જામનગરની ડેન્ટલ હોસ્પિટલમાં દર્દીઓની સારવારમાં બેદરકારીની ફરિયાદ

જામનગરની સંસ્થા દ્વારા ડેન્ટલ કોલેજ-હોસ્પિટલમાં દર્દીઓના દાંત કે દાઢ કઢાવવા કે ચાંદી પુરવા જેવા કેસોમાં શિખાઉ વિધાર્થીઓ ખોટા નિર્ણય લેતા હોવાની, દર્દીઓ સાથે ઉધ્ધત્ત વર્તન થતું ફરિયાદ સાથે ડેન્ટલ કોલેજના કલેક્ટરને રજુઆત કરી છે.
ગ્રાહક સુરક્ષા મંડળ સંસ્થા દ્વારા ડેન્ટલ કોલેજના મામલે કલેક્ટરને કરાયેલી રજુઆતમાં જણાવાયું છે કે, સંસ્થાએ લોકોની ફરિયાદ બાદ હોસ્પિટલની રૂબરુ લીધેલી મુલાકાતમાં ક્ષતિઓ બહાર આવી છે કે ,ડેન્ટલના દર્દીઓની વિદ્યાર્થીઓ દ્વારા તપાસણી કરવામાં આવે છે. જે નિદાનો ખોટા હોય છે. વિધાર્થીઓ પર કોઈ જવાબદાર ડોક્ટરો હાજર હોતા નથી. ડોક્ટરો દર્દીઓને તપાસતા નથી. મોટાભાગના ડોક્ટરો હાજર હોતા નથી. દવાબારી, કેસબારી, એક્સ-રે વિભાગમાં દર્દીઓ સાથે ઉધ્ધત્ત વર્તન કરવામાં આવે છે.
દર્દીને દાંત બતાવવામાં 3-4 કલાકનો સમય વિતી જાય છે પણ દર્દીનું સાચું નિદાન થતું નથી અને ખોટા નિદાનથી દર્દીના આરોગ્ય સાથે ચેડા થાય છે. દર્દીઓને ના-છુટકે ખાનગી તબીબ પાસે જવું પડે છે. જો કે, હવે સંસ્થાએ આગામી દિવસોમાં પ્રજાના પ્રતિતિધિઓ, વકીલ અને મીડીયાને સાથે રાખીને ફરી મુલાકાત લેવામાં આવશે. તેમ ડીનને લેખિતમાં જણાવ્યું છે. જ્યારે ડેન્ટલ કોલેજના ડીન ડો.નયનાબેન પટેલ જણાવે છે કે, તા.31ના રોજ મેઈલથી મળેલી રજુઆત મુજબ જે તે વિભાગને યોગ્ય વતંન અંગે સુચના આપી દેવામાં આવી છે. વિધાર્થીઓએ હોસ્પિટલમાં ડોક્ટરના સુપરવિઝન હેઠળ કામગીરી કરે છે. હોસ્પિટલમાં સરકારી નિયમ મુજબ કામગીરી થાય છે.