દાહોદના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની આકસ્મીક મુલાકાત લઇ સમીક્ષા કરતા જિલ્લા વિકાસ અધિકારીશ્રી

દાહોદના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની આકસ્મીક મુલાકાત લઇ સમીક્ષા કરતા જિલ્લા વિકાસ અધિકારીશ્રી
જિલ્લા માહિતી કચેરી, દાહોદ તા. ૨૨ : જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી નેહા કુમારીએ દાહોદના મોટી ખરજ ખાતેના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની આકસ્મિક મુલાકાત લઇ દર્દીઓને મળી રહેલી સુવિધાઓ, કામગીરીનું રૂબરૂ નિરીક્ષણ કર્યું હતું અને ઉપસ્થિત અધિકારીશ્રીઓને જરૂરી સૂચનાઓ આપી હતી. તેમણે અહીંનો આરોગ્યસ્ટાફ, દર્દીઓને અપાતી વિવિધ આરોગ્યલક્ષી સુવિધાઓ વગેરેનું જાતનિરીક્ષણ કર્યું હતું. મુલાકાત સમયે નાયબ જિલ્લા વિકાસ અધિકારી ડો. કમલેસ ગોસાઇ, તાલુકા વિકાસ અધિકારીશ્રી સહિતના અધિકારીશ્રીઓ પણ ઉપસ્થિત રહ્યાં હતા.
રિપોર્ટ:નિલેશ. આર. નિનામા
દાહોદ
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756