ડભોઇના ભારતીય જનતા પાર્ટીના અગ્રણી શશીકાંતભાઈ પટેલની બરોડા સુગર ફેક્ટરીમાં કસ્ટોડિયન તરીકે નિમણુંક

ડભોઇના ભારતીય જનતા પાર્ટીના અગ્રણી શશીકાંતભાઈ પટેલની બરોડા સુગર ફેક્ટરીમાં કસ્ટોડિયન તરીકે નિમણુંક
Spread the love
[ ડભોઇના ભારતીય જનતા પાર્ટીના કર્મનિષ્ઠ કાર્યકર્તા ]

” શશીકાંતભાઈ પટેલની બરોડા સુગર ફેક્ટરીમાં કસ્ટોડિયન તરીકે સરકાર દ્વારા નિમણૂંક ”

ડભોઇ નગરમાં છેલ્લા કેટલાય સમયથી ભારતીય જનતા પાર્ટી અને ખેડૂતોની પડખે હર હંમેશ ઉભા રહેતા પાયાના કાર્યકર શશીકાંતભાઈ પટેલની વડોદરા ડિસ્ટ્રીક્ટ કોપરેટીવ સુગરક્રેન ગોઅસૅ યુનિયન લી. ગંધારા (વડોદરા સુગર) ખાતે કસ્ટોડિયન તરીકે નિમણૂક થતા ડભોઇ નગર અને તાલુકાના ખેડૂતો અને કાર્યકરોમાં આનંદની લાગણી છવાઈ જવા પામી છે.
છેલ્લા કેટલાક દિવસોથી ગંધારા સુગર ફેક્ટરીમાં શેરડી પીલવાની કામગીરી બંધ હોવાથી વડોદરા જિલ્લાના શેરડીનો પાક લેતા ખેડૂતોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો .જેને ધ્યાને લઇ ભારતીય કિસાન સંઘના આગેવાનોએ આ અંગે સરકારમાં વારંવાર રજૂઆતો કરી હતી. જેને પગલે આજરોજ સરકારશ્રીના કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા આજરોજ છ વ્યક્તિઓની કસ્ટોડિયન તરીકે નિમણૂક કરી આ વડોદરા સુગર ફેક્ટરીને ફરીથી એકવાર ધમધમતી કરવા માટે સરકારે સૌથી યોગ્ય નિર્ણય લીધો છે. આ છ વ્યક્તિઓની કસ્ટોડિયન તરીકે નિમણૂંક કરી આ મંડળીને બેઠી કરવાની કન્ડિશનથી મંજૂરી આપી હતી. સરકારના એક ઉમદા હેતુથી ખેડૂતોને પણ એક નવો માર્ગ મળી ગયો છે. જેથી આજરોજ ગાંધીનગર ખાતે મળેલી બેઠકમાં સહકારી મંત્રી જગદીશભાઈ પંચાલની ઉપસ્થિતિમાં છ વ્યક્તિઓની વડોદરા સુગર ફેકટરી ખાતે કસ્ટોડિયન તરીકે નિમણૂક કરવામાં આવી છે. જેમાં
(૧). પટેલ જીતેન્દ્રભાઇ છગનભાઈ,(મોટા ફોફળીયા) (૨) પટેલ સચીનભાઈ ગોપાલભાઈ (શિનોર) (૩) પટેલ કૌશિકભાઇ કાંતિભાઈ (કરજણ) (૪) મહારાઉલ યોગેન્દ્રસિંહ દિલાવર સિંહશ(કરજણ)
(૫) પટેલ શશીકાંતભાઈ હરિભાઈ (ડભોઇ)
(૬) પટેલ જસુભાઈ ભાઈલાલભાઈ (વડોદરા)
આ વર્ષે વડોદરા જિલ્લામાં વડોદરા સુગરના કમાન્ડ વિસ્તારમાં નોંધાયેલ ૫૭૦૦ એકર અને નોંધ આયેલ વગરના ૬૦૦ એકર એટલે કે, કુલ ૬૩૦૦ એકર જમીનમાં ખેડૂતોએ શેરડીનું વાવેતર કરેલુ છે. તો આ ખેડૂતોને આ સુગર ફેક્ટરી ચાલુ થતા સીધો લાભ ઘરઆંગણે મળી જાય અને વડોદરા સુગર ફેક્ટરીના સરકાર શ્રી માં ૮૩.૦૨ કરોડ ચૂકવવાના બાકી છે તો આ રકમ નો બોજો પણ જો આ સુગર ફેક્ટરી ફરી ધમધમતી થાય તો ધીમે ધીમે હળવો થઈ જાય તેઓએ આ ૬ વ્યક્તિઓ જણાવ્યું હતું. જેથી હવે કસ્ટોડિયન દ્વારા સુગર ફેક્ટરી પરથી સીધું વેચાણ પણ કરી મંડળીને નફાના નવા માગૅ તરફ લઈ જવાનો પ્રયાસ કરવામાં આવશે.
તેમજ સરકાર દ્વારા લેવામાં આવેલ આ નિર્ણયથી ભારતીય કિસાન સંઘના આગેવાનોમાં પણ આનંદની લાગણી છવાઈ જવા પામી છે.

રીપોર્ટ :- ચિરાગ (રાજુ ઘેટી)

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

 

IMG-20220407-WA0081.jpg

Avatar

ચિરાગ તમાકુવાલા

Right Click Disabled!