જામનગર ભાજપાના પૂર્વ અધ્યક્ષ અશોકભાઇ નંદાનો આજે જન્મ દિવસ

જામનગર ભાજપના પૂર્વ અધ્યક્ષ અને જામનગરના સિનિ. એડવોકેટ અશોકભાઇ નંદાનો આજે જન્મ દિવસ છે. ૨૮ જૂનના રોજ જામનગરમાં જન્મેલ અશોકભાઇએ પ્રાથમિક અભ્યાસ સરકારી શાળા કબીરપરામાં તથા હાઇસ્કૂલ સુધી નેશનલ હાઇસ્કૂલમાં શિક્ષણ મેળવી એમ.પી. શાહ કોમર્સ કોલેજમાં ગ્રેજ્યુએટ તથા પોસ્ટ ગ્રેજ્યુએટ થયા બાદ જામનગરની કે.પી. શાહ લો કોલેજમાં કાયદાની ડિગ્રી મેળવેલ હતી અને શહેરના નામાંકિત ધારાશાસ્ત્રી એચ.ઓ. ભટ્ટના માર્ગદર્શન નીચે વકીલાતની પ્રેકટીશ શરુ કરેલ હતી અને આ ક્ષેત્રમાં મદ. જિલ્લા સરકારી વકીલ તથા ત્યારબાદ જિલ્લા સરકારી વકીલ તરીકે સેવાઓ આપેલ હતી તેમજ ગુજ.હાઇકોર્ટ દ્વારા જોઇન્ટ ડીસ્ટ્રીકટ જજ તરીકે પસંદગી થતાં થોડો સમય સેવારત રહ્યા બાદ રાજીનામું આપી ફરી વકીલાત ક્ષેત્રમાં પ્રેકટીશ શરુ કરેલ હતી અને રાજ્ય સરકાર દ્વારા નોટરી પબ્લિક તરીકે પણ સેવા આપી રહ્યાં છે. હાલમાં ગુજરાત આયુર્વેદ યુનિ.ના સિન્ડીકેટ મેમ્બર, ગુજરાત શિક્ષણ બોર્ડમાં ડાયરેકટર તરીકે તથા જામનગરની શગુન ઇન્સ્ટીટયૂટ ઓફ નર્સિંગ કોલેજમાં ડાયરેકટર તરીકે જવાબદારી સંભાળી રહ્યાં છે.
વિદ્યાર્થીકાળથી જ વિદ્યાર્થી આગેવાન તરીકે કોમર્સ કોલેજ અને લો કોલેજમાં વિદ્યાર્થીસંઘના પ્રમુખ તરીકે ચૂંટાયા હતા અને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદમાં પણ સક્રિય ભૂમિકા ભજવ્યા બાદ ૧૯૮૬થી ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ કરી પ્રથમ યુવા મોરચામાં તથા ત્યારબાદ શહેર ભાજપ મંત્રી, ઉપાધ્યક્ષ તેમજ ધારાસભા ચૂંટણી ઇન્ચાર્જ વિગેરે જવાબદારીઓ સફળતાપૂર્વક નિભાવ્યા બાદ ૨૦૧૦થી ૨૦૧૩ સુધી શહેર ભાજપના અધ્યક્ષ તરીકે જવાબદારી નિભાવેલ હતી. આ જાહેર જીવનની કારકિર્દી દરમિયાન તેઓએ । ગુજ.આયુ. યુનિ.માં સિન્ડીકેટ સદસ્ય, ગુજ. માધ્યમિક શિક્ષણ બોર્ડના ડાયરેકટર તરીકે પણ સેવાઓ આપેલ હતી. સાથોસાથ શહેરની અન્ય સંસ્થાઓમાં પણ સક્રિય ભૂમિકા નિભાવી જુનિયર ચેમ્બર (જેસીઝ)ના પ્રમુખ, હાલાર ઇન્વે. એસો.ના ૧૯ વર્ષથી ઉપપ્રમુખ, ભાનુશાળી જ્ઞાતિ ટ્રસ્ટના ટ્રસ્ટી, માધવ પ્લાઝા કોમ્પલેક્ષના પ્રમુખ તરીકે તેમજ પારસ કો.ઓ. હાઉસિંગ સોસાયટીના ઉપાધ્યક્ષ તરીકે તેમજ શૈક્ષણિક ટ્રસ્ટ નાખવા એજ્યુ. એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ તરીકે તેમ અને શૈક્ષણિક અને સામાજિક સંસ્થાઓમાં મહત્વનું યોગદાન આપેલ છે. કાયદાકીય ક્ષેત્રમાં તેઓ હાલ કાયદા સલાહકાર તરીકે વિશ્વ પ્રસિધ્ધ રીલાયન્સ ઇન્ડ.-જામનગર, પીજીવીસીએલ વીજ કંપની, યુનાઇટેડ ઇન્ડીયા ઇન્સ્યુ. કાં., દિામ લી., સરકારના એન્ટી કરપ્શન ખાતાના સ્પેશ્યલ પ્રબ્લિક પ્રોસિકયુટર વિગેરે સંસ્થાઓમાં કાનુની સલાહકાર ત્થા પેનલ એડવોકેટ તરીકે સેવાઓ આપી રહેલ છે. પારિવારીક સભ્યોમાં પત્નિ નેહા, (પૂર્વ સદસ્ય, ન.પ્રા.શિક્ષણ સમિતિ) તેમજ પુત્ર ધૈવત (સિનિયર મેનેજર એચડીએફસી બેંક) તેમજ ડો. દર્શ (એમબીબીએસ) હાલ cmo જી.જી.હોસ્પિટલ, જામનગર તથા પુત્રવધુ મોનિકા (BE) એડમીન/ટીચર પ્રાઇમ ઇન્ટરનેશનલ cbse સ્કુલ, જામનગરમાં સેવા આપી રહેલ છે. પરિવાર સાથે જાહેર જીવનમાં પણ અનેક ક્ષેત્રોમાં સક્રિય રીતે કાર્યરત રહેલ અશોકભાઇ નંદાને આજે તેમના જન્મદિવસ નિમિત્તે “લોકાર્પણ દૈનિક અખબાર” પરિવાર દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવી છે. તેમના મો.નં. ૯૮૨૪૨ ૧૩૭૧૩ છે.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756