ભારતીય જનતા પાર્ટી જામનગર શહેર દ્વારા ૨૫ જૂન ૧૯૭૫ કટોકટીનો ડંખ, કાળો કહેર અન્વયે કાર્યલય ખાતે વક્તવ્યનું કરાયું આયોજન

ભારત લોકશાહી દેશ છે, અને આ લોકશાહીને લાંછન લગાવે, કાળો કહેર સમાન કટોકટી ૨૫ જૂન ૧૯૭૫ ના રોજ કોંગ્રેસ ની સરકાર અને તત્કાલીન પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધી દ્વારા જાહેર કરવામાં આવી હતી. દેશમાં પ્રત્યેક નાગરિક માટે આ એક ડંખ સમાન ઘટના હતી, લોકશાહી ઉપર કાળો કહેર વર્તાવવામાં આવેલ. દેશમાં આ કટોકટી ૨૧ મહિના રહેલ. જેનાથી દેશનું અર્થતંત્ર હલબલી ઉઠ્યું, કાયદો અને વ્યસ્થા સાથે લોકશાહી પણ જોખમાઈ હતી. ૨૫ જૂન ૧૯૭૫ ના લાદવામાં આવેલ ઇમરજન્સી ૨૧ મહિમા પછી ૨૧ માર્ચ ૧૯૭૭ના રોજ ઉઠાવવામાં આવેલ. આ કાળા કહેર અને કટોકટીના ડંખની ઘટના સમયે જેલવાસ ભોગવી ચૂકેલ નેતાઓ કાર્યકર્તાઓના મુખે કટોકટીની હકીકતના વર્ણન, વક્તવ્યનું આયોજન ભારતીય જનતા પાર્ટી જામનગર શહેર દ્વારા કરવામાં આવેલ.
ભારતીય જનતા પાર્ટી મીડિયા વિભાગના ભાર્ગવ ઠાકરની યાદી અનુસાર શહેર ભાજપ કાર્યાલય જામનગર ખાતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ. યુવામોર્ચાના દુશીયન્ટભાઈ સોલંકી તથા કોર્પોરેટર ક્રિષ્નાબેન સોઢા દ્વારા સમૂહગીત થી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવેલ. દીપ પ્રાગટ્યમાં શહેર અધ્યક્ષ ડો. વિમલભાઈ કગથરા, મહામંત્રી વિજયસિંહ જેઠવા, મેરામણભાઇ ભાટુ, મેયર બીનાબેન કોઠારી, ગોવશિપયાર્ડના ડાયરેક્ટર હસમુખભાઈ હિંડોચા, પવનહંસના ડાયરેક્ટર અમીબેન પરીખ, મધુભાઈ ગોંડલીયા, વક્તા દિનેશભાઇ વ્યાસ જોડાયા હતા.
ભાજપ શહેર અધ્યક્ષ ડો. વિમલભાઈ કગથરા એ સ્વાગત વક્તવ્યમાં જણાવેલ કે ઇન્દિરા ગાંધીની બેરી-મૂંગી સરકારએ ઇમરજન્સી લાદી, આ કાળા દિવસ અને લોકશાહી ઉપર દાગ સમાન ઘટનાથી આજનો યુવા માહિતગાત થાય તેથી પ્રત્યેક વોર્ડના પ્રતીકાત્મક ધારણા, મૌન ધારણાનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવેલ. તથા જામનગરના ધારાશાસ્ત્રી માનનીય દિનેશભાઇ વ્યાસ સહીત કાર્યકર્તાઓને ૧૧ મહિના સુધી જેલ માં રાખ્યા તેની આપવીતી તેઓના સ્વરે સાંભળવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ.
