સાબરકાંઠા લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઘરફોડ તથા મંદિરોમા ચોરી કરતી ગેંગને પકડી 25 ગુન્હાઓનો ભેદ ઉકેલયો

સાબરકાંઠા લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઘરફોડ તથા મંદિરોમા ચોરી કરતી ગેંગને પકડી 25 ગુન્હાઓનો ભેદ ઉકેલી 1.60 લાખનો નો મુદ્દામાલ કબ્જે કયૉ
ઘરફોડ તથા મંદિરોમા ચોરી કરી તરખાટ મચાવતી ગેંગને પકડી કુલ – ૨૫ ગુન્હાઓનો ભેદ ઉકેલી રૂ.૧,૬૦,૮૦૦ નો મુદ્દામાલ રીકવર કરતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ સાબરકાંઠા
પોલીસ મહાનીરીક્ષક શ્રી અભય ચુડાસમા તથા સાબરકાંઠા પોલીસ અધિક્ષક નીરજ કુમાર બડગૂજર, એ મિલ્કત સબંધી ગુન્હાઓ શોધી કાઢવા આપેલ સુચના આધારે પો.ઇન્સ. એલ.સી.બી. એમ.ડી.ચંપાવત ના માર્ગદર્શન અનુસાર પો.સ.ઇ. જે.પી.રાવ, તથા એ.એસ.આઇ. વિક્રમસિંહ તથા હે.કો. સનતકુમાર, સલીમભાઇ તથા પો.કો. અમરતભાઇ, પ્રહર્ષકુમાર, વિજયકુમાર, પ્રકાશકુમાર, અનિરૂધ્ધસિંહ, કાળાજી, રમતુજી વિગેરે એલ.સી.બી. શાખાના પોલીસ માણસોની ટીમ બનાવેલ.
ઉપરોક્ત ટીમ ધ્વારા લગાતાર ગુન્હા સબંધે હ્યુમન ઇન્ટેલીજન્સ તથા ટેકનિકલ સર્વેલન્સ કરી ધાડ, લુંટ તથા ઘરફોડ કરવાની એમ.ઓ. ધરાવતા શકદાર ઇસમો ઉપર વોચ રાખેલ તેમજ ખાનગી બાતમીદારોને તેવા શકદાર ઇસમોની હીલચાલ ઉપર નજર રાખવા રોકેલ હતા. તા.૧૪/૦૨/૨૦૨૨ ના રોજ ઇડર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખાનગી વાહનોમાં પેટ્રોલીંગ ફરી રહેલ હતા દરમ્યાન બાતમીદારથી બાતમી મળેલ કે, “એક કાળા તથા સિલવર કલરના ટી.વી.એસ સ્ટાર મોટર સાયકલ નંબર GJ-09-DC-6750 ની ઉપર ત્રણ ઇસમો તથા તેમની સાથે બિજા બે ઇસમો એમ પાંચ ઇસમો ઇડર ઘાંટી રોડ ઉપર ઉભા છે અને તેમની પાસે ચાંદીના છત્ર તથા ચાંદીના દાગીના છે તે વેચવા માટે ફરી રહેલ છે.જે પાંચેય ઇસમો શંકાસ્પદ જણાય છે.“ જે બાતમી આધારે બાતમીવાળી જગ્યાએ ખાનગી કપડામાં ખાનગી વાહનો તથા પંચો સાથે જતાં બાતમી મુજબનાં ટી.વી.એસ સ્ટાર મોટર સાયકલ નંબર GJ-09-DC-6750 ની ઉપર ત્રણ ઇસમો તથા તેમની સાથે બિજા બે ઇસમો એમ પાંચ ઇસમો ઉભા હોઇ તેઓને કોર્ડન કરી પાંચેય ઇસમોને પકડી જેઓની અંગ ઝડતી કરતાં એક કાપડની થેલી હોઇ જે થેલીમાં જોતા ચાંદીના દાગીના તથા ચાંદીના નાના મોટા છત્ર નંગ-૭ હોઇ તે પાંચેય ઇસમોને ચાંદીના દાગીના તથા છત્ર બાબતે પુછતાં સદર ચાંદીના દાગીના તથા ચાંદીના છત્ર ચોરીના હોવાનુ અને વેચાણ કરવા આવેલ હોવાનુ જણાવતા હોય
સદર ઇસમો પૈકી મોટર સાયકલ ચાલક ઇસમનુ નામ મહેશ બાબુભાઇ ડામોર હોવાનુ જણાવતા તેની અંગઝડતી માથી (૧) આઇટેલ કંપનીનો કિપેડ વાળો કાળા કલરનો મોબાઇલ કિ.રૂ.૧૦૦૦ (૨) જીઓ કંપનીનો કિપેડ વાળો કાળા કલરનો મોબાઇલ કિ.રૂ.૧૦૦૦ કબ્જે કરેલ
મોટર સાયકલ ચાલક ઇસમની પાછળ બેસેલ ઇસમના હાથમાં એક કાપડની થેલી ચાંદીના દાગીના ભરેલ છે તે પપ્પુ કાવાભાઇ લાલજીભાઇ ડામોર હોવાનુ જણાવતા તેની અંગઝડતી માથી (૧) એમ.જે. મોડલ બી.એલ.૨૫બી૧ કાળા કલરનો ફોન કિ.રૂ.૧૦૦૦ તથા તે ઇસમ પાસેનો બિજો મોબાઇલ ફોન રીયલમી કંપનીનો કાળા કલરનો એન્ડ્રોઇડ મોબાઇલ મળી આવતા તે બાબતે પુછતા સદર રિયલમી કંપનીનો મોબાઇલ ફોન છે તે તેણે તથા સંજય નેમાભાઇ ખરાડી તથા મહેશ બાબુભાઇ ડામોર નાઓએ બે મોટર સાયકલો ઉપર વિરાવાડા ગામે ખુલ્લી જગ્યાએ સુતેલા એક ભાઇના ઓશીકા નિચેથી ચોરી કરેલ હોવાનુ જણાવતા પોકેટ કોપ થી તપાસ કરતા સદર મોબાઇલ ચોરી બાબતે ગાંભોઇ પો.