જામનગર ; નવાગામ ઘેડ હત્યા પ્રકરણમાં સંડોવાયેલા ૩ આરોપીની ધરપકડ

જામનગર ; નવાગામ ઘેડ હત્યા પ્રકરણમાં સંડોવાયેલા ૩ આરોપીની ધરપકડ
Spread the love

• ૨ આરોપી મોખાણાની સીમમાંથી, જ્યારે ૧ ખાવડીમાંથી ઝડપાયો

જામનગર શહેરના નવાગામ ઘેડ વિસ્તારમાં ગાડી વાળવા જેવી સામાન્ય બાબતમાં થયેલી હત્યાના ગુનામાં સંડોવાયેલા ૫ પૈકીના ૩ આરોપીઓને સિટી-બી અને એલસીબીએ પકડી પાડી તેમની ઓળખ પરેડ કરવાની કાર્યવાહી હાથ ધરી છે. જામનગર શહેરના નવાગામ ઘેડ વિસ્તારમાં ગત તા.૧૮ જુનના રોજ રાત્રિના સમયે ઈકો ગાડી ગલીમાં વાળવા જેવી સામાન્ય બાબતમાં બે મોટરસાયકલ પર આવેલા ૫ શખ્સોએ છરી અને ધોકા વડે રાજેશ જગદીશપ્રસાદ કૌશિક અને તેના ભાઈ પર તૂટી પડતા જીવલેણ ઘા લાગતા રાજેશનું મોત નિપજ્યું હતું. આ બનાવ બાદ આરોપીઓ નાસી છૂટ્યા હતા. પોલીસે ગુનો નોંધી તેમની શોધખોળ હાથ ધરી હતી.

દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે, બે આરોપીઓ કુલદીપસિંહ કિરીટસિંહ ઝાલા (રહે. નવાગામ ઘેડ) અને અર્જુનસિંહ પ્રદીપસિંહ જાડેજા (રહે. ગાયત્રી ચોક) મોખાણાની સીમમાં છૂપાયેલા હોય પોલીસે ત્યાં રેઈડ કરી બંને શખસોને મોટરસાયકલ સાથે પકડી પાડ્યા હતા.

આ ઉપરાંત એલસીબીને પણ મળેલી બાતમીના આધારે ૧ આરોપી મોટી ખાવડીમાં છૂપાયેલો હોવાની બાતમી પરથી રેઈડ કરી યશપાલસિંહ ઉર્ફે બોસ કનકસિંહ જાડેજા (રહે. બાપુનગર)ને પકડી પાડ્યા હતા. આમ, હત્યાના ગુનામાં પોલીસે ગણતરીના દિવસોમાં ૩ને ઝડપી પાડ્યા છે. જ્યારે ૨ આરોપીઓ હજુ પોલીસ પક્કડથી બહાર છે. પકડાયેલા ત્રણેય આરોપીઓની ઓળખ પરેડ કરવાની કાર્યવાહી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે.

રિપોર્ટ:- રોહિત મેરાણી (જામનગર)

 

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

attack_d.jpg

Admin

Rohit Merani

9909969099
Right Click Disabled!