માનનીય ધારાશાસ્ત્રી દિનેશભાઇ વ્યાસનું શાલ તથા રૂમાલથી સન્માન કરવામાં આવેલ, તથા ભાજપ શહેર મહામંત્રી વિજયસિંહ જેઠવા દ્વારા પુસ્તક અર્પણ કરી તેઓનું સન્માન કરવામાં આવેલ. ભાજપ શહેર મહામંત્રી મેરામણભાઇ ભાટુએ વક્તા દિનેશભાઇ વ્યાસનો વિશેષ પરિચય આપેલ. તેઓ એ જણાવેલ કે વક્તા શ્રી દિનેશભાઇ વ્યાસ વ્યવસાયે ધારાશાસ્ત્રી મૂળ ખંભાળિયા ઠાકર શેરડીના તથા જામનગર સ્થાયી થયેલ જામનગર. તેઓ સંઘના જિલ્લા સંચાલક પણ રહ્યા. અને કટોકટી સમયે ૧૧ મહિના જેલવાસ ભોગવેલ. જેમાં ૯ મહિના સાબરમતી, અને ૨ મહિના તેઓ ભાવનગરની જેલ માં રહ્યા. કટોકટી સમયે જેઓની ધરપકડ થયેલ તેવા ૫ વ્યક્તિઓ હાલ જામનગર જિલ્લામાં હયાત છે.
કાર્યક્રમમાં મુખ્ય વક્તા દિનેશભાઇ વ્યાસએ જણાવેલ કે, ભારતીય જનતા પાર્ટી એક માત્ર દેશભક્તિ વાળો પક્ષ છે, અન્ય પક્ષ તો પરિવારવાદી પક્ષ છે, ભારતીય જનતા પાર્ટીએ જનસંઘ થી આજ સુધી સતત સંઘર્ષ કરી ને સત્તા પ્રાપ્ત કરી છે, કાર્યકર્તાઓના બલિદાનનું ફળ સ્વરૂપ છે સત્તા. ડો. શ્યામાપ્રસાદ મુખરજી, પંડિત દીનદયાલ ઉપાધીયાંયજી સહીત અનેક નામી – અનામી કાર્યકર્તાઓ નેતાઓના બલિદાન પછી આજે આ સત્તા મળી છે. ૧૯૭૫નીએ લોકશાહીનું ખુબ કરનારી ઘટના વિશે આજના યુવાનોને કદાચ ખ્યાલ ન હોય, પણ દરેક યુવાનો માટે એ ઘટનાની જાણકારી હોવી જરૂરી છે. તેઓ એ કટોકટી ના કારણો અને તેની અસરો વિશે જણાવ્યું, તેઓ જ કહ્યું કે, “૧૯૭૧માં ચૂંટણીમાં રાયબરેલીથી ઇન્દિરા ગાંધીનો વિજય થયો, પણ તેઓ એ સરકારી મશીનરી, સરકારી માનવ સંસાધન ઈત્યાદિનો ઉપયોગ કરીને ગેરકૃત્ય આચરી આ ચૂંટણી જીતી હોય, સમાજવાદી પાર્ટીના તેની સામે ચૂંટણીમાં ઉભેલ ઉમેદવાર રાજ નારાયણએ અલ્હાબાદ હાઇકોર્ટમાં અરજી દાખલ કરી. સરકારી નૌકરો ચૂંટણીમાં ઉમેદવારની ચૂંટણીનું સંચાલન કરે, સરકારી મશીનરીનો અંગત ચૂંટણી કેમ્પીંગમાં ઉપયોગ કરવા અંગે ના પુરાવા આપ્યા, અને ચૂંટણી પ્રક્રિયાને પડકારી. ૧૨ જૂન ૧૯૭૫એ કેશની સુનવણીની તારીખ અપાઈ. જજ જગમોહન સિન્હા રહ્યા હતા. આ કેસ ને લઇ ગુપ્તચર એજન્સી દ્વારા, વિવિધ માધ્યમ થકી જજ જગમોહન સિંહજી ઉપર દબાણ લાવવામાં