મોરબી જીલ્લા પોલીસની ધાકને લાગ્યો કાટ : લુંટારૂઓ બન્યા બેફામ

ટંકારાના ધુનડા સજ્જનપર રોડ પર ધોળે દિવસે દોઢ લાખ ની લુંટને અંજામ આપતા લુંટારૂઓ
મોરબી : મોરબી જીલ્લા માં કાઈમ રેટ દિવસે ને દિવસે વધી રહો છે.અને આવારા તત્વોને પોલીસ નો કોઈ ડર જ રહો ન હોય તેવું પ્રતિત થઈ રહું છે. જીલ્લા માં ચોરી,લુંટ,મારા મારી જેવા ગુનાઓ હવે સામાન્ય બની રહા છે. ત્યારે વધુ એક લુંટ ની ધટના સામે આવવા પામી છે. જેમાં ટંકારા તાલુકાના ધુનડા સજ્જનપરથી અદેપર ગામ જવાના કાચા રસ્તા ઉપર આજે ભર બપોરે ફાયનાન્સ કંપનીમાં કામ કરતા યુવાનને એક્સેસ, એક્ટિવા જેવા મોટર સાયકલ ઉપર આવેલા બે શખ્સોએ પછાડી દઈ રૂપિયા દોઢ લાખની લૂંટ ચલાવી નાસી છૂટતા સનસનાટી મચી જવા પામી છે.
લૂંટની ઘટના અંગે જાણવા મળતી વિગતો મુજબ આજરોજ બપોરે એકાદ વાગ્યાના સુમારે ટંકારા તાલુકાના ધુનડા સજ્જનપરથી અદેપર ગામ જવાના કાચા રસ્તા ઉપર સંદીપ હીરાભાઈ ડાભી નામના ફાયનાન્સ કંપનીમાં કામ કરતા યુવાનને એક્સેસ કે એક્ટિવા જેવા મોટર સાયકલ ઉપર આવેલા બે શખ્સોએ પછાડી દઈ સંદીપભાઈ પાસે રહેલા થેલાની લૂંટ ચલાવી નાસી ગયા હતા. આ ઘટના અંગે લૂંટારુનો ભોગ બનેલા યુવાને ટંકારા પોલીસ મથકે ફરિયાદ કરતા ટંકારા પોલીસે જિલ્લા કંટ્રોલને જાણ કરી નાકાબંધી કરાવી હતી. વધુમાં દોઢ લાખની ધોળા દિવસે લૂંટના આ બનાવમાં એક્સેસ કે એક્ટિવા જેવા મોટર સાયકલ ઉપર આવેલા બે શખ્સો પૈકી એક શખ્સે કાળા કલરનો અને એક શખ્સે ખાખી કલરનો શર્ટ પહેર્યો હોવાનું તેમજ મોટર સાયકલ પાછળ લાલ અક્ષરે માલધારી લખેલ હોવાનું ભોગ બનનારે પોલીસ સમક્ષ જણાવ્યું હતું.
રીપોર્ટ :- જનક રાજા, મોરબી
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756