જામનગર પંથકમાં ચાર સ્થળે તીન પત્તીના ખેલ ખેલતા ૨૦ ઝબ્બે

જામનગર પંથકમાં ચાર સ્થળે તીન પત્તીના ખેલ ખેલતા ૨૦ ઝબ્બે
Spread the love

જામજોધપુરના વનાણા-કડબાલ ગામ વચ્ચે ખેતરમાં જુગાર રમવામાં આવતો હોવાની બાતમીના અધારે પોલીસે દરોડો પાડી સાતની ધરપકડ કરી કુલ રૂ. સવા બે લાખની કિંમતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

જામનગરના ખીજડિયાના નવાપરામાં ગંજીપાના વડે જુગાર રમી રહેલા જેસંગભાઈ ઉર્ફે ચંદુભાઈ બટુકભાઈ સાલાણી, ગોરધનભાઈ સાદુરભાઈ સુરેલા, પુંજાભાઈ ગાંગાભાઈ એરંડીયા, સુરેશ લખમણભાઈ રાંદલપરા નામના ચાર શખ્સને પોલીસે ઝડપી લીધા હતા અને રોકડ કબ્જે કરી હતી.

જામજોધપુર તાલુકાના ઈશ્વરિયા ગામમાં સોમવારે બપોરે તીનપતી રમતા કનુભાઈ સોમાભાઈ બાટા, લખમણભાઈ મેઘાભાઈ બગડા, દિનેશ દાનાભાઈ મકવાણા, મનસુખ ચનાભાઈ સાગઠિયા નામના ચાર શખ્સ પોલીસના દરોડામાં ઝડપાઈ ગયા હતા. પોલીસે પટમાંથી રૂ.૧૬૬૫૦ રોકડા કબ્જે લીધા છે. જોડિયા તાલુકાના બાલંભા ગામમાં સોમવારે બપોરે ગંજીપાનાથી રોનપોલીસનો જુગાર રમતા નવિન ધનજીભાઈ વાઘેલા, બાબુભાઈ ભાણાભાઈ વાણિયા, વિપુલ અશોકભાઈ દાફડા, કાનજી મનજીભાઈ પરમાર નામના ચાર શખ્સને પોલીસે રૂા.૧૪,૮૭૦ની રોકડ સાથે પકડી લીધા છે.

જામજોધપુર તાલુકાના વનાણા ગામથી કડબાલ તરફ જવાના રસ્તા પર લુણિયારા સીમ વિસ્તારમાં આવેલા એક ખેતરમાં જુગાર રમતો હોવાની બાતમી પરથી શેઠવડાળા પોલીસે રમેશ અરજણભાઈ જોગલના ખેતરમાં દરોડો પાડયો હતો તે ખેતરમાં ગંજીપાનાથી જુગાર રમતા ભાયાવદરના ઈશાક ઈસ્માઈલ શેખ, કોલકી ગામના વિનુભાઈ જીવરાજભાઈ અમૃતિયા, મોટી પાનેલીના ચંદુલાલ હરજીભાઈ માકડિયા, ભાયાવદરના કેયૂર ઇશ્વરભાઈ ડઢાણિયા, મુકેશભાઈ નાનુભાઈ ઉનડકટ, નિમિષ ધીરજલાલ ભૂત, કોલકીના હનિફ ઈસાક જુણેજા નામના સાત શખ્સને પોલીસે ઝડપી લીધા હતા. પોલીસે સ્થળ ઉપર થી રૂ. ૫૫૮૩૦ રોકડા, છ મોબાઈલ, એક ઈકો મોટર મળી કુલ રૂ. ૨,૨૬,૮૩૦નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

રિપોર્ટ:- રોહિત મેરાણી (જામનગર)

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

 

235878243jugar.jpg

Admin

Rohit Merani

9909969099
Right Click Disabled!