આવી રહ્યું હતું. કોણ મળવા આવે, કોણ ઘરે આવે જાય છે, તેની તમામ માહિતીઓ રાખવામાં આવી રહી હતી. પણ જજ જગમોહન સિન્હાએ સમગ્ર ચૂંટણી રદબાતલ ગણાવી તથા ઇન્દિરા ગાંધી ૬ વર્ષ સુધી ચૂંટણી ન લડી શકે તેવો સખત ચુકાદો આપ્યો. આ ચુકાદો આવતા ઇન્દિરા ગાંધીએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી, અને ૨૪ જૂન ૧૯૭૫ના રુજ તેની અરજી ખારીજ કરવામાં આવી આથી રાત્રે ૨૪ – જૂન – ૧૯૭૫ના ૧૧:૪૫ વાગ્યે લોકશાહીને લાંછન લગાવતો કટોકટી જાહેર કરવાનો નિર્ણય લેવાયો અને ૨૫-જૂન-૧૯૭૫ના કટોકટી લાગુ કરાઈ. હિટલરે જર્મનીના લોકો ઉપર કટોકટી લાદેલ. મધ્યરાત્રી અને વહેલી સવાર સુધીમાં જયપ્રકાશ નારાયણ, મોરારજીભાઈ દેસાઈ, સહીતના નેતાઓ કાર્યકર્તાઓની ધરપકડ કરાઈ. કટોકટી વિરુદ્ધમાં અડવાણીજી તથા વાયપેયજીએ નિવેદનો તૈયાર કર્યા, તેઓની પણ ધરપકડ કરવામાં આવેલ. અરુણ જેટલી સાહેબ ને પોલીસ પકડવા પહોંચી તેઓ ઘરના પાછળના દ્વારથી કોલેજ કેમ્પસમાં જતા રહ્યા. રજત શર્મા તથા પ્રભુ ચાવલા સાથે ભૂગર્ભ માં રહી કટોકટીનો વિરુદ્ધ કરેલ. પોલીસ તંત્ર દારા ૧૦૦૦ થી વધુ લોકોને પકડ્યા, માર્યા, અને માનસિક હેરાન કરાયા. દેશની જનતા અને ભારતીય જનતા પાર્ટીએ અતિયાચારો સહન કર્યા, સંઘર્ષ કર્યા, દેશમાં કોઈ ની હિમ્મત ન હતી વિરોધ કરી શકે, લોકશાહીની ચોથી જાગીર અખબારો ઉપર પણ સેન્સર લગાવવામાં આવેલ. કેટલાક અખબારોના માલિકોની પણ ધરપકડ કરેલ. જનસંઘ, સમાજવાદી, અને સામ્યવાદીઓએ વિરોધ કર્યો. મેઇન્ટેનન્સ સિક્યુરિટી એક્ટ અંતર્ગત ધરપકડ કરવામાં આવેલ, જેથી ન કોર્ટમાં જઈ શકાય, ન જમીન મળી શકે. સમગ્ર કાયદો અને વ્યસ્થાનો દુરુપયોગ થયો. એ અમયે બાબુભાઇ પટેલની સરકાર હતી, આથી કટોકટીની ધરી અસર ગુજરાતમાં થઇ શકી ન હતી, આથી જ બાબુભાઇ પટેલની સરકાર ઉપર દબાણ લાવી રાજીનામુ આપવા ફરજ પડાયેલ. ગુજરાતના મુખ્યમંત્રી બાબુભાઇ પટેલનું રાજીનામુ થતા જ, લિસ્ટ તૈયાર હતું, ગુજરાતમાં રાષ્ટ્રપતિ સાશન લાગુ થતા જ ધરપકડ નો દોર શરુ થયો. જનસંઘના મોટ્ટા નેતાઓની ધરપકડ કરવામાં આવી. આ સમયે લોકોની નૌકરીઓ ગઈ, વેપાર – ધંધા રોજગાર પડી ભાંગ્યા.
