ડભોઇ તાલુકા ના સીમાળિયા ગામ ખાતે મહિલાઓ માટે શિવણ કલાસ ની શરૂઆત

યુથ ટુ ચેન્જ ના સહકાર થી ડભોઇ તાલુકા ના સીમાળિયા ગામ ખાતે મહિલાઓ માટે શિવણ કલાસ ની શરૂઆત
ડભોઇ તાલુકા ના સીમાળિયા ગામે મહિલા ઓ માટે શિવણ કલાસ ની શરૂઆત કરવામાં આવી હતી.ઉપરાંત શિક્ષણ નું સ્તર ઊંચું લાવવા માટે ડભોઇ તાલુકા માં યુથ ટુ ચેન્જ ફાઉન્ડેશન ના સહકાર થી પ્રાથમિક શિક્ષણ ના 2400 જેટલા બાળકો ને ધોરણ 1 થી 8 સુધી શિક્ષણ મફત માં આપવામાં આવે છે.ઉપરાંત કોમ્પ્યુટર કલાસ શરૂ કરવામાં આવ્યા કજે જેમાં 175 જેટલા મહિલાઓ તેમજ બાળકો તાલીમ લઈ રહ્યા છે.તથા 160 જેટલી બહેનો જુદા જુદા સેન્ટરો પર તાલીમ લઈ રહી છે.તાલુકા ની પ્રજા ના સ્વાસ્થ્ય ના હિત ને ધ્યાન માં રાખતા નિષ્ણાત ડોકટરો દ્વારા નિઃશુલ્ક આંખ ની તપાસ તેમજ દાત ની તપાસ જેવી પ્રવૃતિઓ યુથ ટુ ચેન્જ ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી રહી છે.આગામી દિવસો માં તાલુકા ના વધુ ગામો માં તમામ પ્રવૃતિઓ શરૂ કરવામાં આવશે નું ડભોઇ ના સામાજિક કાર્યકર તથા શિક્ષણ સમિતિ ના ચેરમેન અશ્વિનભાઈ વકીલે જણાવ્યું હતુ.
રિપોર્ટ :- ચિરાગ (રાજુ ઘેટી)
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756