સ્ટે ખાતે ઇ.પી.કો કલમ-૩૭૯ મુજબનો ગુનો દાખલ થયેલ હોઇ તે મોબાઇલ કિ.રૂ.૨,૦૦૦ ગણી વધુ તપાસ અર્થે કબ્જે કરી તેની પાસેની થેલીમાં જોતા ચાંદીના દાગીના જેમાં -(૧) ચાંદીના બે જોડ કડલા (૨) ચાંદીનો એક કંદોરો (૩) ચાંદીની પગની પાયલો જોડ -૨૦ (૪) ચાંદીની ૫૦ ગ્રામની પાંચ મુર્તિ (૫) ચાંદીના પોલા કડલા જોડ -૧ (૬) ચાંદીની પગની પાયલ (૭) ચાંદીના જુડા નંગ-૨ ભરેલ હોઇ તે દાગીના તેણે તથા દશરથ ભેરાભાઇ ડામોર તથા લાલશંકર રેવાજી ડામોર તથા તેના ભાઇ નટવરલાલ કાવાભાઇ ડામોર તથા અર્પિત ઉર્ફે બાવો બંસીભાઇ ગડસા તથા ઇશ્વરભાઇ ઉર્ફે લાલો નવજીભાઇ પાંડોર નાઓએ ભેગા મળી ઇડર સીંધી માર્કેટ ખાતે આવેલ હરીઓમ જ્વેલર્સ ખાતે ઓગસ્ટ માસ દરમ્યાન દુકાનની પાછળ આવેલ દિવાલ તોડી દુકાનમાં પ્રવેશ કરી ચોરી કરેલ જે ચોરી કરવા તેઓ ઇશ્વરભાઇ ઉર્ફે લાલો નવજીભાઇ પાંડોરની ઇક્કો ગાડી લઇને ગયેલ હતા તે ચોરેલ ચાંદીના દાગીના ઇડર ખાતે વેચવા આવેલ હોવાનુ જણાવતા પોકેટ કોપ આધારે ખાત્રી કરતા સદર બાબતે ઇડર પો.સ્ટે ખાતે ઇ.પી.કો કલમ-૪૫૭,૩૮૦ મુજબનો ગુનો દાખલ થયેલ હોઇ
ત્રિજા ઇસમના હાથમાં પણ એક કાપડની થેલી હોઇ જે થેલીમાં જોતા ચાંદીના નાના મોટા છત્ર નંગ-૭ છે તે ઇસમનુ નામ સંજય નેમાભાઇ ખરાડી નો હોવાનુ જણાવતા તેની અંગઝડતી માથી આઇટેલ કંપનીનો કાળા તથા વાદળી કલરનો એન્ડ્રોઇડ મોબાઇલ કિ.રૂ.૫૦૦૦ નો તપાસ અર્થે કબ્જે કરી તેની પાસેની થેલીમાં ચાંદીના નાના મોટા છત્ર નંગ-૭ છે તે તેણે તથા પપ્પુ કાવાભાઇ ડામોર તથા મહેશ બાબુભાઇ ડામોર નાઓએ બે મોટર સાયકલો ઉપર આજથી સવા એક માસ દરમ્યાન ગાંભોઇ નજીકના વિરાવાડા ગામે આવેલ મહાકાળી માતાજીના મંદીર ખાતે આવી ચાંદીના નાના મોટા છત્ર નંગ-૭ ચોરેલ તથા દાન પેટી તોડી તેમાંથી આશરે રૂ. ૧૦,૦૦૦ ની ચોરી કરી રોકડ રકમ સરખા ભાગે વહેચી લીધેલ અને ચોરેલ ચાંદીના છત્ર નંગ-૭ ના ઇડર ખાતે વેચવા આવેલ હોવાનુ જણાવતા તે બાબતે પોકેટ કોપથી ખાત્રી કરતા સદર કિ.રૂ.૨૦,૦૦૦ ના છત્ર નંગ-૭ તથા દાનપેટીની રોકડ રકમ રૂ.૧૦,૦૦૦ ની ચોરી બાબતે ગાંભોઇ પો.સ્ટે ખાતે ઇ.પી.કો કલમ-૪૫૭, ૩૮૦ મુજબનો ગુનો દાખલ થયેલ હોઇ સદર મોટર સાયકલ વાળા ત્રણે ઇસમો પાસેની મોટર સાયકલનો ચાલક ઇસમ મહેશ બાબુભાઇ ડામોર નાનો સદર મોટરસાયકલ તેની પોતાની માલીકીની હોવાનુ અને તે મોટર સાયકલ સદર વિરાવાડા મંદીરે ચોરી કરવા જવા આવવા તથા આજરોજ ચોરીના દાગીના તથા છત્રો વેચવા લઇને આવેલ તેમાં વાપરેલ હોવાનુ જણાવતા સદર મોટર સાયકલ સિલવર કલરના ટી.વી.એસ સ્ટાર મોટર સાયકલ GJ-09-DC-6750 નંબર વાળી કિ.રૂ.૩૦,૦૦૦ ની ગણી વધુ તપાસ અર્થે કબ્જે કરેલ
સદર મોટર સાયકલ પાસેના બાકીના બે ઇસમો પૈકી પ્રથમ ઇસમનુ પંચો રૂબરૂ નામઠામ પુછતા તે પોતે પોતાનુ નામ ગણેશ ઉર્ફે ગની નારણભાઇ શામળભાઇ પટેલ નો હોવાનુ જણાવતા તેની અંગઝડતી કરતા તેની પાસેથી સેમસંગ કંપનીનો કિપેડ વાળો સફેદ કલરનો સિમકાર્ડ વગરનો કિ.રૂ.૧૦૦૦ ગણી વધુ તપાસ અર્થે કબ્જે કરેલ
સદર મોટર સાયકલ પાસેના બાકીના બે ઇસમો પૈકી પ્રથમ ઇસમે પોતે પોતાનુ નામ નટવરલાલ કાવાભાઇ ડામોર નો હોવાનુ જણાવતા તેની અંગઝડતી કરતા તેની પાસેથી આઇટેલ કંપનીનો કિપેડ વાળો સિમકાર્ડ વગરના કિ.રૂ.૧૦૦૦ ગણી વધુ તપાસ અર્થે કબ્જે કરેલ
