જામનગર-રાજકોટ રોડ પર હાપા નજીક ઈકો કારની હડફેટે ભેંસનો ભોગ લેવાયો

• ઈકો કારના ચાલક સામે ફરિયાદ નોંધાઇ
વસઇ ગામના કાર ચાલકે અકસ્માત સર્જ્યો જામનગર-રાજકોટ રોડ પર હાપા નજીક એક ઈકો કારના ચાલકે પૂરઝડપે આવીને રસ્તે જઈ રહેલી ભેંસને ઠોકરે ચડાવી તેનું મૃત્યુ નિપજાવવા અંગેની ફરિયાદ પોલીસમાં નોંધાવાઈ છે. પાછળથી પુરપાટ વેગે આવેલી કારે આ અકસ્માત સર્જ્યો હતો. અકસ્માત સર્જનાર કાર ચાલક વસઇ ગામનો વતની હોવાનું ખુલવા પામ્યું છે. પોલીસે તપાસ હાથ ધરી છે.
જામનગર નજીક હાપા ખારી વિસ્તારમાં રહેતા અને માલધારીનો વ્યવસાય કરતા આલાભાઇ સોમસૂરભાઈ ચારણની માલિકીની ૯૦ હજારની કિંમત ભેંસ, કે જે જામનગર-રાજકોટ રોડ પર હાપા નજીકથી પસાર થઇ રહી હતી. દરમિયાન પાછળથી પૂરપાટ વેગે આવી રહેલા જીજે ૩ જેએલ ૨૬૦૫ નંબરની ઇકો કારના ચાલક વસઈ ગામના મુઝઝફર મનસુરભાઈએ ઠોકરે ચડાવી દેતાં ભેંસનું ઘટનાસ્થળે મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ પછી આલાભાઇ ચારણએ પોતાની રૂપિયા ૯૦ હજારની કિંમતની ભેંસનું મૃત્યુ નિપજાવી નુકસાન પહોંચાડવા અંગે ઇકો કારના ચાલક સામે પંચકોશી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
રિપોર્ટ:- રોહિત મેરાણી (જામનગર)
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756