સ્ટરલાઈટ કોમ્પલેક્ષ માં કપડાં ની દુકાન માં ગ્રાહક અને વેપારી વચ્ચે બઘડાટી

જામનગર : જામનગરના એક યુવાન કપડાની ખરીદી માટે એક દુકાનમાં ગયા પછી ભાવ ઓછો કરવાની રકઝકમાં બે વેપારીએ તે યુવાનને લમધારી નાખ્યો હતો. જ્યારે મિત્રના સમાધાનના પૈસા લેવા આવેલા એક યુવકને બે શખ્સે માર માર્યો હતો. ઉપરાંત જોડિયાના વાવડીમાં એક યુવકને તેના બે ભાઈ-ભાભીએ ધોકાવી નાખ્યો હતો.
જામનગરના ખોડિયાર કોલોની સામેના રોયલ પુષ્પ પાર્કમાં વસવાટ કરતાં નારણભાઈ સામતભાઈ ખાંભલા શનિવારે સાંજે જૂની અનુપમ ટોકિઝ નજીક આવેલા સ્ટેરલાઈટ પોઈન્ટમાં કપડાં ખરીદવા માટે ગયા હતા. જ્યાં તેઓએ કપડા પસંદ કર્યા પછી ભાવમાં ફેરફાર કરી આપવા માટે વેપારી દીપકને કહેતાં ગ્રાહક-વેપારી વચ્ચે બોલાચાલી થઈ હતી. તે પછી ઉશ્કેરાયેલા દીપક તેમજ અચીજા મેન્સવેરવાળા મનિષે ગ્રાહકનું ગળું પકડી લીધું હતું અને દુકાનની બહાર લઈ જઈ પ્લાસ્ટીકના ટેબલ વડે હુમલો કરી માર માર્યો હતો અને ઢીકાપાટુ વરસાવ્યા હતા.
જોડિયા તાલુકાના વાવડી ગામના પ્રકાશભાઈ રામભાઈ બાલસરા નામના આહિર યુવાન પર શનિવારે સવારે તેના ભાઈ દિનેશ તથા સંજય રામભાઈ અને ભાભી નિતુબેન સંજયભાઈએ હુમલો કર્યો હતો. દિનેશે પોતાના સગા ભાઈને છરી બતાવી ધમકી આપી હતી કે, ખેતરમાં પાછો આવીશ તો પતાવી દઈશ. જોડિયા પોલીસે બે ભાઈ-ભાભી સામે ગુન્હો નોંધ્યો છે.
ખંભાળિયાના ગોઈંજ ગામના મૂળ વતની અને હાલમાં જામનગરમાં રહેતા વિજય આલાભાઈ વઘોરા પોતાના મિત્ર અમિતના સમાધાનના પૈસા લેવા માટે જામનગરમાં ખોડિયાર કોલોની વિસ્તારમાં રહેતા દિવ્યરાજસિંહ ભયલુભા જાડેજાના ઘેર આવ્યા હતા. ત્યારે દિવ્યરાજ તથા તેના ભાઈએ ગાળો ભાંડી ઢીકાપાટુથી વિજયને લમધાર્યો હતો અને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કર્યા હતા. બે મહિના પહેલાના આ બનાવની વિજયે શનિવારે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756