સદર પાંચેય ઇસમો તથા તેઓ પાસેથી કબ્જે કરેલ ઉપરોકત ચાંદીના દાગીના તથા છત્ર ઇડર ખાતે શ્રી નગર રોડ નં-૧ ખાતે આવેલ શ્રી વિનાયક ટચ એન્ડ રિફાયનરી ખાતે ઉપરોકત ઇસમો પૈકીના પપ્પુ કાવાભાઇ ડામોર પાસેની કાપડની થેલીમાંના ઇડર હરીઓમ જ્વેલર્સ ખાતેથી ચોરેલ તે દાગીના તથા સંજય નેમાભાઇ ખરાડી, પાસેની કાપડની થેલીમાંના ચાંદીના નાના મોટા છત્ર નંગ-૭ વજન તથા ટચ કરાવી ચાંદીના દાગીના તથા છત્ર કુલ કિ.રૂ.૧,૧૮,૮૦૦ વધુ તપાસ અર્થે કબ્જે કરેલ
ઉપરોક્ત પાંચેય ઇસમોએ સી.આર.પી.સી કલમ-૪૧(૧)(એ) મુજબ તા.૧૪/૦૨/૨૦૨૨ ના રોજ અટક કરી હિંમતનગર એલ.સી.બી કચેરી ખાતે લાવી ઉંડાણપૂર્વક પુછપરછ કરતાં તેઓએ નિવેદનો લેતા તેઓએ નિચે જણાવ્યા મુજબની નોંધાયેલ ધાડ-૧, ઘરફોડ ચોરી-૭, સાદી ચોરી-૧ મળી નોંધાયેલ -૯ ગુનાઓ તથા અન્ય વણ નોંધાયેલ ધાડ-૧ તથા ઘરફોડ ચોરી-૧૩ ની કબુલાત કરેલ જે નોંધાયેલ ગુન્હાઓ નીચે મુજબ છે.
1. પપ્પુ સ/ઓ કાવાભાઇ લાલજીભાઇ ડામોર ઉ.વ. ૨૫, ધંધો. મજુરી, રહે. ડબાયચા, ખડકાયા ફળીયુ, તા. ખેરવાડા, જી. ઉદેપુર (રાજસ્થાન)
2. ગણેશ ઉર્ફે ગની સ/ઓ નારણભાઇ શામળભાઇ પટેલ, ઉ.વ. ૨૪, રહે. ધોલવાણી, પટેલ ફળીયુ, તા. ભિલોડા, જી. અરવલ્લી
3. સંજય સ/ઓ નેમાભાઇ કોયાજી ખરાડી, ઉ.વ. ૨૪, રહે. જાયરા, ડોડીફળો, તા. ખેરવાડા, જી. ઉદેપુર (રાજસ્થાન)
4. મહેશ સ/ઓ બાબુભાઇ ધુળાભાઇ ડામોર, ઉ.વ. ૨૩, રહે. બલીચા(પાટીયા), ખેડા ઘાંટી, ડામોર ફળો, તા. ખેરવાડા, જી. ઉદેપુર (રાજસ્થાન)
5. નટવરલાલ સ/ઓ કાવાભાઇ લાલજીભાઇ ડામોર, ઉ.વ. ૨૪, ધંધો. મજુરી, રહે. ડબાયચા, ખડકાયા ફળીયુ, તા. ખેરવાડા, જી.ઉદેપુર (રાજસ્થાન)
1. અર્પિત ઉર્ફે બાવો ઉર્ફ્રે સંજય ઉર્ફે બોડો સ/ઓ બંસીભાઇ ગડસા મુળ રહે. ધંધાસણ, હાલ રહે. ગોવિંદનગર, તા. ભિલોડા, જી. અરવલ્લી
2. દીલીપ ઉર્ફે કડી બચુભાઇ ખરાડી, મુળ રહે. પાટીયા વલીસા, હાલ રહે. ગોવિંદનગર, તા. ભિલોડા, જી. અરવલ્લી
3. દશરથ સ/ઓ ભેરાભાઇ ડામોર, રહે. ડબાયચા, ગણેશપુરા ફળો, તા. ખેરવાડા, જી. ઉદેપુર (રાજસ્થાન)
4. લાલશંકર સ/ઓ રેવાજી ડામોર, રહે. ડબાયચા, વાવ ફળો, તા. ખેરવાડા, જી. ઉદેપુર (રાજસ્થાન)
5. ઇશ્વરભાઇ ઉર્ફે લાલો નવજીભાઇ પાંડોર, રહે. ભુતાવળ, તા. ભિલોડા, જી. અરવલ્લી (રાજસ્થાન)
6. સંજય ઉર્ફે બોડો સ/ઓ બંસીભાઇ ગડસા, મુળ રહે. ધંધાસણ, હાલ રહે. ગોવિંદનગર, તા. ભિલોડા, જી. અરવલ્લી (રાજસ્થાન)
ચાંદીના બે જોડ કડલા ચાંદીનો એક કંદોરો
ચાંદીની પગની પાયલો જોડ -૨૦ ચાંદીની ૫૦ ગ્રામની પાંચ મુર્તિ
ચાંદીના પોલા કડલા જોડ -૧ ચાંદીની પગની પાયલ
ચાંદીના જુડા નંગ-૨ ચાંદીના નાના મોટા છત્ર નંગ-૭
રિયલમી કંપનીના મોબાઇલ ફોન (ગુન્હાના કામે) મોબાઇલ ફોન નંગ-૬
મોટર સાયકલ-૧ કુલ કિ.રૂ.૧,૬૦,૮૦૦
1. પપ્પુ કાવાભાઇ ડામોર તથા દશરથ ભેરાભાઇ ડામોર તથા લાલશંકર રેવાજી ડામોર તથા નટવરલાલ કાવાભાઇ ડામોર તથા અર્પિત ઉર્ફે બાવો બંસીભાઇ ગડસા તથા ઇશ્વરભાઇ ઉર્ફે લાલો નવજીભાઇ પાંડોર નાઓએ ભેગા મળી ઇડર સીંધી માર્કેટ ખાતે આવેલ હરીઓમ જ્વેલર્સ ખાતે ઓગસ્ટ માસ દરમ્યાન દુકાનની પાછળ આવેલ દિવાલ તોડી દુકાનમાં પ્રવેશ કરી ચોરી કરેલ ( જે બાબતે ઇડર પો.સ્ટે ખાતે ઇ.પી.કો કલમ-૪૫૭,૩૮૦ મુજબનો ગુનો દાખલ થયેલ છે.)
