકટરના ચાલકે કારને ઠોકરે ચડાવી દેતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.

જે અકસ્માતમાં પ્રશાંતભાઈ મુછડીયા નું ગંભીર ઈજા થવાના કારણે ઘટનાસ્થળે જ કરુણ મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે તેના મિત્ર નિખિલ સુરેશભાઈ પરમાર ને ઈજા થઈ છે.

આ અકસ્માતના બનાવ અંગે મૃતકના પિતા જયંતીભાઈ માધા ભાઈ મુછડીયાએ ટ્રેક્ટર ચાલક સામે અકસ્માત સર્જવા અંગે ફરિયાદ નોંધાવતાં કાલાવડ ગ્રામ્ય પોલીસે ટ્રેક્ટરના ચાલક ધનજીભાઈ શામજીભાઈ પરમાર સામે ગુનો નોંધી તેની અટકાયત કરી લીધી છે, અને ટ્રેક્ટર કબજે કર્યું છે.

xaccident-1639116425-jpg-pagespeed-ic-e7yfitx4zi-1639123606.jpg

Admin

Kapil Methwani

9909969099
Right Click Disabled!