જામનગર એસ.પી.ની ખનીજ માફિયાઓ પર તવાઈ

જામનગર એસ.પી.ની ખનીજ માફિયાઓ પર તવાઈ
Spread the love

• જોડીયા તાલુકાની ઊંડ નદીમાં ચાલતી બેફામ રેતી ચોરી પર સ્ટેટ વિજિલન્સ ત્રાટકી, સવા બે કરોડના સાધનો કબ્જે કર્યા
• જોડીયા પીએસઆઈની રાતોરાત બદલી કરવી દેવામાં આવી

જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના બાદનપર ગામની સીમ વિસ્તારમાં ગેરકાયદે રીતે ખનીજ માફિયાઓ દ્વારા મોટા પ્રમાણમાં ખનીજ ચોરી કરવામાં આવતી હોવાની માહિતીના આધારે સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા સામૂહિક દરોડા પાડવામાં આવ્યા હતા. જેથી ખનીજચોરોમાં ભારે નાસભાગ મચી ગઇ હતી. સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમ દ્વારા સ્થળ પરથી જેસીબી મશીનો, ડમ્પર, લોડર મશીન, ખનીજ ચોરી કરેલા વાહનો, વગેરે સહિત ૨.૩૪ કરોડની માલમતા કબજે કરી લેવામાં આવી છે, અને જોડીયા પોલીસ દ્વારા આગળની કાર્યવાહી ચલાવાઈ રહી છે.

આઇપીએસ અધિકારી આશિષ ભાટિયા દ્વારા તેમજ અધિક પોલીસ મહાનિર્દેશક નીરજા ગોટરૂ, તેમજ સ્ટેટ મોનીટરીંગ સેલના નિર્લિપ્ત રાય સહિતના ઉચ્ચ અધિકારીઓ દ્વારા જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના બાદનપર ગામની નદીના વિસ્તારમાં મોટા પાયે ખનીજ ચોરી થતી હોવાનું ધ્યાનમાં આવતાં સ્ટેટ મોનીટરીંગ સેલને સામુહિક રીતે દરોડા પાડવા માટેની સુચના આપવામાં આવી હતી.

સૂચના અનુસાર આજે સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે જોડિયા તાલુકાના બાદનપર ગામની સીમમાં ઊંડ-૨ નદીના કિનારે દરોડા પાડયા હતા.જેમા જુદા જુદા સ્થળોએ બે લોડર મશીનો દ્વારા ડમ્પર તેમજ ટ્રેક્ટર માં સરકારી જગ્યા માંથી રેતી ભેગી કરીને કોઈપણ પ્રકારની ખાણ ખનીજ વિભાગની લીઝની મંજૂરી વગર બેફામ ચોરી કરવામાં આવતી હોવાનું ધ્યાનમાં આવ્યું હતું.

માહિતીના આધારે સ્થળ પરથી ૨ લોડર મશીન, ૭ ડમ્પર જેમાં એકમાં ચોરાઉ રેતી ભરેલી હતી. તે ઉપરાંત ચાર ટ્રેક્ટર, જેમાં એક ટ્રેક્ટરમાં રેતી ભરેલી હતી. તેમજ મોટરસાયકલ, એન્જિન ઓઇલ મશીન, મળી કુલ ૨.૩૪ કરોડની માલ મત્તા કબ્જે કરી લેવામાં આવી હતી અને જોડીયા પોલીસ મથકમાં સુપરત કરી દેવામાં આવી છે. આ કાર્યવાહીને લઇને અને ખનીજ ચોરોમાં ફફડાટ મચી ગયો છે.

જોડીયાના કુન્નડ ગામમાં ખનીજ ચોરી પર વિજીલન્સનો દરોડો પાડ્યા બાદ જામનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુએ જોડીયા પી.એસ.આઇ ડી.પી. ચુડાસમાને જામનગરમાં સીટી-સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં મુકી દેવામાં આવ્યા છે અને સીટી-એ ડિવિઝનના પી.એસ.આઇ કે.આર.સિસોદિયાની જોડીયા ખાતે મુકવામાં આવ્યા છે.

રિપોર્ટ:- રોહિત મેરાણી (જામનગર)

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

 

content_image_0fbbbffc-2619-446b-9a2e-1cc467dd23b2.jpeg

Admin

Rohit Merani

9909969099
Right Click Disabled!