2. પપ્પુ કાવાભાઇ ડામોર તથા સંજય નેમાભાઇ ખરાડી તથા મહેશ બાબુભાઇ ડામોર નાઓએ બે મોટર સાયકલો ઉપર આજથી સવા એક માસ દરમ્યાન ગાંભોઇ નજીકના વિરાવાડા ગામે આવેલ મહાકાળી માતાજીના મંદીર ખાતે આવી ચાંદીના નાના મોટા છત્ર નંગ-૭ તથા દાન પેટી તોડી તેમાંથી આશરે રૂ. ૧૦,૦૦૦ ની ચોરી કરેલ (જે બાબતે ગાંભોઇ પો.સ્ટે ખાતે ઇ.પી.કો કલમ-૪૫૭, ૩૮૦ મુજબનો ગુનો દાખલ થયેલ છે.)
3. પપ્પુ કાવાભાઇ ડામોર તથા સંજય નેમાભાઇ ખરાડી તથા મહેશ બાબુભાઇ ડામોર નાઓએ બે મોટર સાયકલો ઉપર વિરાવાડા ગામે જઇ મહાકાલી માતાજીના મંદીરે ચોરી કરેલ તેના નજીકના જ દિવસોમાં બે મોટર સાયકલો ઉપર વિરાવાડા ગામે ખુલ્લી જગ્યાએ સુતેલા એક ભાઇના ઓશીકા નિચેથી મોબાઇલની ચોરી કરેલ હતી. જે રિયલમી કંપનીનો મોબાઇલ ફોન છે તે પણ આરોપી પપ્પુની અંગઝડતી માંથી મળી આવતા કબ્જે કરવામાં આવેલ છે.( જે બાબતે ગાંભોઇ પો.સ્ટે ખાતે ઇ.પી.કો કલમ-૩૭૯ મુજબનો ગુનો દાખલ થયેલ છે.)
4. નટવરલાલ કાવાભાઇ ડામોર તથા દશરથ ભેરાભાઇ ડામોર તથા લાલશંકર રેવાજી ડામોર તથા અર્પિત ઉર્ફે બાવો બંસીભાઇ ગડસા તથા ઇશ્વરભાઇ ઉર્ફે લાલો નવજીભાઇ પાંડોર તથા સંજય નેમાભાઇ ખરાડી નાઓ ભેગા મળી આજથી દોઢેક વર્ષ ઉપર ઇશ્વરભાઇ ઉર્ફે લાલો નવજીભાઇ પાંડોરની ઇક્કો ગાડી લઇને ગાંભોઇ ગયેલ હતા અને ક્રિષ્ના હોટલ પાસે એક ટાયરની દુકાનના શટરના નકુચા તોડી તથા વચ્ચેના લોકને સિમેન્ટમાંથી તોડી દુકાનમાંથી નાના મોટા ટાયરો ઇશ્વરભાઇ ઉર્ફે લાલો નવજીભાઇ પાંડોરની ઇક્કો ગાડીમાં ભરી દશરથના ઘરે ઉતારેલ જે ટાયરો દશરથ વેચીને વેચાણમાંથી મળનાર રોકડ રકમમાંથી સહ આરોપીઓને ભાગે પડતી રોકડ રકમ આપવા જણાવેલ પરંતુ આજ દિન સુધી તે ટાયરો વેચાયેલ છે કે કેમ? તે બાબતે કોઇ હકિકત તેણે સહ આરોપીઓને જણાવેલ નથી કે કોઇ ભાગે પડતી રોકડ રકમ તેણે તેમને આપેલ નથી. (જે બાબતે ગાંભોઇ પો.સ્ટે ખાતે ઇ.પી.કો કલમ-૪૫૭, ૩૮૦ મુજબનો ગુનો દાખલ થયેલ છે.)
5. પપ્પુ કાવાભાઇ ડામોર તથા દશરથ ભેરાભાઇ ડામોર તથા લાલશંકર રેવાજી ડામોર તથા દીલીપ ઉર્ફે કડી બચુભાઇ ખરાડી નાઓ આજથી સાતેક માસ ઉપર જુલાઇ મહીનાના છેલ્લા અઠવાડીયા દરમ્યાન લાલશંકરનુ કાળા કલરનુ હોન્ડા મોટર સાયકલ લઇને જાદર નજીકના ઉમેદગઢ ગામે રાત્રી દરમ્યાન ગયેલ અને ત્યાં એક મંદીરની દાન પેટી તોડી તેમાંથી રોકડ રકમની ચોરી કરેલ જેમાંથી ત્રણેક હજાર મળેલ જે ચારેય જણાએ સરખા ભાગે વહેચી લીધેલ અને તે મંદીરની નજીક આવેલ એક પોસ્ટ ઓફીસમાં ઘુસી તિજોરી તોડવા કોશીશ કરેલ જેમાં તિજોરીનુ હેન્ડલ તુટી ગયેલ પરંતુ તિજોરી ખુલેલ નહી જેથી કોઇ રોકડ રકમ કાઢી શકેલ નહી તે પછી તે પોસ્ટ ઓફીસ નજીક આવેલ એક શાળાના સી.સી.ટી.વી કેમેરો તોડી નાંખેલ અને તે એક રૂમમાં ઘુસી રૂમમાંના સી.સી.ટી.વી કેમેરાના ડી.વી.આર ના વાયર કાપી નાંખેલ અને તે રૂમમાંથી કોઇ રોકડ રકમ મળેલ નહી જેથી સી.સી.ટી.વીનુ મોનીટર ચોરી કરેલ જે મોનીટર આરોપી દશરથ લઇ ગયેલ છે. (જે બાબતે જાદર પો.સ્ટે ખાતે ઇ.પી.કો કલમ-૪૫૭, ૩૮૦, ૪૨૭ મુજબનો ગુનો દાખલ થયેલ છે.)
