અમરેલીનાં મોંણપુર ગામે શ્રી શાકોત્સવ દ્વિશતાબ્દી મહોત્સવની ઉજવણી

અમરેલીનાં મોંણપુર ગામે શ્રી શાકોત્સવ દ્વિશતાબ્દી મહોત્સવની ઉજવણી
અમરેલી તાલુકાનાં મોંણપુર ગામે શ્રી ન્રુગેન્દ્રપ્રસાદજી મહારાજનાં સાનિધ્યમાં શ્રી શાકોત્સવ દ્વિશતાબ્દી મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.
અમરેલી તાલુકાનાં મોંણપુર ગામે મેરામભાઇ આહીર તેમજ ડેર પરિવાર દ્વારા ગઢપુર વાસી ભાવી આચાર્ય શ્રી ન્રુગેન્દ્રપ્રસાદજી મહારાજ નાં સાનિધ્યમાં શ્રી શાકોત્સવ દ્વિશતાબ્દી મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. તેમજ લાલજી મહારાજ દ્વારા સત્સંગ રૂપી રસ થાળ પીરસવામાં આવ્યો. આ સત્સંગનો લાભ લઇ આજુબાજુના મોટી સંખ્યામાં ગામ લોકો ભક્તિ વિભોર બન્યા. શ્રી શાકોત્સવ દ્વિશતાબ્દી મહોત્સવની ઉજવણીમાં અમરેલી જીલ્લા ભાજપ પ્રમુખ કૌશિકભાઈ વેકરીયા, ખોડલધામ સમાધાન મંચના અધ્યક્ષ મનુભાઈ દેસાઈ, ધામી ટીમ્બર્સનાં કાળુભાઈ ધામી, મિલન કોટનનાં લાલજીભાઈ દેસાઈ તેમજ ચિતલ તેમજ આજુબાજુનાં ગામના આગેવાનોએ મોટી સખ્યામાં ઉપસ્થિત રહી સત્સંગ અને ભોજનપ્રસાદનો લાભ લીધો હતો.