ડભોઇ બી.આર.સી ભવન ખાતે શિક્ષકો ને ઉચ્ચતર પગાર ના હુકમ વિતરણ કરવામાં આવ્યા

આજરોજ ડભોઈ બી.આર.સી ભવન ખાતે શિક્ષકો ના ઉચ્ચતર પગાર ધોરણ ના હુકમો નું વિતરણ વડોદરા જિલ્લા શિક્ષણ સમિતિ ના ચેરમેન અશ્વિનભાઈ વકીલ ના હસ્તે કરવામાં આવ્યું હતું.ડભોઇ તાલુકા ના કુલ 128 શિક્ષકો ને ઉચ્ચતર પગાર ધોરણ પૈકી 115 શિક્ષકો ને હુકમ વિતરણ કરવામાં આવ્યા હતા.આ સાથે જ શિક્ષકો ના પગાર માં 5 થી 7000 જેટલો વધારો થશે તેવું જણાવ્યું હતું. આ સાથે જ વડોદરા જિલ્લા શિક્ષણ સમિતિ ના ચેરમેન અશ્વિનભાઈ વકીલ દ્વારા ડભોઇ તાલુકા માં ત્રણ દિવસ ના શાળા પ્રવેશોત્સવ તેમજ કન્યા કેળવણી કાર્યક્રમ ને સફળ બનાવવા બદલ શિક્ષકો નો તેમજ અધિકારીઓ નો આભાર વ્યક્ત કર્યો હતો.તેમજ ગત વર્ષો માં કોરોના ના કારણે વિદ્યાર્થીઓ નું ભણતર બગડ્યું હતું તે ચાલુ વર્ષ માં શિક્ષકો વધુ મહેનત કરી વિદ્યાર્થીઓ ને મદદ રૂપ થાય તેવી આશા વ્યક્ત કરી હતી.આ પ્રસંગે વડોદરા જિલ્લા શિક્ષણ સમિતિ ના ચેરમેન અશ્વિનભાઈ પટેલ (વકીલ),વડોદરા જિલ્લા શિક્ષક સંઘ ના મહામંત્રી જૈમીનભાઈ પટેલ,ડભોઇ તાલુકા શિક્ષક સંઘ પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલ,તેમજ હિતેશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટ :- ચિરાગ (રાજુ ઘેટી)
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756