6. પપ્પુ કાવાભાઇ ડામોર તથા દશરથ ભેરાભાઇ ડામોર તથા લાલશંકર રેવાજી ડામોર તથા દીલીપ ઉર્ફે કડી બચુભાઇ ખરાડી નાઓ આજથી સાતેક માસ ઉપર જુલાઇ મહીનાના છેલ્લા અઠવાડીયા દરમ્યાન લાલશંકરનુ કાળા કલરનુ હોન્ડા મોટર સાયકલ તથા દશરથ લઇને આવેલ તે બે મોટર સાયકલો લઇને ચિઠોડા નજીકના લીબડા ગામે એક મંદીર ખાતે રાત્રી દરમ્યાન ગયેલ અને ત્યાં એક મંદીરની દાન પેટી તોડી તેમાંથી રોકડ રકમની ચોરી કરેલ જેમાંથી દશેક હજાર મળેલ જે ચારેય જણાએ સરખા ભાગે વહેચી લીધેલ અને દાન પેટી રસ્તામાં ફેકી દિધેલ તે પછી ત્યાંથી નજીકના બિજા જાલેટી ગામે ગયેલ અને એક મંદીરની દાન પેટી તોડી તેમાંથી રોકડ રકમ રૂ.૫,૦૦૦ મળેલ તે ચારેય જણાએ સરખા ભાગે વહેચી લીધેલ તથા બિજા એક મંદીરની દાન પેટી તોડી તે દાન પેટીમાંથી રૂ.૪૦૦૦ મળેલ તે પણ સરખા ભાગે વહેચી લીધેલ અને એક તલવાર ચોરેલ તે દશરથ લઇ ગયેલ છે તેમજ તે મંદીરની દાન પેટી રસ્તામાં ફેંકી દિધેલ હતી. (જે બાબતે ચિઠોડા પો.સ્ટે ખાતે ઇ.પી.કો કલમ-૪૫૭, ૩૮૦ મુજબનો ગુનો દાખલ થયેલ છે.)
7. પપ્પુ કાવાભાઇ ડામોર તથા દશરથ ભેરાભાઇ ડામોર તથા લાલશંકર રેવાજી ડામોર તથા દીલીપ ઉર્ફે કડી બચુભાઇ ખરાડી તથા અર્પિત ઉર્ફે બાવો બંસીભાઇ ગડસા તથા ગણેશ ઉર્ફે ગની નારણભાઇ પટેલ તથા ઇશ્વરભાઇ ઉર્ફે લાલો નવજીભાઇ પાંડોર નાઓ આજથી સાતેક માસ ઉપર ઓગસ્ટ મહીનામાં મોટર સાયકલો લઇને ભિલોડા શહેરની “જગદીશપ્રસાદ એન્ડ રતનલાલ” નામની દુકાનનુ શટર ઉંચકી વાળી દઇ દુકાનમાં પ્રવેશ કરી દુકાનના કાઉન્ટરનુ ડ્રોવરનુ લોક તોડી ડ્રોવરમાં મુકેલ રોકડ રકમ બારેક હજાર જેટલી તથા અમુલ ઘી ની પેટીઓ તથા બીડીનુ એક કાર્ટુન તથા અમુલ શ્રી ખંડના ડબ્બા ની ચોરી કરેલ અને ચોરેલ રોકડ રકમ તથા ચિજ વસ્તુઓ સરખા ભાગે વહેચી લીધેલ અને કોઇ જગ્યાએ વેચેલ નથી જે ચોરેલ વસ્તુઓમાં ખાવાની ચિજો તથા બીડીઓ તેમના ભાગે આવેલ તે ઘી તથા શ્રીખંડ ખાવામાં ઉપયોગ કરેલ તથા બીડીઓ પી ગયેલ તેમજ ભાગે આવેલ રોકડ રકમ ઘર ખર્ચમાં વાપરી નાંખેલ છે. (જે બાબતે ભિલોડા પો.સ્ટે ખાતે ઇ.પી.કો કલમ-૪૫૪, ૪૫૭, ૩૮૦, ૪૨૭ મુજબનો ગુનો દાખલ થયેલ છે.)
8. પપ્પુ કાવાભાઇ ડામોર તથા દશરથ ભેરાભાઇ ડામોર તથા લાલશંકર રેવાજી ડામોર તથા દીલીપ ઉર્ફે કડી બચુભાઇ ખરાડી તથા અર્પિત ઉર્ફે બાવો બંસીભાઇ ગડસા તથા ગણેશ ઉર્ફે ગની નારણભાઇ પટેલ તથા ઇશ્વરભાઇ ઉર્ફે લાલો નવજીભાઇ પાંડોર નાઓ આજથી સાતેક માસ ઉપર જુલાઇ મહીનામાં મોટર સાયકલો લઇને ભિલોડા શહેરની ધોલવાણી ત્રણ રસ્તા નજીક આવેલ “શામળીયા જનરલ સ્ટોર” નામની દુકાનનુ શટર ઉંચકી વાળી દઇ બાકોરૂ પાડી દુકાનમાં પ્રવેશ કરી દુકાનના કાઉન્ટરના ડ્રોવરમાં મુકેલ રોકડ રકમ સિત્તેર હજાર તથા અલગ અલગ કંપનીના સિગારેટના બોકસો દશેક જેટલાની ચોરી કરેલ અને ચોરેલ રોકડ રકમ સરખા ભાગે વહેચી લીધેલ અને ચોરેલ સિગારેટના બોક્સોમાંથી ભાગે આવેલ સિગારેટ બોક્સો કોઇ જગ્યાએ વેચેલ નથી જે ચોરેલ વસ્તુઓમાં સિગારેટો પી ગયેલ છે તેમજ ભાગે આવેલ રોકડ રકમ ઘર ખર્ચમાં વાપરી નાંખેલ છે. જે ગુનામાં દીલીપ ઉર્ફે કડી બચુભાઇ ખરાડી તથા અર્પિત ઉર્ફે બાવો બંસીભાઇ ગડસા નાઓ અગાઉ પકડાઇ ગયેલ છે. (જે બાબતે ભિલોડા પો.સ્ટે ખાતે ઇ.પી.કો કલમ-૪૫૪, ૪૫૭, ૩૮૦ મુજબનો ગુનો દાખલ થયેલ છે.)
