જામનગર શહેરમાંથી બીજા દિવસે ૬૬ લાખની વીજ ચોરી ઝડપાઇ

• ૪૦૭માંથી ૮૮ જોડાણમાં ગેરરીતિ મળી
જામનગરમાં સતત બીજા દિવસે વીજતંત્રની ૩૫ ટીમ દ્વારા જુદા જુદા વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ચેકિંગ દરમિયાન ૪૦૭ વીજ જોડાણ માંથી ૮૮માં ગેરરીતિ ખુલતા સંબધિત આસામીઓને ૬૬ લાખના દંડનીય બીલ ફટકારવામાં આવ્યા હતા.
જામનગર શહેર-જિલ્લામાં વીજ કંપની દ્વારા પુનઃ કોર્પોરેટ ચેકિંગ ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત મંગળવારે સતત બીજા દિવસે વીજતંત્રની ૩૫ ટીમ દ્વારા જામનગરના દરબારગઢ,બેડી, ભીમવાસ, રામવાડી સહિતના વિસ્તારોને ધમરોળી કુલ ૪૦૭ વીજજોડાણ ચેક કરવામાં આવ્યા હતા જે પૈકી 88જોડાણોમાં ગેરરીતિ ખુલતા વીજ ચોરી કરનાર આસામીઓને ૬૬ લાખના દંડનીય બીલ ફટકારવામાં આવ્યા હતા. વીજ ચેકિંગ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ૨૧ એસઆરપી, ૧૩ લોકલ પોલીસ, ૮ આર્મી જવાનોનાં ચુસ્ત બંદોબસ્ત જાળવ્યો હતો. ઉપરાંત વીજ ચેકીંગ કામગીરીનું રેકોર્ડિંગ કરાયું હતું.
રિપોર્ટ:- રોહિત મેરાણી (જામનગર)
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756