વિજરખી અને મિયાત્રા ગામના ખેડૂતો સહિત ગ્રામજનોએ ગૌચર માટે ઉપવાસ આંદોલન આરંભ્યું

વિજરખી અને મિયાત્રા ગામના ખેડૂતો સહિત ગ્રામજનોએ ગૌચર માટે ઉપવાસ આંદોલન આરંભ્યું
Spread the love

વિજરખી તથા મિયાત્રા ગામના ખેડૂતો દ્વારા ગૌચર જમીન બચાવવા માટે ઉપવાસ આંદોલન ઉપર ઉતર્યા છે. ગામમાં બે કંપનીની લીઝ ચાલુ હોય, તેના ભારે વાહનો ભરીને બળજબરીપૂર્વક ગૌચરની જમીનમાં રસ્તો બનાવી ચાલતાં હોય. આ અંગે પગલાં લેવાની માગ સાથે 150થી વધુ ખેડૂતો ગ્રામજનો દ્વારા ઉપવાસ આંદોલન કરવામાં આવી રહ્યાં છે.

મિયાત્રા ગામમાં સર્વોદય જહાજ એન્ટરપ્રાઇઝ અને ક્રિષ્ના એન્ટરપ્રાઇઝ નામની કંપનીઓની લિઝ આવેલી છે. જેમાં મેરે કાના નામની પેઢીના માલિક રિટાયર્ડ પોલીસમેન રણમલભાઇ વાહનો બળજબરીપૂર્વક ઓવરલોડથી ચાલતા હોય અને ગૌચરની જમીનમાં રસ્તો બનાવવામાં આવતો હોય આ અંગે વિજરખી ગ્રામ પંચાયત દ્વારા કલેકટર સહિતના ઉચ્ચ અધિકારીઓને રજૂઆત કરવામાં આવી હોવા છતાં સમસ્યાનો કોઇ ઉકેલ આવતો ન હોય. વિજરખી તથા મિયાત્રા ગામના ખેડૂતો ઉપવાસ આંદોલન ઉપર ઉતર્યા છે.

મિયાત્રા ગામમાં લિઝધારકોના ભારે વાહનો પસાર થતાં હોય, મુંગા પશુઓ તથા આજુબાજુમાં રહેતાં ખેતધારકો માટે જોખમ સર્જાયું છે. જે બંધ કરાવવા ગ્રામજનો માગણી કરી રહ્યાં છે. ગૌચરની જમીન બચાવવાની માગણી સાથે 150 જેટલા આજુબાજુના ખેડૂતો ઉપવાસ આંદોલન ઉપર ઉતર્યા છે અને ગૌચરની જમીનમાંથી રસ્તો બનાવીને ચાલતાં ભારે વાહનો બંધ કરાવવાની માગણી કરી રહ્યાં છે. વિજરખી ગામના સરપંચ ભીખાભાઇ સોનારા, હાજાભાઇ, બહાદુરસિંહ ઝાલા સહિતના ગામના આગેવાનો ઉપરાંત ખેડૂતો ગૌચર બચાવો તથા ગાયો અને પર્યાવરણના રક્ષણ માટે લડત ચલાવી રહ્યાં છે.

img-20220408-wa0065_1649425615-2.jpg img-20220408-wa0064_1649425603-0.jpg img-20220408-wa0068_1649425595-1.jpg

Admin

Kapil Methwani

9909969099
Right Click Disabled!