9. પપ્પુ કાવાભાઇ ડામોર તથા દશરથ ભેરાભાઇ ડામોર તથા લાલશંકર રેવાજી ડામોર તથા દીલીપ ઉર્ફે કડી બચુભાઇ ખરાડી તથા અર્પિત ઉર્ફે બાવો બંસીભાઇ ગડસા તથા ગણેશ ઉર્ફે ગની નારણભાઇ પટેલ તથા ઇશ્વરભાઇ ઉર્ફે લાલો નવજીભાઇ પાંડોર તથા સંજય ઉર્ફે બોડો બંસીભાઇ ગડસા નાઓ આજથી સાડા ચારેક માસ ઉપર સપ્ટેમ્બર મહીનાના છેલ્લા અઠવાડીયામાં મોટર સાયકલો લઇને ભિલોડા નજીકના વાંકાનેર ગામે આવેલ અને એક મકાનમાં પ્રવેશ કરી બચત માટેના બે ડબ્બાની તથા એક સોનાની ચુનીની ચોરી કરેલ જે ચોરી ચાલુ હતી તે દરમ્યાન તે ઘરમાંની એક મહીલા જાગી જતા તેઓને પડકારતા તેઓ નાસી ગયેલ અને ચોરેલ રોકડ રકમ સરખા ભાગે વહેચી લીધેલ જે ભાગે આવેલ રોકડ રકમ ઘર ખર્ચમાં વાપરી નાંખેલ છે. જે ગુનામાં દીલીપ ઉર્ફે કડી બચુભાઇ ખરાડી તથા અર્પિત ઉર્ફે બાવો બંસીભાઇ ગડસા તથા સંજય ઉર્ફે બોડો બંસીભાઇ ગડસા નાઓ પકડાઇ ગયેલ છે. (જે બાબતે ભિલોડા પો.સ્ટે ખાતે ઇ.પી.કો કલમ-૩૯૫, ૪૫૦ તથા જી.પી.એક્ટ-૧૩૫ મુજબ મુજબનો ગુનો દાખલ થયેલ છે.)
1. પપ્પુ કાવાભાઇ ડામોર તથા દશરથ ભેરાભાઇ ડામોર તથા લાલશંકર રેવાજી ડામોર તથા દીલીપ ઉર્ફે કડી બચુભાઇ ખરાડી નાઓ આજથી સાતેક માસ ઉપર ગત ચોમાસા દરમ્યાન લાલશંકરનુ કાળા કલરનુ હોન્ડા મોટર સાયકલ તથા દશરથ લઇને આવેલ તે બે મોટર સાયકલો લઇને ઇડર નજીકના છાપી ગામે એક મંદીર ખાતે રાત્રી દરમ્યાન ગયેલ અને ત્યાં એક મંદીરની દાન પેટી તોડી તેમાંથી રોકડ રકમની ચોરી કરેલ જેમાંથી ત્રણેક હજાર મળેલ જે ચારેય જણાએ સરખા ભાગે વહેચી લીધેલ.
2. પપ્પુ કાવાભાઇ ડામોર તથા દશરથ ભેરાભાઇ ડામોર તથા લાલશંકર રેવાજી ડામોર તથા દીલીપ ઉર્ફે કડી બચુભાઇ ખરાડી નાઓ આજથી સાતેક માસ ઉપર ગત ચોમાસા દરમ્યાન લાલશંકરનુ કાળા કલરનુ હોન્ડા મોટર સાયકલ તથા દશરથ લઇને આવેલ તે બે મોટર સાયકલો લઇને ઇડર નજીકના લીંભોઇ ગામે ડુંગરની તળેટીમાં આવેલ એક મંદીર ખાતે રાત્રી દરમ્યાન ગયેલ અને ત્યાં એક મંદીરની દાન પેટી તોડી તેમાંથી રોકડ રકમની ચોરી કરેલ જેમાંથી ત્રણેક હજાર મળેલ જે ચારેય જણાએ સરખા ભાગે વહેચી લીધેલ.
3. પપ્પુ કાવાભાઇ ડામોર તથા દશરથ ભેરાભાઇ ડામોર તથા લાલશંકર રેવાજી ડામોર તથા દીલીપ ઉર્ફે કડી બચુભાઇ ખરાડી નાઓ આજથી સાતેક માસ ઉપર ગત ચોમાસા દરમ્યાન લાલશંકરનુ કાળા કલરનુ હોન્ડા મોટર સાયકલ તથા દશરથ લઇને આવેલ તે બે મોટર સાયકલો લઇને ઇડર નજીકના લીંભોઇ ગામના પાદરે આવેલ એક મંદીર ખાતે રાત્રી દરમ્યાન ગયેલ અને ત્યાં એક મંદીરની દાન પેટી તોડી તેમાંથી રોકડ રકમની ચોરી કરેલ જેમાંથી ત્રણેક હજાર મળેલ જે ચારેય જણાએ સરખા ભાગે વહેચી લીધેલ તથા એક ચાંદીનુ છત્ર તથા માતાજીને ચડાવેલ બે સાડીની ચોરી કરેલ તે ચાંદીનુ છત્ર તથા માતાજીને ચડાવેલ બે સાડી દશરથ લઇ ગયેલ.
