દાહોદ : ઘરની આગળ ગટરની ઉપર ગેરકાયદેસર ઓટલાનું બાંધકામ

દાહોદ શહેરના ગોદી રોડ વિસ્તારમાં સ્થાનિક રહીશ દ્વારા પોતાના ઘરની આગળ ગટરની ઉપર ગેરકાયદેસર ઓટલાનું બાંધકામ કરી અને ફેન્સીંગ વોલ બનાવી દીધી હતી. આ અંગેની રજૂઆત દાહોદ નગરપાલિકાને કરવામાં આવતા દાહોદ નગરપાલિકા દ્વારા ગેરકાયદેસર બાંધેલા ઓટલા અને ફેન્સીંગ વોલ તોડી પાડવામાં આવ્યું હતું.
આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર, દાહોદ શહેરમાં ગોદી રોડ વિસ્તારમા આવેલી પાવનધામ સોસાયટી પાસે એક સ્થાનિક દ્વારા પોતાના મકાનની આગળ ગટરની ઉપર ગેરકાયદેસર ઓટલો બનાવી તેની ઉપર ફેન્સીંગ વોલ બનાવી કાચના ટુકડા લગાવી દેતા સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો હતો. આ મકાનમા જ આગળ કેટલીક દુકાનો પણ આવેલી હતી અને આ મામલે કેટલાક સ્થાનિકો દ્વારા નગરપાલિકાને ફરિયાદ કરી હતી.
જે ફરિયાદને આધારે ગતરોજ બપોરના સમયે પાલિકાતંત્ર જેસીબી મશીન સાથે સ્થળ પર પહોંચી ગઈ હતી અને ગટરની ઉપર ગેરકાયદેસર બાંધેલો ઓટલો અને ફેન્સીંગ વોલ તોડી પાડી દબાણ દૂર કરવામાં આવ્યું હતું. વધુમાં જાણવા મળ્યા અનુસાર, સાંજના સમયે અને રાતના સમયે સ્થાનિકો આ રસ્તે ચાલતા અવર જવર પસાર થતા હતા અને આ ઓટલા પર બેસી પોતાનો થાક ઉતારતા હતા. પરંતુ મકાન માલિકને તે પસંદ ન હોવાથી કાચવાળી ફેન્સીંગ વોલ ઊભી કરી દેતા સ્થાનિકોમાં રોષ ફેલાયો હતો.
રીપોર્ટ : નિલેશ.આર .નીનામા
દાહોદ
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756