અમરેલી જીલ્લાના કોન્ટ્રાકટરોએ સરકારની કનડગત સામે બાયો ચડાવી

અમરેલી જીલ્લાના કોન્ટ્રાકટરોએ સરકારની કનડગત સામે બાયો ચડાવી
Spread the love

અમરેલી જીલ્લા કોન્ટ્રાકટરોએ સરકારની કનડગત સામે બાયો ચડાવી

અમરેલી જીલ્લા કોન્ટ્રાકટરોની સરકારની કનડગત સામે બાયો ચડાવી હતી અને આગામી તારીખ ૮ જાન્યુઆરીથી સરકારના એક પણ ટેન્ડરના ભરવા સર્વાનુમતે ઠરાવ કરવામાં આવ્યો હતો.

અમરેલી જીલ્લા કોન્ટ્રાકટરોની સરકારની કનડગત અંગે એક બેઠક શહેરના હરિઓમ ગેસ્ટ હાઉસ ખાતે મળી હતી. તેમાં ગુજરાત કોન્ટ્રાકટર્સ એસોસિએશનની તાજેતરમાં મળેલી મીટીંગમાં થયેલ ઠરાવ મુજબ જીલ્લાના કોન્ટ્રાકટરોના રાજ્યમાં બાંધકામ ક્ષેત્રે વપરાતા સતી, સિમેન્ટ, ડામર, રેતી, કપચી, ઇંટો સહિતના બિલ્ડીંગ મટીરીયલ્સ, ટ્રાન્સપોર્ટેશન તેમજ કારીગરો અને મજુરીનાં ભાવોમાં થયેલ અસહ્ય ભાવ વધારો, આયાતી ડામર વપરાશ માટેના નવા જી.આર. અંગે, standard બિડિંગ ડોક્યુમેન્ટનો અમલ કરાવવા બાબત, ચાલુ કામોમાં GST વધારાની ભરપાઈ, ટેન્ડરોની કીમત GST સિવાયની કરવા બાબત, શેડ્યુલ ઓફ રેટ્સ અપડેટ કરવા બાબત, તેમજ અન્ય પડતર પ્રશ્નોના નિરાકરણ માટે સરકા તરફથી કોઈ યોગ્ય નિકાલ ન આવતા કોન્ટ્રાકટરો દ્વારા આગામી તારીખ ૮ જાન્યુઆરીના રોજથી ટેન્ડર ભરવાના બંધ કરવા સર્વ સંમતી દર્શાવી હતી તેમજ તેનો ચુસ્ત પણે અમલ કરવા ઠરાવેલ છે, અને ગુજરાત કોન્ટ્રાકટર્સ એસોસિએશન તરફથી આ અંગે કોઈપણ એલાન કરવામાં આવે તેની પણ જીલ્લાના બધા જ કોન્ટ્રાકટરોએ ચુસ્તપણે અમલ કરશે એમ સર્વાનુમતે ઠરાવ કરવામાં આવેલ હતું.

IMG_20220105_201207.jpg

Admin

Nilesh Parmar

9909969099
Right Click Disabled!