4. પપ્પુ કાવાભાઇ ડામોર તથા દશરથ ભેરાભાઇ ડામોર તથા લાલશંકર રેવાજી ડામોર તથા દીલીપ ઉર્ફે કડી બચુભાઇ ખરાડી નાઓ આજથી સાતેક માસ ઉપર ગત ચોમાસા દરમ્યાન લાલશંકરનુ કાળા કલરનુ હોન્ડા મોટર સાયકલ તથા દશરથ લઇને આવેલ તે બે મોટર સાયકલો લઇને વડાલી નજીકના ભવાનગઢ ગામમાં આવેલ એક મંદીર ખાતે રાત્રી દરમ્યાન ગયેલ અને ત્યાં એક મંદીરની દાન પેટી તોડી તેમાંથી રોકડ રકમની ચોરી કરેલ જેમાંથી ચારેક હજાર મળેલ જે ચારેય જણાએ સરખા ભાગે વહેચી લીધેલ તથા એક ચાંદીનુ છત્ર તથા ચાંદીના મુગટ તથા માતાજીને ચડાવેલ ત્રણ સાડી ની ચોરી કરેલ તે ચાંદીનુ છત્ર તથા ચાંદીનો મુગટ તથા માતાજીને ચડાવેલ ત્રણ સાડી દશરથ લઇ ગયેલ.
5. પપ્પુ કાવાભાઇ ડામોર તથા દશરથ ભેરાભાઇ ડામોર તથા લાલશંકર રેવાજી ડામોર તથા દીલીપ ઉર્ફે કડી બચુભાઇ ખરાડી નાઓ આજથી સાતેક માસ ઉપર ગત ચોમાસા દરમ્યાન લાલશંકરનુ કાળા કલરનુ હોન્ડા મોટર સાયકલ તથા દશરથ લઇને આવેલ તે બે મોટર સાયકલો લઇને વડાલી નજીકના રહેડા ગામમાં આવેલ એક મંદીર ખાતે રાત્રી દરમ્યાન ગયેલ અને ત્યાં એક મંદીરની દાન પેટી તોડી તેમાંથી રોકડ રકમની ચોરી કરેલ જેમાંથી સાતેક હજાર મળેલ જે ચારેય જણાએ સરખા ભાગે વહેચી લીધેલ.
6. પપ્પુ કાવાભાઇ ડામોર તથા દશરથ ભેરાભાઇ ડામોર તથા લાલશંકર રેવાજી ડામોર તથા દીલીપ ઉર્ફે કડી બચુભાઇ ખરાડી નાઓ આજથી સાતેક માસ ઉપર ગત ચોમાસા દરમ્યાન લાલશંકરનુ કાળા કલરનુ હોન્ડા મોટર સાયકલ તથા દશરથ લઇને આવેલ તે બે મોટર સાયકલો લઇને વડાલી નજીકના ભંડવાલ ગામમાં આવેલ એક મંદીર ખાતે રાત્રી દરમ્યાન ગયેલ અને ત્યાં એક મંદીરની દાન પેટી તોડી તેમાંથી રોકડ રકમની ચોરી કરેલ જેમાંથી સાતેક હજાર મળેલ જે ચારેય જણાએ સરખા ભાગે વહેચી લીધેલ તથા તે સિવાય એક પિત્તળનો ઘંટ તથા એક ટેપ તથા એક ટેપના સીસીવરની ચોરી કરેલ જે ત્રણે વસ્તુ દશરથ લઇ ગયેલ છે.
7. પપ્પુ કાવાભાઇ ડામોર તથા દશરથ ભેરાભાઇ ડામોર તથા લાલશંકર રેવાજી ડામોર તથા દીલીપ ઉર્ફે કડી બચુભાઇ ખરાડી તથા અર્પિત ઉર્ફે બાવો બંસીભાઇ ગડસા તથા ગણેશ ઉર્ફે ગની નારણભાઇ પટેલ તથા ઇશ્વરભાઇ ઉર્ફે લાલો નવજીભાઇ પાંડોર નાઓ આજથી સાતેક માસ ઉપર ગત ચોમાસા દરમ્યાન મુડેટી ખાતે એક ઘરમાં ચોરી કરવા માટે ગની તથા લાલો ઇકો ગાડી લઇને આવેલા તેમાં જતા હતા તે વખતે રસ્તામાં ભિલોડા નજીકના પાદરા (ઉપસલ પાદરા) ગામે ઘાંટા ના કુંડ ખાતે જોગમાયા માતાજી મંદીર આવેલ તે મંદીરમાંથી દાન પેટી તોડી રોકડ રકમ રૂ.૨,૦૦૦ નિકળેલ તે સરખે ભાગે વહેચી લીધેલ તથા એક એમ્પ્લીફાયર તથા ચાંદીનુ કંગન તથા ચાંદીનુ છત્ર હતુ તે દશરથ લઇ ગયેલ તથા દાન પેટી રસ્તામાં ભિલોડા નદીમાં ફેંકી દિધેલ.
8. પપ્પુ કાવાભાઇ ડામોર તથા દશરથ ભેરાભાઇ ડામોર તથા લાલશંકર રેવાજી ડામોર તથા દીલીપ ઉર્ફે કડી બચુભાઇ ખરાડી તથા અર્પિત ઉર્ફે બાવો બંસીભાઇ ગડસા તથા ગણેશ ઉર્ફે ગની નારણભાઇ પટેલ તથા ઇશ્વરભાઇ ઉર્ફે લાલો નવજીભાઇ પાંડોર નાઓ આજથી સાતેક માસ ઉપર ગત ચોમાસા દરમ્યાન મોટર સાયકલો લઇ નિકળેલ અને મોટર સાયકલો નદીના પટમાં મુકી ભિલોડા નેટાફીમ પાસે નાયરા પેટ્રોલપંપ નજીક્ના નદી કિનારાના કાચા રસ્તે નદીના પટમાં એક ઝુંપડી ખાતે એક વયો વ્રુધ્ધ દંપતીની ઝુંપડી ઉપર જઇ વ્રુધ્ધાના ચાંદીના છડા તથા રૂ.૧૦,૦૦૦ લુંટી લીધેલ જે રોકડ રકમ રૂ.૧૦,૦૦૦ નિકળેલ તે સરખે ભાગે વહેચી લીધેલ તથા ચાંદીના છડા હતા તે દશરથ લઇ ગયેલ.