વક્તા ધારાશાસ્ત્રી દિનેશભાઇ વ્યાસએ જણાવેલ કે પોલીસ દ્વારા તેમની ધરપકડ કરવામાં આવેલ, તથા કલેકટર સમક્ષ હાજર કરવામાં આવેલ, અને સવારે ૪ વાગ્યે સાબરમતી જેલમાં લઇ જવામાં આવેલ. સાબરમતી જેલમાં પોલીસ વિવિધ શહેર – જિલ્લાથી વિવિધ લોકો, નેતા, કાર્યકર્તાઓને પકડી પકડી ને લાવતી અને “ભારત માતા કી જય” અને “વંદે માતરમ” ના નારા સાથે તેઓ નું સ્વાગત કરવા લાગ્યું. રાજ્યમાં ઠેર ઠેર થી લોકોને પકડીને સાબરમતી જેલ માં રાખવાનું શરુ કરવામાં આવ્યું. શરૂઆતમાં જેલમાં ભોજન યોગ્ય પ્રકાર નું ન હતું, આથી જેલમાં બંધ લોકો, નેતાઓએ જેલ મેન્યુઅલ અનુસાર ભોજન આપવા રજુઆત કરી, અને સમગ્ર રસોડા ઉપર કબ્જો જમાવી લીધો, સામુહિક ચર્ચા, સમૂહ ભોજન સાથે સૌ પકડાયેલ લોકો, નેતા, કાર્યકર્તાઓ ૯ માસ સાબરમતી જેલમાં રહ્યા. તેઓ એ ઇન્દિરા ગાંધીની આ કટોકટી વિષે ની વાત વર્ણવી એક કેપ્યુલ બનાવી જમીનમાં ઉતારી. જેલરના કોઈ ગુપ્તચરએ આ બાબત ની માહિતી આપી, અને પોલીસ એ સમાન વેરવિખેર કરી, જમીનમાં ૪ ફૂટ ઊંડે દાટવામાં આવેલ કેપ્સ્યુલ શોધી કાઢી, અને તમામ કેડીઓ ને અલગ અલગ જેલ માં મોકલી દેવાયા. આ તબ્બકે ધારાશાસ્ત્રી દિનેશભાઇ વ્યાસ સહીત અમુકને ભાવનગર જેલમાં મોકલી દેવામાં આવ્યા. ભાવનગરની જેલમાં તેઓ નું સ્વાગત શંકરસિંહ બાપુ એ કર્યું. કહ્યું અહીં બધી સુચારુ વ્યસ્થા છે, શાંતિ થી રહો અહીં. અને અઠવાડિયામાં જ શંકરસિંહ બાપુને પણ અન્ય જેલમાં લઇ જવાયા, ત્યારે સૌ કોઈ એ ભાવનગરની જેલમાં તેઓ નું વિદાય સમારોહનું આયોજન કર્યું. ભાવનગરના રામરાજ ની જેમ જેલવાસ ભોગવ્યો. પન્નાલાલ પટેલને જામનગરની જેલમાં રાખવામાં આવેલ, તેઓની તબિયત નાદુરસ્ત થતા, નરેન્દ્રભાઈ મોદી તબિયત પૂછવા આવવાની ઈચ્છા થઇ. એ સમયે તેઓ ગુપ્તવાસ અને ભૂગર્ભમાં હતા, બહાર આવવું અતિ જોખમી હતું છતાં તેઓએ સરદારનો વેશ ધારણ કરી જામનગર મુલાકાત લીધી તથા તેઓ એક સરકારી અધિકારી છે, તેવું જણાવી પન્નાલાલ નું નિવેદન લેવું છે તેવી વાત જણાવી પન્નાલાલ સાથે ૧૦ મિનિટ મુલાકાત કરી. ગુપ્તચરોને થાપ આપી તેઓ નીકળી ગયા. ભારતીય જનતા પાર્ટી માટે એ સમય ખુબ કપરો હતો, દેશ માટે પણ એ સમય ખુબ કપરો હતો. કટોકટીના આ કલંકની જાણ આજના યુવાઓ ને થાય તેવા ઉદેશથી આ કાર્યક્રમનું આયોજન કરવાંમાં આવેલ. કાર્યક્રમનું સમાપન સમયે આભાર વિધિ શહેર ઉપાધ્યક્ષ કે.જી. કનખરા દ્વારા કરવામાં આવેલ.
આ કાર્યક્રમમાં ડો. વિમલભાઈ કગથરા, વક્તા ધારાશાસ્ત્રી દિનેશભાઇ વ્યાસ, મેયર બીનાબેન કોઠારી, મહામંત્રી વિજયસિંહ જેઠવા, મેરામણભાઇ ભાટુ, ગોવાશિપ યાર્ડના ડાયરેક્ટર હસમુખ હિંડોચા, પવનહંસના ડાયરેક્ટર અમીબેન પરીખ, પૂર્વ પ્રમુખ મુકેશભાઈ દાસાણી, સહીત શહેર સંગઠનના હોદેદારો, મોરચાના પદાધિકારીઓ, કોર્પોરેટરો, વોર્ડ પ્રમુખ, વોર્ડ સમિતિના હોદેદારો કાર્યકર્તાઓ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સફળ સંચાલન યુવા મોરચા અધ્યક્ષ દિલીપસિંહ જાડેજા દ્વારા કરવામાં આવેલ.
રિપોર્ટ : કપિલ મેઠવાણી,જામનગર.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756