9. પપ્પુ કાવાભાઇ ડામોર તથા દશરથ ભેરાભાઇ ડામોર તથા લાલશંકર રેવાજી ડામોર તથા દીલીપ ઉર્ફે કડી બચુભાઇ ખરાડી નાઓ આજથી સાતેક માસ ઉપર ગત ચોમાસા દરમ્યાન લાલશંકરનુ કાળા કલરનુ હોન્ડા મોટર સાયકલ તથા દશરથ લઇને આવેલ તે બે મોટર સાયકલો લઇને ચિઠોડા નજીકના કોલીયાવાડા ગામમાં આવેલ એક મંદીર ખાતે રાત્રી દરમ્યાન ગયેલ અને ત્યાં મંદીરની દાન પેટી તોડી તેમાંથી રોકડ રકમની ચોરી કરેલ જેમાંથી બે હજાર મળેલ જે ચારેય જણાએ સરખા ભાગે વહેચી લીધેલ તથા એક એમ્પ્લીફાયરની પણ તે જ મંદીર ઉપરથી ચોરી કરેલ જે એમપ્લીફાયર દશરથ લઇ ગયેલ.
10. પપ્પુ કાવાભાઇ ડામોર તથા દશરથ ભેરાભાઇ ડામોર તથા લાલશંકર રેવાજી ડામોર તથા દીલીપ ઉર્ફે કડી બચુભાઇ ખરાડી નાઓ આજથી સાતેક માસ ઉપર ગત ચોમાસા દરમ્યાન લાલશંકરનુ કાળા કલરનુ હોન્ડા મોટર સાયકલ તથા દશરથ લઇને આવેલ તે બે મોટર સાયકલો લઇને ગાંભોઇ નજીકના આડા હાથરોલ ગામમાં આવેલ એક મંદીર ખાતે રાત્રી દરમ્યાન ગયેલ અને ત્યાં મંદીરની દાન પેટી તોડી તેમાંથી રોકડ રકમની ચોરી કરેલ જેમાંથી બે હજાર મળેલ જે ચારેય જણાએ સરખા ભાગે વહેચી લીધેલ.
11. પપ્પુ કાવાભાઇ ડામોર તથા દશરથ ભેરાભાઇ ડામોર તથા લાલશંકર રેવાજી ડામોર તથા નટવરલાલ કાવાભાઇ ડામોર તથા અર્પિત ઉર્ફે બાવો બંસીભાઇ ગડસા તથા ઇશ્વરભાઇ ઉર્ફે લાલો નવજીભાઇ પાંડોર તથા સંજય નેમાભાઇ ખરાડી નાઓ ભેગા મળી ગત ચોમાસા દરમ્યાન ઇશ્વરભાઇ ઉર્ફે લાલો નવજીભાઇ પાંડોરની ઇક્કો ગાડી લઇને ગયેલ હતા અને ભિલોડા કોટેજ હોસ્પીટલની સામે ઓમનારાયણ કોમ્પ્લેકસ ખાતે એક દુકાનમાં રાત્રી દરમ્યાન પ્રવેશ કરી કરીયાણાના સામાનની ચોરી કરેલ અને ચોરેલ કરીયાણાનો સામાન સરખા ભાગે વહેચી લીધેલ જે ચોરેલ કરીયાણાના સામાન પૈકીનો તેઓના ભાગે આવેલ સામાન ઘરવપરાશમાં વાપરેલ છે.
12. નટવરલાલ કાવાભાઇ ડામોર તથા દશરથ ભેરાભાઇ ડામોર તથા લાલશંકર રેવાજી ડામોર તથા ઇશ્વરભાઇ ઉર્ફે લાલો નવજીભાઇ પાંડોર નાઓ ભેગા મળી આજથી દોઢેક વર્ષ ઉપર ચોમાસા દરમ્યાન બે મોટર સાયકલો લઇને હડીયોલ રણાસણ રોડ ઉપર પીપળી કંપા ખાતે એક હનુમાનજી મંદીરે ગયેલ અને તે મંદીરની દાનપેટી તોડેલ તેમાંથી આશરે બે હજાર રૂપીયા મળેલ તે સરખા ભાગે વહેચી લીધેલ.
13. નટવરલાલ કાવાભાઇ ડામોર તથા દશરથ ભેરાભાઇ ડામોર તથા લાલશંકર રેવાજી ડામોર નાઓ ભેગા મળી આજથી દોઢેક વર્ષ ઉપર ચોમાસા દરમ્યાન દશરથની મોટર સાયકલ લઇને ઇડર નજીકના ક્રુષ્ણનગર ખાતેના એક હનુમાનજીના મંદીરે ગયેલ અને તે મંદીરની દાનપેટી તોડેલ તેમાંથી આશરે બારસો રૂપીયા મળેલ તે સરખા ભાગે વહેચી લીધેલ.
14. નટવરલાલ કાવાભાઇ ડામોર તથા દશરથ ભેરાભાઇ ડામોર તથા લાલશંકર રેવાજી ડામોર નાઓ ભેગા મળી આજથી દોઢેક વર્ષ ઉપર ચોમાસા દરમ્યાન દશરથની મોટર સાયકલ લઇને દરામલી ખાતેના એક અંબેમાતાના મંદીરે ગયેલ અને તે મંદીરની દાનપેટી તોડેલ તેમાંથી આશરે પંદરસો રૂપીયા મળેલ તે સરખા ભાગે વહેચી લીધેલ તથા તે મંદીરેથી એક ચાંદીનુ છત્ર પણ ચોરેલ તે છત્ર દશરથ લઇ ગયેલ
રીપોર્ટ : કુલદીપ ભાટીયા (સાબરકાંઠા)
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756